________________
યુવાન હાથી અત્યંત પ્રસન્ન થયો. વેરનો બદલો લઈ શકવાની પ્રસન્નતાથી તેના આનંદની અવધિ નહોતી. ચિંતાતુર અવસ્થામાં તારું મૃત્યુ થયું. ત્યાંથી તું વિંધ્યાચળ પર્વતની તળેટીમાં ગંગા નદીના દક્ષિણ કિનારે ફરીથી હાથી રૂપે ઉત્પન્ન થયો. તું યુવાન થયો. હસ્તિયૂથનો સ્વામી બન્યો. તારું યૂથ અત્યંત વિશાળ હતું. એક વખત તેં દાવાનળ જોયો. તારું મન એકાગ્ર બન્યું. તને પૂર્વભવની સ્મૃતિ થઈ. દાવાગ્નિથી ઉત્પન્ન કષ્ટ સાક્ષાત થઈ ગયાં. તેં તારી સુરક્ષા માટે એક યોજન ભૂમિને સમતલ બનાવી દીધી જેથી દાવાનળની આપત્તિથી બચી શકાય. એક વખત અચાનક વનમાં આગ લાગી. તમામ વન્ય પશુઓ ભયભિત થઈને જીવ બચાવવા માટે આમ-તેમ દોડવા લાગ્યાં. તું પણ તારા પરિવાર સહિત સુરક્ષિત મંડળમાં પહોંચી ગયો. અન્ય પણ અનેક વન્ય પશુઓ ત્યાં પહોંચી ગયાં હતાં. ત્યાં અગ્નિનો ભય નહોતો કારણ કે ત્યાં ઘાસ, વૃક્ષો-લતાઓ નહોતાં. સમગ્ર મેદાન સમતલ હતું. તેં શરીરને ખંજવાળવા માટે તારો એક પગ ઊંચો કર્યો. શરીર ખંજવાળી રહ્યા પછી તું તારો પગ નીચે મૂકવા ગયો. તે એકાએક જોયું તો તારા પગની નીચે એક સસલો પોતાનો જીવ બચાવવા માટે આવીને બેસી ગયો હતો. પગ મૂકવાથી તે મૃત્યુ પામશે એવી આશંકાથી તેં તારો એ પગ ઊંચો જ રાખ્યો. એવી સ્થિતિમાં એક દિવસ પસાર થયો. બે દિવસ પસાર થયા. દાવાનળ હજી શાંત થયો નહોતો. ત્રીજા દિવસનો પૂર્વા પણ પસાર થયો. ધીમે-ધીમે આગ શાંત થઈ. તમામ પશુઓ પોત-પોતાનાં સુરક્ષિત સ્થાને પાછાં વળ્યાં. તારો હસ્તિ-પરિવાર પણ ચાલ્યો ગયો. તે સસલો પણ દોડી ગયો. હવે તેં તારો ઊંચે રાખેલો પગ નીચે મૂકવા પ્રયત્ન કર્યો. પરંતુ તારો પગ અકડાઈ ગયો હતો. તે નીચે મૂકી શકાયો નહીં. તારું ભારેખમ શરીર લથડી પડયું. ત્રણ દિવસનાં ભૂખ-તરસ તથા ત્રણ પગ ઉપર આટલા લાંબા સમય સુધી ઊભા રહેવાને કારણે તારી શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. તું નીચે ઢળી પડ્યો. એ વખતે તારું આયુષ્ય સો વર્ષનું હતું. તું તરત જ મૃત્યુ પામ્યો. ત્યાંથી તું શ્રેણિકના ઘેર પુત્ર તરીકે પેદા થયો. .
‘પશુની એ યોનિમાં તું સમ્યગ્દર્શનથી સમન્વિત નહોતો, છતાં તેં એ વિકરાળ અને અસામાન્ય વેદનાને સમભાવપૂર્વક સહન કરી હતી. એ અપૂર્વ તિતિક્ષા થકી તને મનુષ્યજન્મ મળ્યો છે. આજે તું સમ્યગ્દર્શનસંપન્ન મુનિ છે. આજે માત્ર એક
સંબોધિ - ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org