________________
‘હું ક્યારે પરિગ્રહ છોડીશ, હું ક્યારે મુનિ બનીશ, હું ક્યારે ભોજનનો પરિત્યાગ કરીશ ?’- શ્રાવકે આ પ્રકારનું ચિંતન અથવા આ પ્રકારના મનોરથ થકી આત્મશુદ્ધીકરણ કરવું જોઈએ. (૧૦) श्रमणोपासना कार्या, श्रवणं तत्फलं भवेत् । તતઃ સગ્ગાયતે જ્ઞાન, વિજ્ઞાન નાયતે તતઃ ।।
%o.
શ્રમણોની ઉપાસના કરવી જોઈએ. ઉપાસનાનું ફળ ધર્મશ્રવણ છે. ધર્મશ્રવણ થકી જ્ઞાન અને જ્ઞાન થકી વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. (૧૧) ૬૨. प्रत्याख्यानं ततस्तस्य, फलं भवति संयमः । अनास्रवस्तपस्तस्माद्, व्यवदानञ्च जायते ।।
વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન છે અને પ્રત્યાખ્યાનનું ફળ સંયમ છે. સંયમનું ફળ અનાશ્રવ- કર્મનિરોધ છે અને અનાશ્રવનું ફળ તપ છે. તપનું ફળ વ્યવદાન- કર્મનિર્જરણ છે. (૧૨)
૬૨.
अक्रिया जायते तस्मान्निर्वाणं तत्फलं भवेत् । महान्तं जनयेल्लाभं, महतां संगमो महान् ।।
વ્યવદાનનું ફળ છે અક્રિયા- મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો નિરોધ તથા અક્રિયાનું ફળ છે નિર્વાણ. આમ મહાપુરુષના સંસર્ગથી ઘણું મોટું હિત થાય છે. (૧૩)
૪.
निश्चये व्रतमापन्नो, व्यवहारपटुः गृही । समभावमुपासीनोऽनासक्तः कर्मणीप्सिते ।।
તે
જે ગૃહસ્થ અંતરંગમાં વ્રતયુક્ત છે અને વ્યવહારમાં પટુ છે, સમભાવની ઉપાસના કરતો કરતો ઇષ્ટ કાર્યમાં આસક્ત થતો નથી. (૧૪)
Jain Education International
१५. अज्ञानकष्टं कुर्वाणा, हिंसया मिश्रितं बहु । मुमुक्षां दधतोऽप्येके, बध्यन्तेऽज्ञानिनो जनाः । ।
અવિવેકપૂર્ણ રીતે ઘણાં બધાં હિંસામિશ્રિત કષ્ટો સહન કરનાર અજ્ઞાની લોકો મુક્ત થવાની ઇચ્છા ધરાવતા હોવાં છતાં કર્મોથી આબદ્ધ હોય છે.
(૧૫)
સંબોધિ ૬ ૨૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org