SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીઓએ (બતાવેલો)માર્ગ છે અન્ય(બીજો) કોઈ નહિં (એમ) હું જાણું છે. ૨૩ હે વરદાન દેનારી (શારદા)! ક્રીડા કરતી કૃપાના નિવાસ - રૂપ, પવિત્ર વિકસ્વર કમલવાળી, (અનેક ગ્રંથોથી) ભરપૂર હ્રદયવાળી, અતિશય શ્રેષ્ઠ તથા નિબિક (ગાઢ) કિરણોથી યુક્ત મહાપ્રભાવશાળી એવા તારા દેહને, પંડિતો નિર્મળ જ્ઞાન સ્વરૂપી કહે છે. ૨૪ હે દેવી ! જેનાવડે પુરુષોત્તમ એવાં આદિ પુરૂષ (ઋષભદેવ)ને સ્નેહી કરાવ્યાં (તથા) જેને પોતે તપ કરીને સમસ્ત વિશ્વને દેખનારી મહિમાયુક્ત કેવલજ્ઞાનતાને પ્રમાણરૂપે સિદ્ધ કરી આપી અને વિશ્વની માતા-જગદંબા જે છે તે તું જ છે એમ હું જાણું છું. ૨૫ હે દેવી ! વધતાં જતાં ફળને આપનારો, બહુ રાજયોના લાભવાળો, જગતમાં સમસ્ત લોકને હિતકારી એવા માર્ગરૂપ તથા જે તીર્થકરથી ઉત્પન્ન થયેલો છે, દહિંના શોષણાર્થે (ધી ની પ્રાપ્તિ કરાવનારા) મંથનડ જેવો, હવોની પરંપરાના ઉચ્છેદ માટે તારાવડે જે સિદ્ધાંત સ્થાપન કરાયો છે તે માતાને નમસ્કાર થાઓ. ૨૬ દે (લક્ષ્મી સ્વરૂપા) ઈન્દિરા ! તે જ તું ગુણવાળી છો. એથી કરીને જેમ મધ્યાહન સમયે વિહરણવાળા સૂર્યને તેજમાં જોવામાં આવતો નથી તેમ તારા વિષે પણ જેમનું ચારિત્ર ષ્ટિ(પ્રિય) છે એવા (મુનિઓ )વડે તથા બીજા ચતુર (જનો) વડે સ્વપ્નાંતરમાં પણ ક્યારેય અવગુણનો દેશ પણ તારા વિષે જોવાયો નથી. ૨૭ હ (મૃતદેવતા)! તારા સ્તનોની સમીપ રહેનારું હારના મધ્યભાગમાં રહેલું એવું કૌસ્તુભ (નામનું) રત્ન કે જે ઉંદચાચળ અને અસ્તાચળની સમીપ જનારાં સૂર્યમંડળ જેવું (ગોળ) તે રત્ન અહિં તારા દેહની શાશ્વતી શોભાને સહસ્રગુણી કરે છે. એથી કરીને તું વંદન કરવા યોગ્ય છે. ૨૮ કે નિઃસ્પૃહા સરસ્વતી ! જેમ ઉંચ્ચ ઉદયગિરિ ઉપર રહેલાં સૂર્યના કિરણો વિશ્વવ્યાપી અંધકારનો નાશ કરે છે તેમ તારી વાણીના વિલાસો પ્રખર વિદ્યાના વિનોદ (આનંદ)યુકત વિદ્વાનોની જિહવાના અગ્રભાગે રહેલા અજ્ઞાનમાત્રરૂપ અંધકારનો વિનાશ કરે છે. ૨૯ હૈ સુંદર મુખવાળી (સરસ્વતી)! પ્રથમ તો સંકટોથી વ્યાપ્ત એવા બંને (નાગલોક - પૃથ્વીલોકરૂપી)પૃથ્વીતોને પવિત્ર કરીને જે આ તારી કીર્તિ, ઉજજવળ કળશના જેવી છે તે મહિમાઓના અતિશય વડે જાણે સુમેરૂના સુવર્ણમય તટનું ઉલ્લંઘન કરતી ન હોય તેમ હમણાં સ્વર્ગલોકને શ્વેત બનાવી રહી છે. 30 હે જગદંબા ! હે જ્ઞાનવતી ! તારા દેહ (પેટ) ઉપર રહેલો અને ત્રિભુવનના પરમેશ્વરપણાનું કથન કરનારો આ તારો Jain Education International બિવલીનો માર્ગ (ગંગા યમુના અને સરસ્વતીરૂપી) ત્રિવેણીના સંગમની જેમ રોમરૂપી કોલો વડે જગતને પવિત્ર કરે છે અને વિશેષે શોભે છે. ૩૧ હે સાધ્વી ! જ્યાં તું જ ભાષ્યની ઉકિત અને યુક્તિઓથી ગહન એવાં શાસ્ત્રરૂપી સરોવરો રચે છે ત્યાં ખરેખર પંડિતો સુંદર તેમજ પ્રચુર વર્ણવાળા વાયરૂપી સુવર્ણમય કમળો રચે છે એમ અમે જાણીએ છીએ. ૩૨ હૈ બ્રાહ્મી ! રચના વડે અત્યંત મનોહર તારો વાણી વૈભવ જેવો વિજયી વર્તે છે તેવો અન્યનો નથી (કેમકે) ચંદ્ર અને સૂર્યના કરતાં પણ વધારે તારાં કુંડળોની કાંતિ જેટલી છે તેટલી કાંતિ ઉદયમાં આવેલાં ગ્રહોના સમુદાયની પણ કાંથી હોય ? 33 હે કલ્યાણિ ! જેણે ઈન્દ્રના ભયની (પણ) અવગણના કરનાર જે દૈન્યે (શંખ નામે) બ્રહ્મા પાસેથી રહસ્યાત્મક (ચાર) વેદોને બળાત્કારપૂર્વક ગ્રહણ કરીને તીવ્ર ક્રોધ વડે તેને સમુદ્રમાં સંતાડ્યા, તે ભયંકર દૈત્યને જોઈને તારા સેવકોને ભય નથી. ૩૪ (હે કલ્યાણિ!) ગર્જના કરતાં એવાં મેઘના સમાન (શ્યામ) દેહવાળા ગજેન્દ્ર(હાથી)ના વિસ્તીર્ણ કુંભના આલિંગનાર્થે તથા વિજય મેળવવાને માટે તેના ઉપર આરૂઢ થયેલો એવો તેમ જ ભૂમિને વિષે યુદ્ધ કરવાને માટે જેના અશ્વો તેમજ પાયદળોનું લશ્કર કટિબદ્ધ થઈ રહ્યું છે એવો શત્રુ પણ તારા ચરણયુગલરૂપી પર્વતોનો આશ્રય લીધેલાને પીડા કરી શકતો નથી. ૩૫ (હે ભદ્રે)! માંસ, લોહી, હાડકા, રસ, વીર્ચ, લજ્જાશીલ મજ્જા (ચરબી) અને સ્નાયુ એ (સાત ધાતુ)વડે ઉત્પન્ન થયેલા શરીરને વિષે પિત્ત, વાયુ અને કફ વિગેરે વિકારોથી ચપળતા પામી ગયાં છે અવયવો જેનાથી એવા વ્યાધિરૂપી સમસ્ત અગ્નિને તારા નામના કીર્તનરૂપી જળ શાંત કરે છે. ૩૬ જે પુરૂષના હૃદયમાં તારા નામરૂપી સર્પને વશ કરવાની જડી(બુટ્ટી) છે તે નિર્ભય ચિત્તવાળો હોઈ અસત્ય પ્રલાપોને વિષે અત્યંત આસકત વિશેષતઃ ઈર્ષ્યાળુ તેમ જ એકાંત પક્ષનો અંગીકાર કરવાથી વિલખાં વદનવાળા બનેલા એવાં દુર્જનરૂપી સર્પને ચૂર્ણ કરે છે. (વશ કરી લે છે) ३७ હે દેવી ! પ્રાચીન કર્મો વડે ઉત્પન્ન થયેલાં આવરણોવાળી, જેને વિષે ગર્વની અધિકતાવડે ગાઢ આળસનું મજબૂત મુદ્રણ થયેલ એવી મનુષ્યોની મૂર્ખતા, લોકને વિષે તારા સંકીર્તનથી ઘરોને વિષે દીપકના કિરણોથી ચૂર્ણિત થયેલા અંધકારની જેમ નાશ પામે છે. ૩૮ (હે દેવી !) નિરંતર તારા ચરણ કમલરૂપી વનનો આશ્રય લેનારાં (ભકતો) સાહિત્ય અને વ્યાકરણના રસામૃતથી પરિપૂર્ણ એવી તેમ જ પંડિતોના તર્કરૂપી કઠોર મોટા કોલો વડે મનોહર ४३ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy