SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ सुकविमानसमानसमाकुला, हरतु नो दुरितं भुवि भारती ॥९।। कमलकैटमनां विपनोदरी, सकलमंगलभूरूहमंजरी। बहुधनार्पिततामृतवल्लरी, हरतु नो दुरितं भुवि भारती ॥१०।। सुरनरानररानररागदा, विबुधिमा बुधिमा बुधिमानदा। सुकविता कविता कवितारदा, हरतु नो दुरितं भुवि भारती ।।११।। स्तुतिमिमां पठते प्रतिवासरं, जगति यो ग्रहणी सुखसंपदां। भवति तस्य सदा वरदायका, उभयलोकसुखं लभते नर : ॥१२॥ मुनि-विलोचन-बाण-मही समे, नभसि मास तिथौ प्रतिपद् रवौ। द्विजवरानुचरस्तवनं गिरा, स्तुति नमोद्विजलंबसुतो हरिः ॥१३॥ भगवति स्तवनं प्रसुकोमलं, भयनदोषदरिद्रविनाशनं। मम कृपा क्रियते विद्याधरं, प्रतिदिन हृदये कमलापतिः ॥१४॥ कमलभूतनया मुखपंकजे, वसतु ते कमला करपल्लव । वपुपिने रमतां कमलागज: प्रतिदिनं हृदये कमलापति: ॥१५।। કમળની નાળથી શોભાં પામતી ભુજાવાળી, કમળની કોમળતાં ઉત્પન્ન થનારી અને પવિત્રતા જગતમાં ભારતી દેવી અમારા પાપને દૂર કરે. પ્રગટપણે પ્રશંસાયોગ્ય હાથમાં જપમાળાવાળી, કમળપુસ્તક અને વીણાની વિદ્યાને ધારણ કરનારી શ્વેત (દેદીપ્યમાન) હંસનો સુંદર રીતે આશ્રય કરેલાં વાહનવાળી, જગતમાં ભારતી દેવી અમારા પાપને દૂર કરે. તે જ પતિ (સ્વામી) સ્વરૂપ છે જે સમસ્ત વિશ્વની અધિકારિણી (અને) પ્રકાશના સ્થાન નક્ષત્રાદિ (બ્રહ્માંડ)ને ધારણ કરનારી, સકલ ધર્મ રૂપી અમૃતરસના સાગરવાળી, અને મંત્રથી ઉત્પન્ન થયેલ મનુષ્ય સંબંધી ધ્વનિને વિષે મહાન ઘંટા (અવાજ)વાળી જગતમાં ભારતી દેવી અમારા પાપને દૂર કરે. ૮ કમળના કંદ (બીજ) જેવા શ્વેત (શુદ્ધ) આચરણને પસંદ કરનારી, મુગટ-કંકણ (હાથના કડાં) અને હારથી સદાય અલંકૃત સારા કવિઓ દ્વારા વિશિષ્ટ માનસ (હૃદય) ના સમાનથી ઉત્કૃષ્ટપણે પ્રશંસિત થયેલી જગતમાં ભારતી દેવી અમારા પાપને || સપૂઈમ્ | દૂર કરે. ૪૭, ભાષાન્તર પંચવિનાયક (મોદ - પ્રમોદ- દુર્મુખ - સુમુખ ગણનાયક) નું દર્શન પુષ્કળ પ્રકારે સુખવાળું, અનંતધન આપનારું, શત્રુઓના સમુહમાં જય કરનારું, મિત્રનો સમાગમ કરનારું અને વેદાદિ શાસ્ત્રોમાં વિવેકનો મહાઉદય કરનારું હોય છે. નિર્મળ શરદપૂર્ણિમાના ચાંદ સરખા મુખવાળી, હરણ - કમળ અને ખંજનપક્ષી જેવા લોચન (નેત્ર)વાળી, તાજા (કોમળ) વૃક્ષની કુપળોને ધારણ કરનારી જગમાં ભારતી દેવી અમારા પાપને દૂર કરે.. કાનમાં શોભા પામેલા સુંદર મણિઓના કુંડલવાળી, ભમરા જેવા સ્નિગ્ધ અને કાજળ સમાન કાળા કેશવાળી, સુવર્ણ અને રત્નના મનોહર કંદોરાવાળી જગતમાં ભારતી દેવી અમારા પાપને દૂર કરે. ચંદ્ર-રાજ હંસ પાણી જેવા સ્વચ્છ જ્ઞાનના ઉછળતા જળવાળી, પાતળી લતા, ફુલો અને કમળની જેમ કોમળ, દાંતો દાડમની કળી જેવા સુશોભિત જગતમાં ભારતી દેવી . અમારા પાપને દૂર કરે. ઉનત સ્તનતટથી સુવર્ણ કળશ અને હાથીના કુંભ સ્થળને જિતનારી, ચરણની કાંતિથી લાલ કું પણ કુલને હરાવનારી, જગતમાં ભારતી દેવી અમારા પાપને દૂર કરો. અતિસ્વચ્છ લાલ (પરવાળાં) જેવી આંગળીની મુદ્રાવાળી. કમળના (ગુણધર્મોને) તિરસ્કૃત કરનારા મનવાળી, (?) વિશેષે સ્તુતિ કરવા સ્થાનભૂત, સકલ કલ્યાણરૂપી વૃક્ષની મંજરી, ઘણાં ધનનું દાન દેવામાં અમૃતની વેલડી રૂપ, એવી જગતમાં ભારતી દેવી અમારા પાપને દૂર કરે. ૧૦ દેવો, મનુષ્યો અને રાક્ષસોને દાન દેનારી અને પરમાત્મા પ્રત્યે અનુરાગ આપનારી, પંડિતો, અપંડિતોને સંપૂર્ણ બોધપૂર્વક (અને) સન્માન આપનારી, પ્રસિદ્ધ કવિઓના સમૂહને કવિ કર્મ, માટે કવિ (સારસ્વત) મંત્ર આપનારી, કામધેનુ ગાયની જેમ અને પ્રકાશની જેમ શકિતસંપન્ન (સરસ્વતી) અધિકારિણી છે. ૧૧ જે દેનિક આ સ્તુતિને ભણે છે (તે) સુખની સંપદાને ગ્રહણ કરનારો જય પામે છે. હંમેશા તેને દેવી ઉત્તમ વરદાન આપનારી થાય છે અને ઉભય લોકના સુખને પ્રાપ્ત કરે છે. ૧૨ ૧૪૨૭ (ચૌદશો સત્તાવીશ)ની સાલ શ્રવણમાસમાં એકમને રવિવારે સ્તુતિમાં મનવાળા જિલંબના પુત્ર હરિએ સરસ્વતી વિષયક ઉત્તમ બ્રાહ્મણો ના મુખમાં રહેનારું સ્તવન રચ્યું (બનાવ્યું) છે. ૧૩ - વિદ્યાને ધારણ કરનારું, અત્યંત કોમળ અને ભય દોષ દરિદ્રતાનું વિનાશ કરનારું આ સ્તવન છે. હે ભગવતી ! (તારા વડે) મારા માટે કૃપા કરાય છે. હંમેશા હૃદયમાં વિષ્ણુ (રહે) છે. ૧૪ મુખરૂપી કમળમાં સરસ્વતી રમે છે. કમળ તંતુની જેમ વિસ્તરેલા અને કોમળ પાંદડા જેવા હસ્તમાં લક્ષ્મી રમે છે. શરીરના અંતકાળે હંમેશા હૃદયમાં લક્ષ્મી દ્વારા અલંકૃત થયેલા વિષ્ણુ રમે છે. -: સંપૂર્ણ : ११५ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy