SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ચાંદની અને સુગંધંથી પણ સુંદર કીર્તિના ફેલાવાથી સેવનીય છે. કાલ, આજ્ઞાથી માંડી શિવલોક સુધીના સર્વ ઉંદર ભરવા જે સમર્થ છે. અને અંતઃ પ્રજ્ઞાના પરિપાકથી પુષ્પ પરમ આનંદની પ્રતિષ્ઠાનું જે સ્થાન છે. ૨૦. ચંદ્રની કળામાંથી સર્યું ન હોય તેવું ઉંચે સ્ફુરાયમાન વામ્બીજ (k) એના તારા જેવા વિશાળ બિંદુ ફરતું માયાબીજનું ત્રિ આવેપ્ટન કરી અર્થાત્ માયાબીજના ત્રણ આંટા આવેષ્ટિત તારા જેવા ચમકતા ોત હૈંકારને જે ચંદ્રના પૂર્ણબિંબમાં અમૃત જેવા ગૌર અક્ષરથી આલેખિત કરી કાનને પણ ન સંભળાય તે રીતે જિા સ્થિર કરી સ્મરે છે. ૨૧. તેનું ચિત્ત દીર્ઘકાલીન જતાના કારણે વિકારથી ભરેલું હોવા છતાં તારા કરૂણા કટાક્ષની કણીમાત્ર, સંક્રાન્ત થતાંજ શાંત થઇ જાય છે. તે થતાંજ તેના મુખરૂપ કમળમાં ત્રણે જગતને વિસ્મય જનક પરમ સુગંધ વાણીના વિલાસ દ્વારા ઉત્પન્ન થાય છે. ૨૨. હે અંબિકે તારૂં વર્ણમય શરીર કેવું છે ? ઓ - ઉપરના હોઠ ટવર્ગ - દક્ષિણ ચરણ - નીચેનાં હોઠ તવર્ગ - વામ ચરણ આ - જીવા મૂળ પાક બે કૂક્ષિ - પડખાં અઃ- ડોક બ-મ-મ વાંસો‘નામ ઉદર કવર્ગ - જમણીભુંજાયરલવ શષસ - ૭ ધાતુ ચવર્ગ - કાલી ભુજા હ. વાયુ ક્ષ - ક્રોધ છે. ૨૩.૨૪. હે શિવે, આ રીતે લોકત્રય વ્યાપિ તારા વર્ણમય શરીરને જે ભાવના દ્વારા અવયવોમાં (અંગોમાં) આરોપિત કરેલા અક્ષરોવડે ભજે છે. તે સૂર્યાસ્ત થતાં બીડાયેલા કમળના ડોળા જેવી હથેલી તેના મસ્તક પર ધરી પ્રસાદ આપવા ઉત્સુક બધી વિદ્યાઓ પ્રગટ થઈ તેને (સાધકને) સેવે છે. ૨૫. અ- મસ્તક આ મુખ ઈ ઈ - બે ન હું ઊ - કાન એ - ઉપરના દાંત ૐ - નીચેના દાંત જે આ રીતે તને (તારા વર્ણમયતનુને) જાણે છે. જપે છે, નિરંતર પૂયાન કરે છે. કોમલ પદવિન્યાસવાળી વાણીનો વિલાસ તેની ઉપાસના કરે છે. અને ચંદન જેવી શીતળ એની કીર્તિ કાર્તિકની રાત્રિમાં ખીલેલા કૈરવ જેવી ઘવલ ચમકી. સૌભાગ્યની શોભાને વધારી ત્રણેલોકમાં ીડા કરતી વિચરે છે, ૨૬. વળી શ્રીધર્મચકના કર્યા પ્રમાણે માયારૂપીજળ વિદર્ભિત કરી ઉપરની રીતે જે દીવાનાયના વૈજ્ઞાયો જપ કરે છે તેના ચરણોની સેવા મુકુટની કીનારી પર રહેલા રત્નરૂપ અંકુરાની કાંતિથી ચમકતી પૃથ્વીતલની રજથી જેના અંગરાગની શોભા મિશ્રિત થઈ છે. તેવા રાજાઓ પણ કરે છે, અર્થાત રાજાઓ તેના ચરણમાં આળોટે છે. ૨૭. હું અંબે, પ્રથમ શ્રીં પછી અથી ક્ષ સુધી વર્ણ છેલ્લે ક્ષ પછી Jain Education International મૈં આ રીતે તારા વર્ણમય શરીરને જે ભજે છે. લક્ષ્મી તેની આગળ ઉજાગરાં કરે છે. અને મદમત્ત હાથીના મદજળથી ગંધ લહરીમાં લોલુપ ભમરની શ્રેણિરૂપ શૃંખલાથી બાંધી ન હોય તેમ ક્યાંય ખસતી નથી. ૨૮. જે સાધક પરવાળાનો દ્રવ અને લાલ ચમકતી વીજળી જેવા રંગે પોતાને વેષ્ટિત કરવા ત્રણ વલયથી યુકત માયા બીજ રૂપે (f) તને ધ્યાવે છે. તેને માટે તૈતેસ્ત્રિવિશ્વાસ-પક્કર-પસીનોદારૂ તે-તે સ્ત્રીઓ નિશ્વાસ-ચક્કર-પીનો-દાહ આદિમાં ફસાયેલી મૂર્છિત થઈ જાય છે. અને શીતલ ચંદ્ર - ચંદન - કદલીવન - મોતી ના હાર ફૂલની માળાને પણ નિંદિત કરે છે. અર્થાત તે કામાગ્નિથી એવી સંતપ્ત થાય છે કે કોઈ શીતળ પદાર્થ તેને શાંતિ નથી આપી શકતો. ૨૯. હે માં ભગમાલિની એવા નામથી દિવ્ય આગમો (તંત્ર) માં પ્રખ્યાત જે તારૂં આનંદમય સ્વરૂપે ધ્યાન કરે છે. ખરેખર (કામપીડિત) વામાક્ષીઓ ભૂજાઓની અદબ ભીંડી સ્તનતર દબાવી દીન ચાકિત, પ્રગાઢ રોમાંચ, અને અર્ધીચી આંખોથી તેનું ધ્યાન કરે છે. ૩૦. હે માં, રાગ સાગરમાં તરતી સિંદૂરવર્તી નૌકામાં સ્વચ્છંદપણે ચમકતા પદ્મરાગમણી અને કમળના ફૂલ જેવા આસન ઉપર બિરાજમાન તારૂં જે સાધક ધ્યાન કરે છે. બાલ રવિ જેવા લાલ રત્નોથી પરિડિત અંગે અંગની વિશ્વાની તેજરેખાથી સંમિશ્રિત તેની અંગરાગની રચનાનું (શોભાનું) અંગનાઓ સ્મરણ કર્યા જ કરે છે. ૩૧. અને સ્મરના અપસ્મારના મહાવેગથી પીડાયેલી (અત્યંત કામપરવશ) તે સ્ત્રીઓ કપૂર, કુમુદનું વન, કમલિનીના પાંદડા, અને કલા કુતૂહલમાં પણ પ્રલય કાળથી શંકા કરે છે.. ધ્રૂજે છે, પડે છે, બોલી પણ શકતી નથી. બાપડી અત્યંત શોકવિલ બની જાય છે. ૩૨. હૈ મૃત્યુંજય નામીયા, હે ભગવાન ના ચૈતન્યની સંનિકે, હ્રીઁકારિ ! હે આદ્ય, (અમારાં) તમસનું દલનકર! હે રસ સંજીવનિ તું મારા જીવને પ્રાણથી ખૂલતી ચગ્રંથીમાં સ્થિર કર ! સ્વાહાની ભૂજાવાળી હે ઈશ્વરી ! આત્મબોધના લાભમાં ઉત્સુક હું તારી સેવા કરૂં છું. 33. આજ રીતે હું અમૃતેશ્વરી ! તને અહર્નિશ ચંદ્રમંડળમાં નિરંતર ચમકતી કાયાવાલી તને સાક્ષાત્ પૂજે છે. તે સાધકો ત્રણે ભુવનની કોળિયો કરતા મૃત્યુના માથા ઉપર પગ દઈને ભોગના મહાસાગરમાં નિવધિકાળ સુધી તે સુખોવડે ખેલે છે. ૩૪. જાગૃત બોધના અમૃતકિરણોના પુંજથી સર્વ દિશાઓને આપ્લાવિત કરતી જેની કોઈ એવી નિષ્કલંક કલા (કુંડલિની શક્તિ) પદ્મનો ભેદ કરે છે. અને દૈન્યના અંધકારનો નાશ કરવામાં એકમાત્ર કુશળ એવી પરા વાણીને વિસ્તારે છે. તે १२९ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy