________________
૨. સંગ્રહ દાન- કષ્ટમાં સહાયતા આપવા માટે દાન આપવું. ૩. ભય દાન- ભયથી દાન આપવું.
૪. કારુણ્ય દાન- શોકના પ્રસંગે દાન આપવું.
૫. લજ્જા દાન- લજ્જાથી દાન આપવું.
૬. ગર્વદાન- યશગાથા સાંભળીને તથા બરાબરીની ભાવનાથી દાન આપવું.
૭. અધર્મ દાન- હિંસા વગેરે પાંચ આસ્રવ-દ્વારના સેવન માટે દાન આપવું.
૮. ધર્મ દાન- જીવ માત્રને અભય, સંયમીને વિશુદ્ધ ભિક્ષા, કોઈને જ્ઞાન, સમ્યક્ત્વ અને ચારિત્રની પ્રાપ્તિ કરાવવી.
૯. કરિષ્યતિ દાન- લાભના બદલાની ભાવનાથી દાન
આપવું.
૧૦. કૃત દાન- કરેલા ઉપકારો યાદ કરીને દાન આપવું. (૫૮, ૫૯)
૬૦. ધર્મો વશવિધ: પ્રોો, મયા મેઘ ! વિજ્ઞાનતા । तत्र श्रुतञ्च चारित्रं, मोक्षधर्मो व्यवस्थितः ।।
હે મેઘ ! મેં દસ પ્રકારના ધર્મ કહ્યા છે
૧. ગ્રામ ધર્મ- ગામની વ્યવસ્થા- આચાર પરંપરા. ૨. નગર ધર્મ- નગરની વ્યવસ્થા- આચાર પરંપરા. ૩. રાષ્ટ્ર ધર્મ- રાષ્ટ્રની વ્યવસ્થા- આચાર પરંપરા. ૪. પાખંડ ધર્મ- વિવિધ સંપ્રદાયો દ્વારા
આચારવ્યવસ્થા.
પં. કુલ ધર્મ- કુળનો આચાર.
૬. ગણ ધર્મ- ગણરાજ્યની આચારમર્યાદા.
Jain Education International
૭. સંઘ ધર્મ- સંઘ-ગણ સમૂહની સામાચારી-આચારમર્યાદા. ૮, ૯. શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ- આત્મ-ઉત્થાનના હેતુભૂત ધર્મ, મોક્ષના સાધક ધર્મ.
૧૦. અસ્તિકાય ધર્મ- પંચાસ્તિકાયનો સ્વભાવ. (૬૦)
સંમત
સંબોધિ ૨૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org