________________
અનુભવ અર્કઃ આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૪
૨૩૫
એટલે એકવાર પૂર્ણ પ્રતિક્રમણની આજ્ઞા લીધા પછી વારે-વારે આજ્ઞા લેવી અનાવશ્યક અને અસંગત છે. (૨૦) પ્રશ્ન :- જે અતિચાર ચિંતનનો પાઠ કાઉસ્સગ્નમાં ચિંતનરૂપમાં બોલાય છે, શું તેને પહેલાં જ બોલીને મિચ્છામિ દુક્કડં દઈ દેવું બરાબર છે? જવાબ :- વિધિ સંકલનાનો વિસ્તૃત આગમ આધાર નહીં હોવાથી કેટલાક પાઠોની ક્રમ પરંપરા ફરી વિચારણીય છે. જેમ ગમનાગમન અતિચાર પ્રતિક્રમણ (ઉછાળ), સંક્ષિપ્ત અતિચાર પ્રતિક્રમણ(રૂછામિ મિ)નો પાઠ, કાયોત્સર્ગ પહેલાં બોલીને પછી કાયોત્સર્ગમાં પણ બોલાય છે, તે બરાબર નથી.
ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રતિક્રમણની સંક્ષિપ્તવિધિ બતાવી છે. પરંતુ કમપૂર્વક પાઠોની વિસ્તૃત વિધિ કોઈ આગમમાં ઉપલબ્ધ ન હોવાથી પ્રચલિત ક્રમ થોડોક વિચારણીય એવં સંશોધનીય અવશ્ય પ્રતીત થાય છે.
વિચારણાથી આ નિર્ણય થાય છે કે કાઉસ્સગ્નની પહેલાં આદિ મંગલ સામાયિક પ્રતિજ્ઞા એવં કાયોત્સર્ગ પ્રતિજ્ઞા પાઠ હોવો જ પર્યાપ્ત છે, તે પૂર્વે વિધિ પરિશિષ્ટમાં (ત્રીજા પરિશિષ્ટમાં બતાવવામાં આવ્યું છે. (ર૧) પ્રશ્ન – નમસ્કાર મંત્ર કયા આવશ્યકનો પાઠ છે? જવાબ:- છ આવશ્યકમાં નવકાર મંત્રનો પાઠ નથી. તેને આદિ મંગલ પાઠના રૂપમાં માનવામાં આવ્યો છે. ભગવતી સૂત્રના પ્રારંભમાં નવકાર મંત્રનો પાઠ છે. અન્ય સૂત્રોના પ્રારંભમાં નથી. એવી રીતે નમોત્થણંનો પાઠ પણ છે આવશ્યકમાં નથી. તેને અંતિમ મંગલ રૂપમાં માનવામાં આવ્યો છે. અન્ય અનેક આગમોમાં નમોત્થણનો પાઠ મળે છે. (રર) પ્રશ્ન :- આગમે તિવિહે અને અરિહંતો મહદેવોનો પાઠ કયાં આવે? જવાબ :- આ બંને પાઠ છ આવશ્યકમાં નથી. પછી આચાર્યોએ સંપાદિત કરીને બનાવ્યા છે. એટલે એમાં ગુજરાતી, પ્રાકૃત મિશ્ર ભાષા છે. અરિહંતો મહદેવો આવશ્યક નિર્યક્તિના આધારથી એ આગમે તિવિહેનો પાઠ ચોથા આવશ્યકના તેત્રીસ બોલના પાઠથી લઈને જ્ઞાનાતિચાર અને દર્શનાતિચારની આવશ્યકતા માટે ઉપયોગી સમજીને સંપાદિત કરવામાં આવ્યા છે. (૨૩) પ્રશ્ન :- શ્રાવક પ્રતિકમણનો પાઠ કયા આવશ્યકમાં છે? જવાબ :- આવશ્યક સૂત્રના છ આવશ્યકોમાં સાધુ પ્રતિક્રમણના પાઠોનો જ ઉલ્લેખ છે. શ્રાવક યોગ્ય પાઠ કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ આદિ શ્રમણ પ્રતિક્રમણના પાઠથી સંશોધિત સંપાદિત કરવામાં આવ્યાં છે અને અન્ય પાઠ અનેક આગમોમાંથી લેવામાં આવ્યા છે. એ બધા મળીને આખું શ્રાવક પ્રતિક્રમણ યથોચિતરૂપથી સંકલિત કરીને સંપાદિત કરવામાં આવ્યું છે. શ્રાવક પ્રતિક્રમણ કરવાનું પણ જરૂરી હોવાથી તેનું સંપાદન ઉપયોગી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org