________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૮૧
જ્ઞાનચંદ – બે પ્રતિક્રમણ કરવાની પ્રવૃતિ ભ્રમથી ચાલી આવી છે. તે સંબંધી સ્પષ્ટીકરણ જ્ઞાતાસૂત્રના સારાંશમાં છે. તે માટે જુઓ સારાંશ ખંડ–૧, કથા શાસ્ત્ર.
લોગસ્સ અને ધર્મધ્યાનનો કાઉસગપણ જુદા-જુદા સમયે ચલાવી દીધેલી પરંપરા માત્ર છે. લોગસ્સ એક ગુણકીર્તનનો પાઠ છે, જે ઉચ્ચારણ કરવાને યોગ્ય છે, તેને કાઉસગ્નમાં ગણવો ઉપયુક્ત ગણી શકાય નહીં. ગુજરાતના કોઈ સંપ્રદાયોમાં લોગસ્સનો કાઉસગ્ગ થતો નથી. આ અંગે વિસ્તૃત ચર્ચા આ જ પુસ્તકમાં આગળ આવશ્યક સૂત્રના પરિશિષ્ટમાં જુઓ.
- મસ્તક ટાંકવાની વાત > જિજ્ઞેશ :- સાધુએ રાત્રે માથું ઢાંકીને જવા સબધી શી વાર્તા છે? જ્ઞાનચંદ :– સાધુએ મકાનની બહાર ક્યાંય પણ માથું ઢાંકીને જવા બાબતે નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અચેલ અને સચેલ બંને રીતના સાધક જિનશાસનમાં હોય છે જેથી મુનિ સર્વ વસ્ત્રોના ત્યાગ કરી શકે છે આ કારણે વસ્ત્ર સંબંધી કોઈપણ એકાંતિક કાયદો સાધુ માટે કરી શકાય નહીં. તેથી સ્પષ્ટ થાય છે કે સાધુએ કપડું ઓઢીને જ બેસવું કે માથુ ઢાંકીને જ બહાર જવું અથવા કામળી ઓઢીને જવું વગેરે કાયદા આગમ સંમત નથી, કારણ કે આગમમાં વસ્ત્રનો જ આગ્રહ નથી વિશેષ માટે જુઓ– છેદ શાસ્ત્ર સારાંશ ખંડ-૪માં.
# # # નિત્ય ગોચરી જવા સંબંધી વાર્તા | @ > જિજ્ઞેશ – ગોચરી જવા સંબંધી, આજે જવું કે કાલે જવું, સવારે જવું અથવા સાંજે ન જવું વગેરે શી પરંપરા છે? જ્ઞાનચંદ – એષણાના ૪ર દોષમાં આ સંબંધી કોઈ ચર્ચા નથી. આગમ વર્ણિત અન્ય વિધિનિષેધોમાં પણ આવો એકાંતિક કોઈ નિયમ જડતો નથી. હા, નિમંત્રણ અને તૈયારીપૂર્વક રોજ રોજ એક ઘરમાં જઈને આહારાદિ લેવા બાબતમાં નિયાગપિંડ નામક દોષ છે. નિત્યપિંડ નામે એક દાનપિંડ દોષ આચારાંગમાં દર્શાવેલ છે જેનો અર્થ છે કે, જે ઘરમાં દાનપિંડ બનાવીને રોજ તે પૂરેપૂરો દાનમાં આપી દે ત્યાં ગોચરી જવાનો નિષેધ છે અને નિશીથ સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત છે. આ વિષે વિશેષ સપ્રમાણ ચર્ચા દશવૈકાલિક સૂત્ર સારાંશના પરિશિષ્ટમાં છે, તે માટે જુઓ સારાંશ ખંડ-૩, આચાર શાસ્ત્ર.
છેવસ્ત્રના માપ સંબંધી વાર્તા -ઝ > જિશ:– ૭ર હાથ જેટલું કાપડ કે ૯૬ હાથ જેટલું કાપડ વગેરે ઉપકરણ સંબંધી મર્યાદાની શી પરંપરા છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org