________________
અનુભવ અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૧૭
ઐતિહાસિક સંવાદ : પરિશિષ્ટ ખંડ-૧
શાસ્ત્રોની વાર્તા
જિજ્ઞેશ ઃ- શાસ્ત્રો ક્યારે બન્યા, કોણે રચ્યાં ?
જ્ઞાનચંદ : જિનશાસનમાં તીર્થંકર ભગવંતો દ્વારા પ્રાપ્ત જ્ઞાન વડે, તેમના પ્રમુખ શિષ્ય ગણધર ભગવંત બાર અંગ શાસ્ત્ર તથા આવશ્યક સૂત્રની રચના કરે છે. જિજ્ઞેશ -- તે સિવાયનાં શાસ્ત્ર ક્યારે અને કોણે રચ્યા?
જ્ઞાનચંદ ઃ તે સિવાય અર્થાત્ અંગબાહ્ય શાસ્ત્રની રચના બધા ગણધરોના નિર્વાણ થયા બાદ, જ્યારે પણ જરૂર પડી ત્યારે બહુશ્રુત ગીતાર્થ શ્રમણોએ તે અંગ શાસ્ત્રના જ્ઞાનના આધારે ઉપશાસ્ત્રોની રચના કરી.
જિજ્ઞેશ ઃ
આવા કુલ કેટલા શાસ્ત્ર બન્યાં ?
જ્ઞાનચંદ : નંદીસૂત્રમાં આવા કુલ ૭૨ સૂત્રના નામ ઉપલબ્ધ છે, જે વાસ્તવમાં ફક્ત ૫૯ જ છે.
જિજ્ઞેશ :– ૫૯માંથી ગણધર કૃત કેટલા છે અને અન્ય શ્રમણ ધૃત કેટલા છે? ૧૩ ગણધરકૃત છે. બાકીના ૫૯–૧૩ =
=
જ્ઞાનચંદ : ૧૨ અંગ + ૧ આવશ્યક ૪૬ આગમ અન્ય શ્રમણકૃત છે. જિજ્ઞેશ :– અન્ય શ્રમણકૃત ૪૬ આગમોના કર્તાના નામ શું છે ? જ્ઞાનચંદ :– (૧) દશવૈકાલિક સૂત્રના કર્તા શય્યભવાચાર્ય (૨) નંદીસૂત્રના કર્તાદેવર્ધિગણિ ક્ષમાશ્રમણ (દેવવાચક) (૩) અનુયોગદ્વાર સૂત્રના કર્તા—આર્યરક્ષિત (૪) પ્રજ્ઞાપના સૂત્રના કર્તા– શ્યામાચાર્ય (૫ થી ૭) દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર, વ્યવહાર સૂત્ર, આ ત્રણ સૂત્રના કર્તા- પ્રથમ ભદ્રબાહુ સ્વામી છે. (૮૯) આતુર પ્રત્યાખ્યાન તથા દેવેન્દ્ર સ્તવ પ્રકીર્ણકના કર્તા– વીરભદ્ર આચાર્ય છે. આ સિવાય ૩૭ આગમોના કર્તાના નામો અપ્રસિદ્ધ છે, અજ્ઞાત છે. તે સિવાય નિશીથ સૂત્ર, આચારાંગ સૂત્રનો વિભાગ હોવાથી ગણધર કૃત સમજવો યોગ્ય છે. જિજ્ઞેશ :– નંદીસૂત્રમાં નામ સાથે આવતા ૭૨ આગમોને વાસ્તવમાં ૫૯ આગમ છે તેમ કહેવાનું શું તાત્પર્ય છે ?
-
જ્ઞાનચંદ :- સ્થાનાંગ સૂત્રમાં સંક્ષેપિકદશા સૂત્રના દસ અધ્યયન કહ્યાં છે, તે જ દસ અધ્યયનનાં નામ નંદી સૂત્રમાં જુદા-જુદા શાસ્ત્ર રૂપે લખ્યાં છે. એ જ પ્રકારે નિરિયાવલિકા સૂત્રમાં તેના પાંચ વર્ગ કહ્યા છે, એ જ પાંચ નામ નંદીસૂત્રમાં પાંચ સૂત્ર રૂપમાં લખેલા મળે છે. આ રીતે આગમાધારથી જ ૭રમાં લિપિ દોષ આદિ માની ૫૯ કહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org