________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
અવસ્થાથી રહિત, સ્વયં રાગદ્વેષને જીતનારા, અન્યને જીતાડનારા, સ્વયં સંસાર તરેલ, બીજાને તારનારા, સ્વયં બોધ પામેલ અને બીજાને બોધ દેનારા, સર્વ કર્મબંધનથી મુક્ત અને બીજાને મુક્ત કરાવનારા, સર્વજ્ઞ સર્વદર્શી છે.
૨૫૪
જે કલ્યાણ સ્વરૂપ, સ્થિર, રોગ રહિત, અંત રહિત, ક્ષય રહિત, બાધા રહિત, પુનરાગમન રહિત એવા સિદ્ધ ગતિ નામના સ્થાનને પામી ગયા છે, ભયને જીતી ચૂક્યા છે, તે જિનેશ્વર સિદ્ધ ભગવાનને મારા નમસ્કાર હોજો.
તથા આ ગુણોથી યુક્ત જે અરિહંત ભગવાન સિદ્ધ ગતિના ઇચ્છુક છે, એને પણ મારા નમસ્કાર હોજો.
સામાયિક પાળવાનો પાઠ (યમ્સનવમસ્સ) :
આ નવમા સામાયિક વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે, પરંતુ આચરણ કરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે. તેની આલોચના કરું છું. (૧) સામાયિકના સમયે મનમાં અશુભ ચિંતન કર્યું હોય. (૨) અયોગ્ય વચન બોલ્યા હોય.
(૩) કાયાથી અયોગ્ય કાર્ય કર્યું હોય
(૪) સામાયિકને અથવા સામાયિક લેવાના સમયને ભૂલી ગયા હોય. (૫) સામાયિકને અનવસ્થિત રૂપથી કરી હોય. નિયમોનું બરાબર પાલન ન કર્યું હોય તો તે મારું પાપ નિષ્ફળ થાઓ.
સામાયિકને કાયાથી સમ્યક્ સ્પર્શ કર્યો ન હોય, પાલન ન કર્યું હોય, શુદ્ધતાપૂર્વક ન કરી હોય, તેને પૂર્ણ ન કર્યું હોય, કીર્તન કર્યું ન હોય, આરાધના કરી ન હોય, આજ્ઞા અનુસાર પાલન ન કર્યું હોય તો તેનાથી થનારું મારું પાપ નિષ્ફળ થાઓ.
સામાયિકના ૩ર દોષ
મનના ૧૦ દોષ :
(૧) અવિવેક :– સામાયિકમાં આહાર, ભય, મૈથુન, પરિગ્રહનો સંકલ્પ કરવો, વિવેક (ઉપયોગ) રાખ્યા વિના સામાયિક કરવી.
(૨) યશકિર્તી :~ યશને માટે સામાયિક કરવી.
(૩) લાભાર્થ :- ધન, પુત્ર આદિ લાભ માટે સામાયિક કરવી.
(૪) ગર્વ :- ઘમંડમાં આવીને સામાયિક કરવી. સામાયિકમાં ગર્વ કરવો.
(૫) ભય :- કોઈના ડરથી અથવા દબાણથી સામાયિક કરવી.
(૬) નિદાન :– સામાયિકના ફળથી પરભવમાં ભૌતિક સુખ પ્રાપ્તિનો સંકલ્પ
કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org