________________
જ રાતમાં તુચ્છ શારીરિક કષ્ટોથી તું વિચલિત થઈ ગયો ? તું આટલો બધો અધીર બની ગયો ? ઘેર પાછા જવાની મનઃસ્થિતિ તે કરી લીધી ? તું તારા પૂર્વજન્મની સ્મૃતિ કર અને વિચાર કર કે એ કષ્ટોની તુલનામાં આ કષ્ટો કેવાં મામૂલી છે ! ક્યાં મેરુ અને ક્યાં રાઈ ?' ' મેઘનું સુષુપ્ત ચૈતન્ય જાગી ઊઠયું. તેના મનમાં એક નવી ચેતના દોડવા લાગી. તેનું ચિત્ત એકાગ્ર બની ગયું. પૂર્વજન્મની સ્મૃતિ તાજી થઈ અને તેની સમક્ષ ચલચિત્રની જેમ અતીતનાં તમામ દશ્યો રજૂ થવા લાગ્યાં. તેમણે સમગ્ર ઘટનાનો સાક્ષાત્કાર કર્યો. ભગવાન મહાવીરે જેવી વાત કરી તેવું જ અક્ષરશઃ તાદશ્ય થવા લાગ્યું.
પૂર્વજન્મની ઘટનાનો સાક્ષાત્કાર કરીને તે ગદ્ગદ થઈ ઊઠયો. તેની સંવેગ બમણો થઈ ગયો. આંખોમાંથી આનંદનાં આંસુ ટપકવા લાગ્યાં. તેનું હૃદય હર્યાન્વિત થઈ ઊઠયું. સમગ્ર શરીર રોમાંચિત થઈ ગયું. તે તરત જ ભગવાનને વંદના-નમસ્કાર કરીને બોલ્યો, 'ભગવન્! આજથી બે આંખો મારી પોતાની રહેશે, બાકીનું સમગ્ર શરીર આ નિર્ગળ્યો માટે સમર્પિત રહેશે. ભંતે ! આપે મને પુનઃ સંયમમાં સ્થિર કર્યો છે. આપ મને પુનઃ સંયમજીવન પ્રદાન કરો અને કૃતાર્થ
કરો.”
ભગવાને તેને પુનઃ સંયમમાં આરૂઢ કર્યો.
હવે નિન્ય મેઘ મુનિચર્યાનું અપ્રમત્તભાવે પાલન કરતો-કરતો વિહરણ કરવા લાગ્યો. તેણે પાંચ સમિતિઓ અને ત્રણ ગુમિઓ જીવનગત કરી લીધી. તમામ વેશ્યાઓ આત્માભિમુખ કરીને તે જનપદ વિહાર કરવા લાગ્યો. સંવેગ વધતો જતો હતો. તેણે પોતાની જાતને સંયમ માટે સમર્પિત કરીને તપોયોગની સાધનામાં લીન કરી દીધું. ભગવાન મહાવીરની અનુજ્ઞા પ્રાપ્ત કરીને તેણે ભિક્ષની બાર પ્રતિમાઓની ક્રમશઃ આરાધના કરી. 'ગુણરત્ન સંવત્સરનામના તપોયોગ દ્વારા આત્માને ભાવિત કરતો કરતો તે એક વખત રાજગૃહનગરમાં પહોંચ્યો. ત્યાં ગુણશીલ નામના ઉદ્યાનમાં રોકાયો. રાત્રે તે ધર્મજાગરણ કરી રહ્યો હતો. તેના મનમાં એક વિકલ્પ જાગ્યો. મારો તપોયોગ સાનંદ ચાલી રહ્યો છે. મારું સમગ્ર શરીર તપસ્યાથી કૃશ થઈ ચૂક્યું છે. મારામાં હજી પણ થોડીક શક્તિ બાકી છે. જ્યાં
સંબોધિ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org