SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સાધક પોતાના સદ્ગુરુદ્વારા આમાંનું કોઈપણ આલંબન પ્રાપ્ત કરી સારસ્વત પ્રસાદ પ્રાપ્ત કરી શકે. માત્ર પુસ્તકમાં લખેલા કે છાપેલ પ્રયોગ ફળદાયી નીવડતા નથી. ઉપરથી દુષ્ફળ-દુર્ગતિ આપનાર બને છે. એમ સ્પષ્ટ ચેતવણી મંત્ર મહર્ષિઓ ગ્રંથમાં આપે છે. મંત્ર કે ઔષધ અધિકારી ગુરદ્વારા અપાય તો જ સાધક માટે ફળદાયી નીવડે છે. આ વાતનો સાધકે ખાસ ખ્યાલ રાખવો. ખરેખર તો મંત્ર, પુસ્તકો શિષ્ય માટે નહિ ગુરુમાટે જ લખાય છે. છપાય છે જેમાંથી યોગ્ય પ્રયોગ શિષ્ય માટે પસંદ કરી ગુરુ કરાવી શકે ને ફળ મળે. જેન પરંપરામાં સારસ્વત ઉપાસના સર્વપ્રથમ આચાર્ય સિદ્ધસેન દિવાકરજીના ગુરુદેવ આચાર્ય વૃદ્ધવાદિ સૂરિજીના જીવનમાં દેખાય છે. વૃદ્ધવ દીક્ષિત મુકુંદવિપ્ર ગુરુભાઈઓના વચનથી ઉત્તેજિત થઈ ભરૂચના શકુનિકા વિહાર ચૈત્યમાં અનશન લઈને બેસી ગયાં ૨૧માં દિવસે સરસ્વતીનો વર મેળવ્યો. મહાનવાદી બન્યાં ને શ્રી વૃદ્ધવાદિ સૂરિના નામથી વિખ્યાત થયાં. પૂ. આચાર્ય બપ્પભટ્ટસૂરિ મ.પૂ.આ, હેમચંદ્રસૂરિ મ. ઉપા. યશોવિજયજી મ. શ્વેતાંબર જૈન પરંપરાના પ્રખ્યાત સિદ્ધ સારસ્વત મહર્ષિઓ છે. તો દિગંબર પરંપરામાં આ મધિષણ પ્રખ્યાત છે. આ. બપ્પભટ્ટને મોઢેરાની પોશાળામાં, શ્રી હેમચંદ્ર મુનિને અજાહરીમાં પૂ. યશો. વિજયજીને ગંગાતટે સરસ્વતીનો વર મળ્યો. છેલ્લા શતકમાં શ્રી હિંમત વિમલજી તથા યોગીરાજ શાંતિસૂરિએ (આબુવાલા) અજાહરીમાં સરસ્વતી પ્રત્યક્ષ કર્યા. હતાં. આજે પણ અનેક સમુદાયોમાં સારસ્વત સાધના ચાલી રહી છે. કો'ક ભાગ્યશાળીએ માતાના દર્શન પણ પ્રાપ્ત કર્યા છે. બાકી. ઘણા મનિ ઓ આ સાધનાના પ્રભાવથી મહાવિદ્વાન કે પ્રભાવશાળી વકતા બન્યાં છે. કવિશ્રેષ્ઠ બન્યાં છે. જૈન પરંપરામાં અજારી, શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલી સિદ્ધ સારસ્વતી ગુફા, કાશીનો ગંગાતટ, ભૃગુકચ્છનું મુનિ સુવ્રત મંદિર આદિ સારસ્વત સાધનાના કેન્દ્ર રહ્યાં છે. આ સિવાય શ્વેતાંબર-દિગંબર પરંપરાની પોશાળો અને પાઠશાળાઓ પણ સારસ્વત સાધનાના કેન્દ્ર રહ્યાં છે. જ્યાં ગુરુકૃપાથી સારસ્વતા વર પામી મહાકવિ અમરચંદ્ર જેવા અસંખ્ય નામી-અનામી કવિ અને વિદ્વાન મુનિવરો થયાં. જેન ગૃહસ્થોમાં મહાકવિ ધનપાલ-મહાકવિ શ્રીપાળ, મંત્રી વસ્તુપાળ મંત્રી મંડન સારસ્વત પ્રસાદ પામી મહાકવિ બન્યાં હતાં. વૈદિક પરંપરામાં કાશી-કાશ્મીરમાં આરાધન કરી સિદ્ધ સારસ્વત બનનાર મહાકવિ કાલિદાસ મહાકવિ હર્ષ, મહાકવિ દેવબોધિ (કલિકાલ સર્વજ્ઞ સમકાલીન) મહાકવિ સોમેશ્વર વિ. વિશ્વપ્રસિદ્ધ છે. મહાપંડિત દેવબોધિનો વૃતાંત પ્રબંધોમાં મળે છે. તે સાધકો માટે મહત્વનું તથ્ય પ્રગટ કરે છે. પંડિત દેવબોધિ ગંગાના જળમાં નાભિસુધી ઉંડે ઉભા રહી સરસ્વતીના ચિંતામણી મંત્રની સાધના કરે છે ૧ (સવા) લાખનું પુરશ્ચરણ થતાં સારસ્વત વર મળે એવો આમ્નાય હોવા છતાં ૨૧-૨૧ પુરશ્ચરણ સુધી એમને વર ન મળ્યો. છેવટે ખિન્ન ઉદ્વિગ્ન થઈ એમણે જપમાળાને ગંગાના જળમાં ફેંકી દીધી. માળા ગંગાના અગાધ જળમાં ડુબવાને બદલે આકાશમાં અદ્ધર સ્થિર થઈ ગઈ. પંડિતજી અચંબામાં પડ્યાં માં એ આકાશવાણી કરીને કહ્યું વત્સ ! ખિન્ન ન થા. ભવાતરની ઘણી હત્યા તારી સિદ્ધિમાં અંતરાયભૂત હતી. એક એક પુરશ્ચરણે એકએક હત્યાટળી. હવે તું ફેર એક પુરશ્ચરણ કર તને નિશ્ચિત વર મળશે. પુનઃ દેવબોધિએ પુરશ્ચરણ કર્યું અને સિદ્ધિ પ્રાપ્ત કરી. સારસ્વત કે અન્ય બધી સાત્વિક સાધનામાં આવા અનેક વ્યપાચો જન્મ જન્માંતરીચ આપણને નડતાં હોય છે. એ ટળે ત્યારેજ ઇષ્ટ સિદ્ધિ આપણને મળે. જપાતું સિદ્ધિ જંપાતુ સિદ્ધિ જંપાતુ સિદ્ધિર્ન સંશયઃ | નપતાં નાપ્તિ પાતામ્ | સાત્વિક સાધકે આ વાત ભૂલવી નહિ. | સર્વ માતૃકામયી ભગવતી સરસ્વતી નિખિલ બ્રહ્માંડેશ્વર અરિહંત પરમાત્માની જ પરમશકિત છે જે ઈહલોકમાં સર્વસિદ્ધિ આપી છેવટે પરમપદ આપે છે. મારી વર્ષોની સાધના અને અભ્યાસના પરિપાક રૂપે આ વાત હું સમજયો છું. વિ.સં. ૨૦૦૮ માં મને ૮ આઠમું વર્ષ બેઠું ને મારી દીક્ષા થઈ. મારા સગર પં. ભદ્રંકર વિજયજી મહારાજે મને સિનોરમાં દાદા શાંતિનાથના મંદિરની બાજામાં નર્મદાનદીના કિનારાના ઉપાશ્રયમાં દીક્ષા પછી નવ મહિના રાખ્યો. પર્યુષણમાં સંવછરીનો અઠ્ઠમ કરાવીને મને સારસ્વત મંત્ર દીક્ષા વિધિવત્ આપી ૧ સવાલાખ મૂળમંત્રનો જપ કરાવ્યો. વર્ષો સુધી એમના નિર્દેશ પ્રમાણે અમ અને જાપનો સિલસિલો ચાલતો રહ્યો. એ સદ્ગુરુની કૃપાથી પ્રાપ્ત માતા સરસ્વતી ભગવતીના કિંચિત્ અનુગ્રહથી જ આ નોંધ્યું છે. હું છદ્મસ્થ અને અપૂર્ણ સાધક છું એટલે આમાં ક્ષતિ પણ હોઈ શકે. તે સુજ્ઞ સાધકો સુધારી લેશે એવી આશા રાખું છે. ' માં સરસ્વતી પ્રતિ અતૂટ શ્રદ્ધા રાખનાર મુનિશ્રી કુલચંદ્ર વિ. ની હાર્દિક પ્રેરણાથી આ નોંધો થઈ છે. એમના નિમિત્તે હું આ ચિંતન મનન કરી શકયો છું તે માટે એમને પણ સહાયક માનું છું. અંતે મારા સગરુદેવ પૂ. પંન્યાસજી મહારાજ તથા માં સરસ્વતી ભગવતી નિત્યમારા ઉપર અનુગ્રહ બુદ્ધિ રાખે એજ પ્રાર્થના. લિ. મનિ ધુરંધર વિ. વિ.સં. ૨૦૫૪ છે. ૧. ૧૧ ગુરુવાર. ix For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy