________________
૨૫૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
જોયા વિના, પૂંજ્યા વિના હલવું, ચાલવું તથા ખંજવાળવું. (૧૧) નિદ્રા :- સામાયિકમાં સૂવું અથવા બેઠા બેઠા નિદ્રા લેવી. (૧૨) વૈયાવચ્ચ :-- શરીરની સેવા સુશ્રુષા કરવી અથવા કરાવવી. સામાયિકના ૩ર દોષની ગાથાઓ
:-w
अविवेक जसोकित्ती, लाभत्थी गव्व भय णियाणत्थि । संसय रोस अविणउ, अबहुमाणए दोसा भणियव्वा ॥ १ ॥
कुवयण सहसाकारो, सच्छंद संखेव कलहं च । विगहा विहासोऽसुद्ध, णिरवेक्खो मुणमुणा दोसादस ॥२॥
कुआसणं चलासणं चलदिट्ठी, सावज्जकिरिया लंबणाकुंचण पसारणं । आलस मोडण मल विमासणं, णिद्दा वैयावच्च त्ति बारस कायदोसा ॥३॥
।। શ્રમણ સૂત્ર : સામાયિક સૂત્ર : ભાવાનુવાદ સંપૂર્ણ ॥
સામાયિકના વિધિ દોષોનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ.
Q ઇમાનદારીથી બધા દોષોથી રહિત સામાયિક કરવી જોઈએ.
Q સામાયિકમાં કોઈપણ દોષ ન લાગે એવી લગની રાખવી જોઈએ.
D સામાયિકમાં સમય માત્ર પણ પ્રમાદ ન કરવો જોઈએ. સમાચાર પત્ર અથવા નવલકથા ન વાંચવી જોઈએ.
Q સામાયિકમાં આત્મચિંતન અને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ અથવા ધર્મની વાર્તા સાંભળવી જોઈએ.
Jain Education International
સામાયિકમાં અધિકતમ મૌન રાખવું જોઈએ.
2 દોષ રહિત સામાયિક કરવાથી જ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે.
લાખ ખાંડી સોના તણું, લાખ વર્ષ દે દાન.
સામાયિક તુલ્ય નહીં, એમ ભાખ્યું ભગવાન.
Q ૨૪ કલાકમાંથી એક કલાક કાઢીને પ્રતિદિન સામાયિક અવશ્ય કરવી જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org