________________
૧૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
૪ મૂલ સૂત્ર– ૧. ઉત્તરાધ્યયન ૨. દશવૈકાલિક ૩. નંદી ૪. અનુયોગ દ્વારા કરમું આવશ્યક સૂત્ર.
જ્ઞાનના વિષયમાં મુખ્ય ૧૪ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે– ૧. સૂત્રના અક્ષર અથવા પદ આગળ પાછળ બોલાયા હોય ૨. એક સૂત્ર પાઠને બીજા સૂત્રમાં બોલાયો હોય ૩. અક્ષર ઓછો ભણાયો હોય ૪. અક્ષર અધિક ભણાયો હોય ૫. પદ(શબ્દ) ઓછા બોલાયા હોય ૬. વિનય રહિત ભણાયું હોય ૭. સંયુક્ત અક્ષર શુદ્ધ ન ભણાયા હોય ૮. ઉચ્ચાર સ્પષ્ટ ન કર્યા હોય ૯. અયોગ્ય વ્યક્તિને ભણાવ્યો હોય. રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય ૧૦. અયોગ્ય રીતેથી જ્ઞાન ગ્રહણ કર્યું હોય. (અવિનયપણે લીધું હોય) ૧૧. અકાળે શાસ્ત્ર ભણ્યા હોય ૧૨. સ્વાધ્યાયકાળ શાસ્ત્ર ન ભણ્યા હોય. ૧૩. ૩૪ અસક્ઝાયમાં શાસ્ત્ર ભણ્યા હોય ૧૪. સ્વાધ્યાયના અવસરે શાસ્ત્ર ન ભણ્યા હોય. આ અતિચારોમાંથી મને કોઈપણ અતિચાર લાગ્યો હોય તો તે સંબંધી મારું તે દુષ્કૃત્ય નિષ્ફલ થાઓ. દર્શન સમ્યક્ત્વ અને અતિચાર -
કેવલજ્ઞાન કેવલ દર્શનથી યુક્ત, રાગદ્વેષથી રહિત, વીતરાગ અરિહંત તીર્થંકર પ્રભુ મારા આરાધ્ય દેવ છે. પાંચ મહાવ્રત, પાંચ આચાર, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, નવાવાડ બ્રહ્મચર્ય, પાંચ ઇન્દ્રિય વિજય, ચાર કષાયની મુક્તિ; આ ગુણોને ધારણ કરનારા બધા સાધુ સાધ્વી મારા આરાધ્ય ગુરુ છે. સંવર નિર્જરા રૂપ ધર્મ અર્થાત્ સામાયિક, પૌષધ અને ત્યાગ, તપ,નિયમ, શ્રાવકના વ્રત, સંયમ, આદિ ધર્મ જ મારો આરાધ્ય ધર્મ છે.
જિનેશ્વરભાષિત તેમજ ગણધર અથવા પૂર્વધર શ્રમણો દ્વારા રચિત આગમો મારા શ્રદ્ધાકેન્દ્ર શાસ્ત્ર છે. એવી સમ્યકત્વની પ્રતિજ્ઞા હું જીવનભર માટે કરું છું.
હું (જિન ભાષિત) જિનેશ્વર કથિત જીવાદિ તત્ત્વોનું જ્ઞાન વધારીશ, એવી જ રીતે જ્ઞાનીજનોનો સંગ કરીશ, મિથ્યામતધારી કુદર્શનીઓની સંગતિ કરીશ નહીં અને ઉપર પ્રમાણે સમ્યકત્વને ધારણ કરીને પછીથી તેનું વમન કરીને જે મિથ્યાદષ્ટિ થઈ ગયા છે, તેનો સંગ પણ કરીશ નહીં. સમ્યકત્વના મુખ્ય પાંચ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે.
૧. ભગવાનના વચનોમાં (સૂક્ષ્મ તત્ત્વોમાં) સંદેહ કર્યો હોય ૨. પાખંડીની પ્રભાવના ચમત્કાર જોઈને મન આકર્ષિત થયું હોય ૩. ધર્મકરણીના ફળમાં સંદેહ આણ્યો હોય ૪. પાખંડી (પરમત)ની પ્રશંસા કરી હોય ૫. પાખંડી (પરમતિ)ઓનો, સન્યાસીનો અથવા તેના શાસ્ત્રોનો પરિચય, સંપર્ક કર્યો હોય.
આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યો હોય તો તે અંગેનું મારું પાપ મિથ્યા થાઓ. ( મિચ્છામિ દુક્કડ)
%૦૦%૦%
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org