SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. તારૂં હું ધ્યાન કરું છું. મારી સૂકિતઓ તારી કરૂણાથી વિકસિતા થયેલી પવિત્ર મેધા યુકત બનીને ખેલો ! | હે માં ભુવનેશ્વરી, તુંજ વાગેવતા છે. પિપળાના જેવા મનોહર તું આધાર-ચક્રમાં આદરવાલી છે. (સ્થિત છે) હે માં, હું નિત્ય તારીજ સેવા કરું છું તો મારી વાણી દિવ્ય બનો અને શરઋતુની ચાંદનીના સ્પર્શથી ઉછળતી, સુધાસાગરથી સ્વચ્છંદપણે ફેલાતી લહરીઓના વિલાસને જીતી લેતી ચમકો ! હે માં, પ્રસ્તુત વિષયના જાણવા લાયક તત્વથી સુરભિથી. શોભિત, પુસ્તકથી મંડિત અને નયન મનોહર શોભાવાળો. તમારો ડાબો હાથ અને સ્વસ્તિ કરનાર થાઓ (અને) જ્ઞાનમુદ્રા દર્શાવતો નવીન પરવાળાની વેલ જેવો લાલ અને સરળ આંગળીવાળો ડાબો હાથ મારી ભ્રાંતિને હરનાર હો ! હે માં, પાપના જાળાના મૂળથી દહન ક્રીડાથી કઠોર, કરૂણાના અમૃતથી કોમળ તમારી દષ્ટિ મારા પર સિદ્ધિઓથી ઉભરાતી ફેલાઓ ! જેના પ્રભાવે પોતાને અભીષ્ટ પ્રબંધની લહરીના શ્રવણકુતૂહલથી ચુમ્બિત અંતઃ કરણ વાળા વિદ્વજનોને ઉચિત ગુણવાળી વાણી હું રચી શકું ! ૭. | હે માં, આધાર ચક્રના ચતુર્દલ કમલમાં વાગ્બીજ (f) ના ગર્ભમાં રહેલી તને હું પૂછું છું. તું અકાર આદિના પ્રત્યાવર્તનોથી (માતૃકાક્ષર ધ્યાનથી પુપિત થઈ ઉપર ચડતી માયા લતા. (કુંડલિની) છે. જે સહસાર કમળની અંદર ઉછળતી ખેલતી. સુધાના કલ્લોલોના સમૂહના ભ્રમણનો ચમત્કાર કરવામાં અલૌકિક ૧૪. હે માતા, ત્રણ (તેની દ) મંત્રબીજરૂપ શરીરવાલી. કરૂણાની અમૃતસરિતા અને મેધામયી તારૂં અનુક્રમે આધારચક્ર, હૃદય અને સહસારમાં અનુસંધાન કરીને નિરંતર જપ કરતાં મારા સઘળાં અંગો, સ્વાગત અનુપમ સ્વભાવદ શાના અમૃતના આસ્વાદનવાળા પ્રજ્ઞાન જળના ચુલુકપાનથી પુલકિત થઈ પુષ્ટ બનો. હે માં, આ વાગ્બીજ (f) ને કામરાજબીજ (વર્તી ) હાદિ કારોત્તર (દ) નો હું જાપ કરું છું તેના પ્રભાવે મારી વાણી. એવી અદ્દભુત ઝૂમો કે જેનો રસપીને ઝૂમતા ધીરપુરૂષો માથું ડોલાવી ડોલાવીને મુકુટમાં જડેલા મણિથી જાણે (તારી) આરતી ઉતારે. ૧૩. ચૂડા માં રહેલ ચંદ્રકલામાંથી નિરંતર ઝરતા અમૃતબિંદુઓ. ની શોભાથી આભૂષણ જેવા બનેલા અક્ષસૂત્રના વલયને અત્યંત ધારણ કરતી તું મંત્રગર્ભિત પ્રત્યક્ષપણે વર્તતા તારાજ બીજનો જાપ કરે છે. તે તું હે અંબા ! નમણા હાથથી મને ઘણું બધું શ્રેય આપ ! હું તે વાણીની સ્વામિનીને (તેને) નિરંતર સેવું છું. જે ચંદ્રના ટૂકડા જેવી શ્વેતકાંતિની શ્રેણિની શોભાથી અત્યંત મનોહર, નિરંતર ખીલેલા કમળમાં સ્વસ્તિકાસન બાંધીને ચમકી રહી છે. અને ડાબા ઘૂંટણ પર મૂકેલા કરમાં જે પુસ્તક ધારણ કરવામાં પ્રીતિ પામી છે. (તેના પ્રભાવે) સઘળા વિષયોમાં વિલસતા પુષ્ટ અસીમ સારસ્વત પ્રવાહની લહરીના અદ્ભુત તરંગોથી સુભગ મારી તે વાણીનો પ્રવાહ એવો ચમકવા લાગ્યો કે તેને સાંભળીને ડોલતાં માથા અને અર્ધમીંચી આંખો સાથે ઝૂમવા લાગેલા કવિજનો ચંદ્રની કળાને પણ ઉતારી પાડે. ૧૬. તેની ટ* આ ત્રણે બીજોનું ધ્યાન કરવાં હું માતૃકા સાથે વિલોમ (પચાનુપૂર્વી) પદ્ધતિથી અનુસંધાન કરી સઘળાં બંધનને છેદનારી અંતર્જલ્પા વાણી વડે હે મહેશ્વરી હું ૧૦૦ માત્રાનો જપ કરું છું. ૧૭. તેના પ્રભાવથી સારસ્વત સાર્વભૌમની મારી પદવી એવી દેદીપ્યમાન બને કે જયાં આજ્ઞાધીન એવા સેંકડો મહાકવિઓ. મારી ઉદાર વાણીને ચૂમે અને ચૈત્રમાસમાં ઉઘડેલા, કેલિ કોકિલના કૂહૂકારથી શ્લાઘગનીય પંચમસૂરના મધુરગાનને પણ ભારભૂત માને. ૧૮. વીણા-પુસ્તક, અક્ષસૂત્રનું વલય, અને વિકસિત કમળને લાલ હથેળીમાં ધારણ કરીને વિલાસ તી(તને) વાÈવીને હું નિત્ય છે હૈં વદ વદ વાગ્યાદિની સ્વાહારૂપ વર્ણો વડે પાપપુંજને વિશીર્ણ કરતીધ્યાવું છું. તો હે માં તું મારું એવું વિદ્યાસામ્રાજ્ય ફેલાવો કે જેનું સિંહાસન ૧૫. છે. (સોડહં) તારાથી તન્મય થયેલો હું તારી કરૂણાના કટાક્ષનોજ આશ્રય કરીને પાંચ ઇન્દ્રિયોના માર્ગમાં ભમતાં મનને પાછું ખેંચી સ્થિર બન્યો છું. (તેથી) શિવજીના મસ્તકપર રહેલી. ચંદ્રકળામાંથી ટપકતા અમૃતથી સ્વચ્છેદ બનેલા હિમાલયની હિમશિલા સમી શોભતી ભારતી (વાણી) મારા જિલ્લા મંડપને આલિંગિત કરો. હે માં! માતૃકાથી વિદર્ભિત કરેલું ગર્ભમાં રહેલા અનાહતના સ્વચ્છેદ ધ્વનિ દ્વારા પી શકાય તેવા મધુને (દિવ્યમ) હું સુષુણાના પહાડમાં 8 થી સુધીના વર્ષોના વિપરીતા ઉચ્ચારથી વારંવાર પીઉં છું. ખરેખર માયામય (માયાબીજરૂપ) તારૂં તેજ સ્વાધીન (સહસારમાંથી ઝરતા) અમૃતના ઉદધિ થી અત્યંત સુંદર છે (મધુર છે) ૧૦. તે (અનાહત ધ્વનિથી અત્યંત મધુર) તારી ભીતર ચોમેર ધૂમતો સારસ્વત પ્રસાદ મને આપ કે જેથી આગળ નંદનવનના મનોહર ચંદનતરુની છાયામાં પુષ્પ મોરેય સ્વર આસ્વાદનથી અત્યંત પ્રસન્ન ચિત્તવાળી ઉન્મત્ત રૂપાંગનાઓના વીણાવાદનથી. તરંગિત થતો અનુપમ સ્વર ચમત્કાર પણ ફીકોફસ લાગે. ૧૧. ૧૯. १२८ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy