________________
અનુભવ અર્કઃ આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૪
૨૯
૧૦૮ ગુણ પંચ પરમેષ્ટી પદના બતાવ્યા છે. ૯) પ્રશ્ન :- આગમમાં વંદનના પાઠ કયા કયા છે? જવાબ :- તિખુત્તો, નમોન્યુર્ણ અને ખમાસમણો. પ્રશ્ન :- રસ્તામાં ચાલતાં મુનિરાજને વંદના કેમ કરવી? જવાબ:- દર્શન થવાથી કેટલેક દૂરથી હાથ જોડી મસ્તક નમાવી “મત્યએણે વંદામિ' બોલતાં થકાં વંદના કરવી જોઈએ. પ્રશ્ન :– અરિહંત, તીર્થકર અથવા સાધુ સાધ્વીના સ્થાન પર પ્રત્યક્ષ દર્શન થતાં કયા પાઠથી વંદના કરવી? જવાબઃ- અરિહંત અને સાધુ સાધ્વીના સ્થાન પર પ્રત્યક્ષદર્શન થતાંતિખુત્તોના પાઠથી ત્રણ વાર આવર્તન કરી, પંચાંગ નમાવીને વંદના કરવી જોઈએ. (૧૦) પ્રશ્ન :- નવ આવર્તન કરતાં થકાં ત્રણવાર તિબ્બત્તના પાઠથી વંદના કરવી બરાબર છે? જવાબ :- તિરહુતો શબ્દ “પ્રદક્ષિણા' એટલે આવર્તનનો વિશેષણ છે તેથી ત્રણ આવર્તન કરવા આગમ સમ્મત છે. ત્રણવાર ઉઠ-બેસ કરીને વંદન કરવાની વિધિ કોઈપણ આગમ વર્ણનથી પ્રાપ્ત થતી નથી. ત્રણવાર કલ્થ વવામિ બોલીને મસ્તકને ત્રણવાર ભૂમિ પર લગાવી શકાય છે, તેવો ઉલ્લેખ આગમ ૩વવારું અને રાયપૂરેપી આદિ સૂત્રોથી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન :- અરિહંત, સિદ્ધ અને શ્રમણને પરોક્ષ વંદન કયા પાઠથી કરવું? જવાબ :- અરિહંત અને સિદ્ધોને પરોક્ષ વંદન નમોણના આખા પાઠનું ઉચ્ચારણ કરીને જ કરવું જોઈએ. સાધુ સાધ્વીને પણ પરોક્ષમાં (આખા મત્યુ ના પાઠથી નહીં) સંક્ષિપ્ત નમોત્થણના પાઠથી જ વંદન કરવું જોઈએ, આ જ આગમ સમ્મત છે. પરોક્ષમાં કોઈને પણ તિખુત્તોના પાઠથી વંદન કરવું આગમ સમ્મત નથી. તે ફક્ત ચાલી રહેલી અશુદ્ધ પરંપરા છે. પ્રશ્ન :- ખમાસમણાના પાઠથી વંદના ક્યારે કરી શકાય છે? જવાબ :- પ્રતિક્રમણની વચ્ચમાં ત્રણ જગ્યાએ ખમાસમણાના પાઠથી વંદન કરવામાં આવે છે. બીજા કોઈપણ સમયે આ પાઠથી વંદન કરવાનું આગમ સમ્મત નથી. કારણ કે આ પાઠનો સંબંધ પ્રતિક્રમણથી છે. અન્ય સમયમાં વંદના તિખુત્તોના પાઠથી અને પરોક્ષ વંદના નમોત્થણના પાઠથી કરવામાં આવે છે. રસ્તે ચાલતાં સાધુઓને “મર્થીએણં વંદામિ' કહીને દૂરથી સંક્ષિપ્ત વંદન કરવું જોઈએ. પ્રશ્ન :- આ વંદન પાઠોમાં કયો વિષય છે? જવાબ:- (૧) તિખુત્તોના પાઠમાં વંદન વિધિ અને વચન સન્માન છે (ર) નમોત્થણના પાઠમાં નમસ્કારની સાથે ગુણાનુવાદ છે (૩) ખમાસમણાના પાઠમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org