________________
અનુભવ અર્ક : આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૬
જવાબ :- · જે સાધુ સાધ્વીજી સામે હોય તેને મધ્યમ વંદના કરાય છે. તીર્થંકર ભગવાનના દર્શન સમયે પણ મધ્યમ વંદના કરાય છે તથા કોઈપણ કાર્યની આજ્ઞા લેવી હોય તો મધ્યમ વંદના કરવામાં આવે છે.
4. 20:- પ્રદક્ષિણાનો શું મતલબ છે ?
જવાબ ઃ– પ્રદક્ષિણાનો મતલબ છે, આવર્તન કરવું, આરતી ઉતારવી. ગમનાગમન અતિચાર શુદ્ધિનો પાઠ :
પ્ર. ૧ :~~~ · આ પાઠથી શું કરવામાં આવે છે ?
જવાબ :- આ પાઠથી ચાલવા આદિમાં થયેલ જીવ વિરાધનાની આલોચના કરાય છે.
૨૦૧
પ્ર. ૨ઃ જીવ વિરાધના કોને કહેવાય છે ?
જવાબ ઃ– નાના મોટા કોઈપણ જીવને પોતાના શરીર આદિથી કષ્ટ પહોંચાડવું. પ્ર. ૩ :- જીવ વિરાધના કેટલા પ્રકારની છે ?
જવાબ :- જીવ વિરાધના ૧૦ પ્રકારની છે. આ પાઠમાં મિહયાથી લઈને નીવિયાઓ વવોવિયા સુધી બતાવવામાં આવી છે.
પ્ર. ૪ :– ૧૦ વિરાધના કંઈ છે ?
જવાબ :- ૧. સન્મુખ આવતાં જીવને કષ્ટ પહોંચાડ્યું હોય ૨. ધૂળ આદિથી ઢાંક્યા હોય ૩. મસળ્યા હોય ૪. એકઠાં કર્યા હોય ૫. સ્પર્ધા હોય . પરિતાપ પહોંચાડ્યો હોય. ૭. કિલામના પહોંચાડી હોય ૮. ભયભીત કર્યા હોય ૯. એક સ્થાનથી બીજા સ્થાન પર રાખ્યા હોય ૧૦. જીવનથી રહિત કર્યા હોય. પ્ર. ૫ :~ જીવ વિરાધના ન થાય તેનો શું ઉપાય ?
જવાબ ઃ- શાંતિથી વિવેક પૂર્વક નીચે જોઈને ચાલવું, પ્રત્યેક કાર્ય સાવધાનીથી જીવોને ધ્યાનમાં રાખીને કરવું.
કાયોત્સર્ગ કરવાનો પાઠ -
પ્ર. ૧ :– આ પાઠ ક્યારે બોલાય છે ?
જવાબ :– જ્યારે કોઈપણ કાઉસ્સગ્ગ કરવો હોય, ત્યાર પહેલાં આ પાઠ અવશ્ય બોલવો જોઈએ. આ પાઠ પૂર્ણ થતાં જ કાઉસ્સગ્ગ પ્રારંભ કરવો જોઈએ. પ્ર. ૨ ઃ- આ પાઠમાં શું વર્ણન છે ?
જવાબ :- આ પાઠમાં કાઉસ્સગ્ગ કરવાની પ્રતિજ્ઞા છે અને તેમાં રાખવામાં આવેલા આગારોનું વર્ણન છે.
પ્ર. ૩ :- કાઉસ્સગ્ગમાં કેટલા આગાર હોય છે ?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org