________________
ગૃહીધર્મચર્ચા
भगवान् प्राह
9
$. यावद् देहो भवेत् पुंसां तावत्कर्मापि जायते । कुर्वन्नावश्यकं कर्म, धर्ममप्याचरेद् गृही ।।
ભગવાને કહ્યું, જ્યાં સુધી માનવીને શરીર હોય છે ત્યાં સુધી ક્રિયા ચાલે છે આવશ્યક ક્રિયાઓ કરતાં કરતાં માણસે ધર્મનું પણ આચરણ કરવું જોઈએ. (૧)
જેવી રીતે ભોજન વગેરે ક્રિયાઓ આવશ્યક હોય છે, એ જ રીતે આત્માની સાધના કરવી એ પણ અત્યંત આવશ્યક છે. (૨)
यथाहारादिकर्माणि, भवन्त्यावश्यकानि च । तथात्माराधनं चापि, भवेदावश्यकं परम् ।।
રૂ.
Jain Education International
सद्यः प्रातः समुत्थाय, स्मृत्वा च परमेष्ठिनम् । प्रातः कृत्यान्निवृत्तः सन् कुर्यादात्मनिरीक्षणम् ।।
સવારે વહેલા ઊઠીને નમસ્કાર મંત્રનું સ્મરણ કરવું, શૌચ વગેરે પ્રાતઃકૃત્યથી નિવૃત્ત થઈને માણસે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. (૩)
૪. सामायिकं प्रकुर्वीत, समभावस्य लब्धये ।
भावना भावयेत् पुण्याः, सत्संकल्पान् समासजेत् ।।
સમભાવની પ્રાપ્તિ માટે સામાયિક કરવું, આત્માને પવિત્ર ભાવનાઓ થકી ભાવિત કરવો અને શુભ સંકલ્પ કરવા. (૪)
૧. સામાયિક - એક મુહૂર્ત દરમ્યાન સાવધ પ્રવૃત્તિ. અઢાર પ્રકારનાં પાપોનો ત્યાગ.
સંબોધિ
૨૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org