________________
ઉપસંહાર
મેઘને આપવામાં આવેલો ભગવાન મહાવીરનો આ પ્રતિબોધ પ્રત્યેક વ્યક્તિ માટે પ્રતિબોધ છે. મોવિજય; અજ્ઞાનવિજય અને આત્માનુશાસનની આ સાધના છે.
જેને મોહવિલય થાય છે, તે સંબુદ્ધ છે. ‘સંબોધિ’ની ઉપાસના કરીને અનેક આત્માઓ મેઘ બની ગયા અને અનેક બનશે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સચ્ચિદાનંદ છે. તે આત્મોપાસના થકી પ્રબુદ્ધ થાય છે. મોહ અને અજ્ઞાન આત્યેતર છે. એના વમળમાંથી એ જ નીકળી શકે છે કે જે ‘સંબોધિ’ને આત્મસાત કરે છે. ‘સંબોધિ'નું સંક્ષેપ રૂપ છે- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્ર. એ જ આત્મા છે. જે આત્મામાં અવસ્થિત છે, તે આ ત્રિવેણીમાં સ્થિત છે અને જે ત્રિવેણીની સાધનામાં સંલગ્ન છે તે આત્મામાં સંલગ્ન છે.
આત્માની અવિકૃત તથા વિકૃત દશાની અહીં વિસ્તૃત ચર્ચા છે. વિકૃતમાંથી અવિકૃત બનાવવાનું ‘સંબોધિ’નું ધ્યેય છે જે ધર્મમૂઢતા અથવા આત્મમૂઢતા છે, તે મોહ છે. મોહનો વિલય મુક્તિ છે. મોહવિલયથી દૃષ્ટિ-શુદ્ધિ, જ્ઞાન-શુદ્ધિ અને આચાર-શુદ્ધિ થાય છે. પ્રત્યેક વ્યક્તિ આ ત્રિશુદ્ધિની અધિકારી છે, પરંતુ તે શ્રેષ્ઠ અધિકારી છે કે જેને મોવિજયમાં પૂર્ણ આસ્થા છે. ક્ષેત્ર, કાલ, પ્રાન્ત વગેરેની સીમાઓ આસ્થાવાન માટે વ્યવધાન બની શકતી નથી. આ વારસો છે. ‘સંબોધિ’ આસ્થાને જગાડે છે અને વ્યક્તિને આસ્થાવાન બનાવે છે, આત્માની સ્વમાં અતૂટ આસ્થાને પ્રબળ બનાવીને તે કૃતકૃત્ય થઈ જાય છે.
Jain Education International
સંબોધિ – ૨૬૦
For Private & Personal Use Only
www.jainelibrary.org