SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ લાભ આપનારી તથા જે મોતીની જપમાલા, વરદાન (મુદ્રા), પુસ્તક અને કમળની (અલંકૃત) હાથવાળી છે, તે જિનેશ્વરની વાણી, કવિઓના સમુદાયમાં રાજ્યને (કવિસમ્રાટ્) માટે થાઓ. મુકુટને વિશેષ અલંકૃત કરનારા મનોહર ચંદ્રની કલિકારૂપ, ચૈતન્યના ચક્ર(સમૂહ)માં ચિત્તને આશ્ચર્યકારી ચતુરાઈના સમુદાયથી વ્યાપ્ત એવા ચિત્તના અમૃતને દીર્ઘકાળપર્યંત એકત્રિત કરતી એવી, જેના ચરણો ચારે વર્ણ(જાતિ)નાં પ્રિય વચનોથી પૂર્જિત છે તથા જે ક્રોધી નથી, જે ચારિત્રથી માન્ય છે તથા ચંદન (જેવા શીતળ) અને ચપળ ચંદ્રમાના લેપવાળી કપૂરથી લિપ્ત છે તે પ્રભુની વાણી (ભવ્યજનોનું) રક્ષણ કરો. કમલાકર (સરોવર)નાં કમળોથી શોભાયમાન થયેલા સુંદર હસ્તકમળ, પાણી અને હસ્તકમળથી અલંકૃત કરેલા હાથમાં રહેલા કમળવાળી જે છે તે શ્રુતદેવી, બ્રહ્માની કળાના સમૂહરૂપ કમળમાંથી (તમને) શ્રુત (જ્ઞાન) રૂપી લક્ષ્મી અપર્યોં. ૧ બ્રહ્મા-વિષ્ણુ પ્રમુખ નિર્મળ દેવોએ અને માનવોએ જેનાં ચરણ કમળોને વંદન કર્યું છેએવી, લક્ષ્મીપુત્ર પ્રદ્યુમ્ન (કામદેવ)ના ક્ષેત્રરૂપ નેત્રોના નિરીક્ષણ વડે ઉત્તમ હરણ અને કમળોને પરાસ્ત કર્યા છે એવી વિષ્ણુથી પૂજિત તથા શ્રુતની ચર્ચા(પૂજા)વાળી, જેના (દર્શન)થી દુઃખરૂપ મળ(દૂર) જાય છે એવી, તથા જેણે કમળોના ચિહ્નવાળા ચપળ ગાલની શોભાથી સરોવરના કમળને જીતી લીધું છે એવી દેવી અમને સુખ સેવા સમાઁ. ૨/૩ જિનેશ્વરના વદનરૂપ કમળના સ્થાનમાં ક્રીડા કરવામાં રસિક જાણે બાલહંસી હોય તેવી, જગતના લોકોની માતા તેમજ⟩જેને દીવ્યાંગના નમન કરે છે એવી, મૃતદેવી જય પામે છે. ð ચંદ્ર, પુષ્ટ તેમજ ઉત્તમ એવા ઈન્દ્રના (ઐરાવણ) હાથીના જેવા નિર્મલગુણોના નિવાસરૂપ એવી, તથા એકતાનમાં લીન, તથા પુષ્ટ કામદેવનો નાશ કર્યો છે એવા મુનિજનોનાં (જેની સહાયતાથી) અશુભનો નાશ કર્યો એવી તું છે. ૫ લય અને તાનના વિસ્તારવાળા ગાન તથા ગાયનની સખીરૂપ વીણાવાદનમાં વિનોદ પામતાં ચિત્તવાળી, મનન કરવા લાયક ચરિત્રવાળી, જેણે પાપોનો પણશ કર્યો છે એવી, પાપોથી મુક્ત એવી છે માતા ! હું જયવંતી રહે. 9 હે સરસ્વતી ! તારા ચરણની સેવારૂપી રેવા (સરિતા)ને પ્રાપ્ત કરીને નવરસનું લાલન કરવામાં ચપળ એવાં વિચક્ષણ (પંડિત)રૂપી કુંજરો (ગજરાજો), સુંદર ઉકિતના રસોથી કોલાહલ કરે છે. ७ તું રસના સમુદાયરૂપ તેમજ સુંદર ઉક્તિરૂપ મુકતામણિને (ઉત્પન્ન કરાવનારી) શુકિત (છીપ) છે તે મોક્ષની કળાનો સ્વીકાર કર્યો છે તથા તું કાવ્યોના સમુદાયરૂપ સફળ તેમજ ઉત્તમ એવા સારસ્વતરૂપે સાગરની વૃદ્ધિ કરવામાં ચંદ્રની કળા રૂપ) છો. ૮ Jain Education International હે દેવી! સુંદર પ્રમાણવાળા અંગ અને ઉપાંગવાળી સૌભાગ્યવતી એવી કે સરસ્વતી ! મધુર શબ્દના વિભેદના જાણકાર એવા દેવોએ (જેની સહાયતાથી) બ્રહ્મજ્ઞાન જાણી લીધું છે એવી, કૈરવ (શ્વેત કમળ)ના જેવી શોભાવાળી એવી તું મારા ઉપર પ્રસન્ન થા. ૯ હે સુંદર દેવાળી દેવી ! હસ્તરૂપ કમળના અગ્રભાગમાં જાગૃત એવી તારી જપમાલા મારા નાસાજ્વર - તાવ(દેહરોગ) રૂપી ટોપને વશમાં (દૂર) કરો અને તારી વીણા, પવિત્ર પુસ્તક, કમળ મારા (મને) (જ્ઞાન) કમળને પ્રસન્ન (વિકસિત) કરો. ૧૦ કમળના પત્રજેવા સુંદર ચરણવાળી, પરવાળાના અંકુરા જેવા (લાલ રંગની) સરળ આંગળીવાળી, મણિ જેવા શ્રેષ્ઠ નખવાળી, કઠોર નહિં એવી (મૃદુ) કર્મ ગોળ અને મૃત્યુજંઘાવાળી તથા કેળના સ્તંભ (થાંભલા) જેવા ઉજજવળ શુભ ઉરૂ (સાથળ)થી મનોહર, ઉત્તમ પ્રભાવાળી, સર્વોત્તમ ચાલવાળી, અતિશય વિશાળ નિતંબરૂપ કિનારાવાળી અને પાતળા પેટ વડે મધુર, મધુરતાની સીમારૂપ એવાં વચન અને ગોષ્ઠીના સમૂહવાળી તેમજ દેવોના સમુદાયો વડે પ્રણામ કરાયેલી તું જય પામ, જય ૧૧/૧૨ પામ. હે દેવી!અતિશયવિશાળ એવા હસ્તરૂપમૃણાલ (કમળતંતુ) વાળા નિર્મળ તેમજ પ્રસન્ન ચિત્તવાળાના મસ્તક ઉપર મુકાયેલાં એવાં તારા કોમળ હસ્તરૂપ કમળના યુગલને અમે ખરેખર વહન ન કરીએ એમ નથી. ૧૩ નૂતન સુવર્ણના બનાવેલાં વિવિધ આભૂષણો વડે શોભતી ભુજાવાળી, અસાધારણ, બરાબર ગોળ તથા દૈદીપ્યમાન મનોરંજક એવા હારથી યુક્ત, એવા પુષ્ટ સ્તનરૂપ કુંભયુગલવાળી તુંછે. ૧૪ ચંદ્રના જેવી વદનવાળી, મોતીના જેવા દાંતવાળી, પોપટના જેવા નાકવાળી, વિશાલ લલાટવાળી, તેજથી અલંકૃત કાજળ જેવા વાળના ચોટલાવાળી, તથા મધુર શ્રુતિથી સુવિશાલ એવી તું, મહાવતધારીઓનું રક્ષણ કર ૧૫ જેના ચરણરૂપ કમળને વિષે ભકિત, કવિઓના સમૂહને કલંકથી રહિત એવા કળાના મનોહર આનંદને પ્રોત્સાહિત કરે છે તે શ્રુતશકિતને હે કવિઓ ! તમે નમન કરો. ૧૬ જલપક્ષીઓમાં શ્રેષ્ઠ તથા પ્રશંસનીય એવા હંસ ઉપર આરૂઢ થયેલી, જેણે પ્રૌઢ ગુણોની શ્રેણિને પ્રાપ્ત કરી છે એવી, તથા પરાક્રમી મદનરૂપ ભ્રમરને (બેસવા માટે યોગ્ય) ચંપાની કળી સમાન, અને જેણે પોતાના દેહની કાંતિવડે દીપકની પ્રમાને ઠગી છે એવી તું છે. १७ મણિવડેઅલંકૃત એવા નૂપુર (ઝાંઝર)ના ઝણકારવડે જડલક્ષ્મી (જડતા)નો નિરાશ કર્યો છે એવી, ઉત્તમ તરૂણી, કે ४९ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy