SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ 3 પ્રભમુખની વાણી સ્વ-સ્વભાષામાં સર્વને સમજાતી હોવાથી કોને ? આવું આશ્ચર્ય થતું નથી. ૧૪ હે સરસ્વતી ! આપના વિના આંખવાળો મનુષ્યને પણ વિદ્વાનો જેને અંધ (આંખવિનાનો) જ સમજે છે. તેથી આ ત્રણે (સ્વર્ગ- મૃત્યુ-પાતાળ લોક ના વાસ્તવિક દર્શન માટે આપ જ નેત્ર સ્વરૂપે હો. ૧૫ મનુષ્યનું જીવન, વાણી(વચન)થી સફળતાને પામે છે અને કવિત્વ તથા વકતાપણાના ગુણમાં તે વાણી જે રહેલી છે. પરંતુ આ બંને દુર્લભ (ગુણો) તારી કૃપાના અંશથી પણ મનુષ્યોને ઉત્પન્ન (પ્રાપ્ત) થાય છે. ૧૬ આપના સાન્નિધ્યથી સંસ્કાર કરેલા મનુષ્યોના કાન જ હિતકારી અને અક્ષય છે. પરંતુ તે છોડીને બીજાં થતું નથી અર્થાત્ આપના સંસ્કાર વગરના કાન હિતકારી કે અવિનાશી થતા નતી, અને તે (સંસ્કાર કરેલા) કાન જ વિવેકને માટે થાય છે. પરંતુ તેમા ન થાય તો વિષયતરફ વિશેષ કરીને મૂઢતા ને પોતે કરે છે.૧૭ (હે માતા!) મનુષ્યોના તાલ અને બંને હોઠો થી (દ્રવ્યશ્રુતસ્વરૂપે) તુ (પ્રગટ) થઈ તો પણ આદિ અને અંતથી રહિત (ભાવકૃત) સ્થિતિવાળી છો આથી તારાવડે આવા પ્રકારના ધર્મથી યુકતથયેલી તેં સર્વથા એકાન્ત માર્ગનો નાશ કરેલો (એવું જણાય) છે. ૧૮ હે માતા ! કામઘેનું - ચિંતામણી તથા કલ્પવૃક્ષો એક જન્મમાં જ વશને પ્રાપ્ત કરેલા ફળે છે પરંતુ ખરેખર આપતો આલોક તથા પરલોકમાં પણ (ઈષ્ટ) ફળને આપો છો તો તે પંડિતો વડે કેવી. રીતે (કામધેનું - ચિંતામણી અને કલ્પવૃક્ષો) ત્રણેય સાથે ઉપમા. કરાય છે ? અર્થાત્ તેની સાથે ઉપમા કરી શકાય નહિ. કેમકે આપ તેનાથી પણ અધિક ફળને બંને ભવમાં આપો છો. ૧૯ હે વાણીની અધિદેવી સરસ્વતી ! મનુષ્યના ચિત્તમાં જે (અજ્ઞાન રૂપી અંધકાર વર્તે છે (તે) સૂર્ય તથા ચંદ્રમાને અગોચર વિપયરૂપ (દેખી ન શકાય તેવો) છે. જે તારાવડે જ ભેદાય (નાશ થાય) છે. એ રીતે આપ ઉત્તમ જયોતિસ્વરૂપ છો એમ ગુણગાન કરાય છે. ૨૦ હે માતા જિનેશ્વર રૂપી નિર્મલ સરોવરની (આપ) કમલિની છો, અને (અગ્યાર) અંગ (ચૌદ) પૂર્વરૂપી કમલોથી શોભાયમાન છો. તથા ગણધરોરૂપી હંસો ના સમૂહથી લેવાયેલી હંમેશા આ સંસારમાં કયા પુરુષોને ઉત્તમ હર્ષનેતું કરતી નથી ? ૨૧ હે સરસ્વતી માતા ! જયાં આપની કૃપા થયે પરમ આત્મત્વના જ્ઞાનપૂર્વક પરમ પદ (મોત્રપદ)ની સિદ્ધિ થાય છે ત્યાં આપના દે દીપ્યમાન પ્રભાવથી રાજાપણું, સૌભાગ્ય તથા ઉત્તમસ્ત્રી વિગેરેની (પ્રાપ્તિ) શું કિંમત ? ૨ ૨ હે વાણિની સ્વામીનિ (સરસ્વતી)! આપના બંને ચરણ ૬મલોની ભકિત તથા સેવા કરનારને ત્રીજું (સમ્ય)જ્ઞાનરૂપી નેત્ર ઉઘડી જાય છે જે કેવલ જ્ઞાન સાથે જાણે સ્પર્ધા કરતું હોય એમ સંપૂર્ણ (પદાર્થ)ને સારી રીતે આશ્રય કરેલું હોય તેમ (મનુષ્ય) નેવે છે. હે માતા ! આપ જ સમ્યગજ્ઞાનરૂપી વાણીથી ભરેલા તથા. સમસ્ત ત્રણેય લોકની શુદ્ધિના કારણરૂપ તીર્થ સ્વરૂપ છો. અને પરમાર્થને જોનારા મનુષ્યોને આનંદરૂપી સમુદ્ર ને વધારવામાં તું ચંદ્રમાં સરખી તું જ છો. ૨૪ હે ભગવતી ! ખરેખર તારાવડે પ્રથમ (મતિજ્ઞાન)બોઘ સારું રીતે કરાયેલો થાય છે. જે બીજા સઘળાંય (કૃત-અવધિ મy:પર્યવ વિગેરે) જ્ઞાનોના કારણતાને પામે છે. મનુષ્યો ને અતિ દૂરનું જોવામાં તું જ આંખ છો. અને તું જ સંસારરૂપી વૃક્ષને કાપવામાં કુહાડીરૂપ છો. ૨ ૫ શુભે (સરસ્વતી) ! આ ગુરુનો ઉપદેશ છે કે શાસ્ત્રાનુસારે અકારવર્ણના ભેદથી તું વારંવાર સ્મરણ કરાયેલી થકી મનુષ્યને એવી કોઈ લક્ષ્મી નથી. એવા કોઈ ગુણો નથી કે એવું કોઈ સ્થાન નથી કે તું આપતી નથી. ૨૬ હે માતા ! અને ક ભવોમાં ઉપાર્જન કરેલા પાપરૂપી પર્વત, જે વિવેકરૂપી વજ વડે ભેદાય છે. તે વિવેકરૂપી વજ (શ્રેષ્ઠ અર્થ) તથા વાયરૂપી અમૃત(જલ)ના ભારથી ભરેલું આપના શરીર સ્વરૂપ શાસ્ત્રના વાદળમાંથી નીકળે છે. | હે સરસ્વતી માતા ! અંધકાર તથા અન્ય તેજ ને વિશેપ જીતીને જે પરમ, સર્વોત્કૃષ્ટતેજ રૂપે વાડ્મય - (વાણી)ને પ્રકાશે. છે તે અંધકારોથી કયારેય નાશ પામતું નથી અને તે બીજી તેથી કયારેય પ્રકાશિત થતું નથી પરંતુ સ્વતઃ આપમેળે જ પ્રકાશાત્મક છે તે જયવંતુ પ્રવર્તે. ૨૮ હે સરસ્વતી માતા! તારી કૃપા જ કવિતાને બનાવે (કરાવે છે તેમાં મારા (ગ્રંથકર્તા) સરખો મૂર્ખ કેવી રીતે (કવિતાને) કરી શકે? આથી કરીને તું મારા ઉપર પોતાના આનંદમાં પ્રસન્ન થા. કેમકે માતા કયારેય પણ નિર્ગુણી (પુત્ર)ને વિષે પણ નિષ્ફર બનતી નથી. જે પુરૂષ મુનિપદ્મનંદીથી આ મૃત દેવતાની સ્તુતિ રૂપ કૃતિ (રચના)ને ભણે છે. તે પુરૂષ કવિતા વિગેરે સદ્ગણોનો જે પ્રબંધ રૂપી સમુદ્રનો અને ભવનો ક્રમે કરીને પાર પામે છે. ૩૦ ' હે દેવી સરસ્વતી ! આપની સ્તુતિ કરવામાં મોટાં મોટાં વિદ્વાન બૃહસ્પતિ વિગેરે પણ નિશ્ચયે મંદ બુદ્ધિવાળા થઈ જાય છે. ત્યારે આપની સ્તુતિ કરવામાં મારી જેવા મંદ બુદ્ધિવાળાની તો વાત જ કયાં ?પરંતુ અમારા સરખા અલ્પજ્ઞાનીની આ વાણીની ચપલતા છે તેથી હે માતા ! આ વાણીની મુખરતાને ક્ષમા કરજે કેમકે આપને વિષે અત્યંત ભકિતનો આગ્રહ છે. ૩૧ - ૨૭ સંપૂર્ણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy