________________
અનુભવ અર્ક : ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
ઇતિહાસ નામ સાથે ઉપલબ્ધ ન હોવા છતાં આગમમાં કેમ અને કયા આધારે ગણવામાં આવે છે ?
૧૯૦
તે
(૨૧) બૃહત્સંગ્રહણી ગાથા ૧૫૪માં ‘સૂત્ર’ની પરિભાષા આપી છે, તે અનુસાર આગમનો નિર્ણય કરવામાં આવે છે શું ?અને એવો નિર્ણય કરવામાં આવે તો ૫-૧૦ આગમોને જ માનવા પડશે ? તો પછી ૪૫ કેવી રીતે થાય ? અથવા બૃહત્સંગ્રહીણીની પરિભાષાને ખોટી માનશો ?
(૨૨) ગણધર કે ૧૪ પૂર્વી આદિ રચિત આગમનો પૂર્ણ વિષય બદલાવીને નામ તે જ રહી જાય તો શું તેની આગમમાં ગણતરી થાય ખરી ?
(૨૩) ગણધર કે ૧૪ પૂર્વી રચિત આગમના થોડાક અંશો ઘટી જાય, વિચ્છેદ જાય તો શું તેની આગમમાં ગણતરી થાય ખરી ?
(૨૪) ગણધર કે ૧૪ પૂર્વીના સૂત્રના મૂળપાઠમાં, જેને જે મન ફાવ્યું તે વધાર્યું, સંવતો જોડી, તેમાં ગાથાઓ તથા ગદ્ય પાઠ રૂપ સ્તુતિ વંદન વગેરે વધારી, પોતાનો સ્વાર્થ સાધવા ચોથની સંવત્સરી હેતુ પર્યુષણના પાઠને વધારી, આવા વિકૃત બનેલ શાસ્ત્ર (કલ્પસૂત્ર)ને ૧૪ પૂર્વીના નામથી અક્ષરે અક્ષર પૂરા ૧૨૦૦ શ્લોક પ્રમાણ આગમ માનવામાં આવે તેને કેવી વિદ્વત્તા સમજવી ? અને આવી પ્રરૂપણા કરવાને પાપ સમજવું કે ધર્મ ? આવી પ્રરૂપણા કરનારાને શ્રમણ કહેવા કે શ્રમણ ભગવાનની આજ્ઞાના ચોર કહેવા ?
(૨૫) મહાનિશીથ અને કલ્પસૂત્રમાં અનેક શબ્દ, અનેક વાક્ય, અનેક અંશ મૌલિક સૂત્ર કર્તાના ન હોવા છતાં પણ મૂળપાઠમાં રખાયેલા વિકૃતિઓથી ભર્યા પડેલા આવા સૂત્રોને આગમરૂપમાં સ્વીકાર કરવામાં આવે તો પછી હરિભદ્રસૂરિ આદિની અનેક રચનાઓને ૪૫ની બહાર કેમ રાખવામાં આવી છે? અને અનેક પ્રકીર્ણકોને નંદીસૂત્ર સૂચિમાં નામ હોવા છતાં ૪૫ આગમ બહાર કેમ રાખ્યાં છે ? (૨૬) લિપિ કાલની ભૂલોને જાણીબૂઝીને પ્રમાણિક પુરુષોના આગમ રૂપ માની તેની પ્રમાણિકતાને કલંકિત કરવું યોગ્ય છે ખરૂં ? સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર, પર્યુષણા કલ્પસૂત્ર અને મહાનિશીથ સૂત્રોના અનેક પાઠો સ્પષ્ટરૂપથી મૌલિક રચના તથા મૌલિક રચનાકારોને દૂષિત કરે છે, તેને પ્રમાણિક પુરુષના રચેલા આગમ મૂળ પાઠના રૂપમાં સામેલ રાખીને પણ એવું કહેવું કે ‘એ વાક્યો મૌલિક નથી, વિકૃતિથી પ્રવિષ્ટ થઈ ગયાં છે' આવા લકીરના ફકીરનું શું કહેવું ? અર્થાત્ વિકૃતિથી પ્રવિષ્ટ પણ માનવું અને પાછું મૌલિક પાઠમાં સમ્મિલિત રાખવું કદાપિ ઉચિત ન ગણાય. તો પછી સંપાદન, પ્રકાશન કે નકલમાં અક્કલથી ન્યાય કેમ નથી કરાતો ? પાઠ કેમ નથી સુધારાતો ?
(૨૭) ભગવતીની અંતિમ મંગલ પ્રશસ્તિને અભયદેવસૂરિ સ્વયં લિપિકર્તાની જણાવી વ્યાખ્યા પણ કરતા નથી. તેમ છતાં આજના સંપાદક તેને ગણધર રચિત
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International