SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ I૬ प्रयासो नास्माकं भगवति ! भवत्या भवतु ते। कृतो गांगै गंगामतनुत रमद्यांजलिविधिः, पयःपूरैः सर्वं तव चतुरवाचां विलसितम् विद्या तांडवमंडनाय कवितालंकार चूडामणिः, विश्वेषामनुरंजनाय जनता श्रृंगारहारोपमः । ख्यात: पार्थिव एष बीजमिव यः शब्दागमानां निधिः, जर्जीयाच्चेतसि पद्मसुंदरकवेराचन्द्रतारावधि: દિશા आ स्तोत्रना प्रथम पांच श्लोको प्राप्त थया नथी. ह.लि. प्रतनुं प्रथम पत्र नथी माग. कृष्णासप्तम्यां रविवासरे लिप्तं गुर्जरलोकागच्छ श्री swiff I શ્રીરતુ શ્રી . इति श्री पद्मसुंदर विरचितं सरस्वती स्तोत्रं सम्पूर्णम् ॥६॥ संवत् १८४७ ઈન્દ્રના ગરજતા ઐરાવણહાથીનો અત્યંત ઉજજવળ કાંતિથી ચમકતો શુંડાદંડ લજજા પામી ટુંટીચુંવાળી (સંકોચાઇ)ને બેસી ગયો. ૧૧. હે ભગવતી ! જેની કેડનો ભાગ તારાઓના બનેલા કંદોરાના સંબંધને અલંકૃત કરી રહ્યો છે, જેમાં દીવ્ય સૂર્ય સરખા મણિ ગુંથેલા છે તે કાંચનગિરિ તારા જઘન સ્થળના વિસ્તારની મોટાઈના ગુણનો અભ્યર્થી થઇ પોતાના સુકૃતને વ્યર્થ કરતો પુનઃ સ્પર્ધા કરી રહ્યો છે. ૧૨. હે જનની ! સહજ પોતાના શૃંગારથી સુભગ, નિતંબના વિસ્તારનો ઉઠાવ અને હિમાલયનો પહાડ, આ બંને માં અમે કોની તુલના કરીએ? જેમ કદાચ કોઈ ઉત્તમ કવિએ રચેલી વાણીનું મહાભાષ્યના અર્થમાં સાદશ્ય મળી જાય તો તે બંનેનું સાદશ્ય. તમારા ચરણ ને ગ્રહણ કરવાને કારણેજ હોયને ? ૧૩. હે વાણીની સ્વામિની ! તારી મણિમય સુવર્ણઘટિત કેડ, મેખલા (કંદોરો)ના ફેલાતા રણકારથી મને એકદમ સ્કૂરાયમાન મતિવાળો કરી દે છે. જેમાંથી ચમકતાં તર્કના ઉલ્લાસ અને વિલાસથી યુકત કવિઓના મનને હરી લે એવો વચનનો વિલાસ વ્યકતપણે વિકસે છે. હે દેવી ! તારો નાભિ ભાગ બીલ જેવો ગંભીર છે ત્યાં ઉદર ઉપર પથરાયેલી અંધકાર જેવી સ્નિગ્ધ અને મુગ્ધ રોમરાજી તારા વાંકા કેશપાશ રૂપી મયૂરના ભયથી જાણે જુવાન નાગણી અત્યંત ચંચલ થઇ બીલમાં પ્રવેશ કરતી હોય તેમ લાગે છે તે કટીસૂત્રની. અંદર શ્યામ મણિની શિખા જેવી વિજયમાન છે. ૧૫, ઉખેડી નાખેલ આલાન સ્તંભના બીલ સરખી નાભિથી. નીકળતી પાતળી તારી રોમરાજી રૂપી અંકુશે, પાતળી કેડરૂપી, મૃગેન્દ્રના ભયથી ભાગતાં તોફાની તરૂણારૂપી હાથીને કબજે કરી, જાણે સ્તનરૂપી ટેકરાની પાસે બાંધ્યો ન હોય તેવું લાગે છે. ૨૯ ભાષાતર ૧૪. ૧૬. જેની બુદ્ધિ અસ્ત થઇ ગઈ છે એવો હરિ તારા ચરણ કમલની ઉંચાઈને ઈચ્છતો છતો કાચબાના આકારના શરીરને કરે છે, તે પછી વધુ સ્પર્ધાને કરતાં બિચારો વરાહ (ભૂંડ)રૂપ બની ગયો, ખરેખર મોટાની સાથે તુલ્યતા કરવી તે મોટા પરિતાપ માટે થાય. ૬. રણકતા ને ઉરીયાવાળું લાલ અલતાના રસની કાંતિનું શ્રેષી. એવું તારું નપૂર ઝંકારના અવાજથી શુભ - સૌમ્ય અને સુલભ તારું ચરણ છે અને તે ચરણમાંથી ઝરતી કાંતિના ઝરણાની ધારવાળું મારું મુખ સુખ-સુખે જાણે હે શિવા ! તાંબૂલથી મંડિત કર. ૭. મંદ મંદ ગતિવાળું રણકતા ઝંકારથી સુભગ, સમ્યગ માર્ગ ઉપર ચાલવાની કલાને સુચવતું તમારા ચરણનું જે લીલાપૂર્વક મુકાતું ડગલું તેને શીખવા માટે જ જાણે કલહંસ કલકલ મધુર અવાજ કરી જ રહ્યો છે. કામદેવના બાણના ભાથાની આકૃતિ ધરતી તારી જંઘાઓને જોઈને નખનાબહાનાઓથી અર્ધચંદ્ર દ્વારા બેવડા (ડબલ) થઇ ગયાં છે બાણ જેના એવો કામ સુભટ ત્રણેય લોકને વ્યથા આપવા માટે વીંધવાનું લક્ષ્ય બનાવે છે. ખરેખર હે માતા ! તમારા સંસર્ગથી કોણ સમર્થ ન થાય? પૃથ્વીતલ ઉપર પોતાના માથાને મુકીને ઠંડી અને ગરમીના દુઃખને સહન કરવા માટે વનમાં ગયેલી તપસ્યાનો અભ્યાસ કરતી કેળે પોતાના પડે પડ કરીને, હે પૃથ્વીની સ્વામિની વાÈવી ! તારા જ ચમકતા ઉરુની મૃદુતાના ગુણને શું પ્રાપ્ત કર્યો ? ૧૦. હે અપ્રતિમ સૌંદર્યથી સુભગ ભગવતી ! તમારું સૌભાગ્ય તો ખરેખર અનન્ય છે, જે તમારા બંને ઉજજવળ સાથળને જોઈને તો. તારું નાભિસ્થાન જે છે તે જાણે જગતને વશ કરવા માટેનું સ્થાનભૂત રમ્ય હોમકુંડ ન હોય તેવું શોભે છે, જે હોમકુંડ કામદેવરૂપી યાજ્ઞિકનો હોય તેમ લાગે છે. અને તારી નાભિ ઉપરની જે શ્યામ રોમાવલી છે તે ધુમાડાની ભાંતિ કરનારી બની, તેનાથી તે સઘળું ચ ઈન્દ્રનાં ઐશ્વર્યને તે વશ કરી લીધુ છે. ૧૭. | હે સતી ! તારા ઉદરપર રહેલી રોમાવલી વણેલા દોરડાં જેવી શોભે છે અને તારી, નાભિનો જે ફૂપ છે તે લાવણ્ય અને કાંતિના જલથી પરિપૂર્ણ થયેલો છે ત્યારે સ્તનરૂપી ઘડાઓથી સુશોભિતા હે જનની ! તૃષાતુર થયેલા પુત્રને પયઃ પાનથી આનંદિત કર.૧૮. તમારો નાભિરૂપી દ્રહ ગંભીર અને મેઘ જેવી નીલતિવાળો છે તેમાં ચક્રાકારે ઘમતી જ્યોતિરૂપી જલ અને કિરણોરૂપી કીચડો છે ત્યાં આગળ તમારી સુશોભિત રોમરાજીની કાંતિરૂપી ફેલાતી જે ધુમાડાની પંકિત છે તે હેતુનો વિપર્યાસ થવાથી અનુમાન કરનારા પંડિતોને ભાંતિનું સ્થાન છે. ધૂમ હોય ત્યાં અગ્નિહોચા દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy