________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧૦૯
શાંતિસૂરિ વગેરે પ્રતિષ્ઠિત આચાર્યોને અયોગ્ય ઠરાવી તેમના વિશે નિંદા-ટીકા કરવામાં કોઈ વિશેષ લાભ નથી. કલ્પસૂત્ર વિશેની બધી કરામતો મલયગિરી આચાર્ય પછીની છે. તેની પહેલાં પર્યુષણા-કલ્પ નામે કોઈ સૂત્ર હતું જ નહીં, કારણ કે તેનો આછો ઉલ્લેખ પણ ક્યાંય થયો નથી ! એટલે સંવતના વિકલ્પ વિશે દેવર્કિંગણિનું નામ ચરી ખાવું તે સ્વાર્થાન્ધતા છે. ભસ્મગ્રહના નઠારા પ્રભાવથી જ કોઈકે પોતાના મોટેરાં સાધુ આચાર્યોના નામે સ્વાર્થ વૃત્તિથી પ્રેરાઈ આવી શરમજનક કલ્પનાઓ ઠોકી બેસાડેલી છે. (૭) છેદસૂત્ર ન વાંચવા સંબંધી આરક્ષિતના પ્રસ્તાવને તે સમયે સર્વ સંમતિ નહોતી મળી, સ્કંદિલાચાર્યની વાચનાના સમયે પણ નહીં એટલે વ્યવહારસૂત્રમાં આજે પણ તે વાંચવું જોઈએ એવું વિધાન છે. તેમ છતાં ૧૫૦૦ વર્ષથી સાધ્વીઓ તે વાંચતા નથી વગેરે. – પ્રબંધ પારિજાત. ટિપ્પણ:- આવી અંધશ્રદ્ધા વાળો ઇતિહાસ કેમ ચાલી શકે? ૧૫૦૦ વર્ષમાં શું કોઈને એવું ન સૂછ્યું કે ૧૪ પૂર્વાને ગણધરની રચનાથી વિપરીત પણ કોઈ આજ્ઞા કરવાનો કોઈને અધિકાર હોય? શું આર્યરક્ષિત આવી મૌખિક આજ્ઞા કરી શકે ખરાં? જે સૂત્ર વિધાનથી વિપરીત હોવાં છતાં ચાલતી રહે! આવું વિચારવું તે આર્યરક્ષિત જેવા પ્રતિષ્ઠિત સાધુઓને, ગણધર, ૧૪પૂર્વીની આશાતના કરીને કલંકિત કરવા જેવું ગણાય. (૮) જિનદાસગણિ કૃત દશવૈકાલિક ચૂર્ણિમાં કહેલી ધ્યાનની પરિભાષાનું ખંડન અગત્ય ચૂર્ણિમાં કરેલું છે. (૯) જિનદાસગણિએ અનેક ભાષ્ય ગાથાઓનો પ્રયોગ ચૂર્ણિઓમાં કરેલો છે તથા હરિભદ્રસૂરિએ ચૂર્ણિઓનો ઉપયોગ કરેલ છે. ભાષ્યકાર જિનભદ્રનો ઉત્તરકાળ વિક્રમસંવત ૫૦-૬૦ની આસપાસ છે. ચૂર્ણિકાર જિનદાસગણિનો સમય ૫૦૭૫૦ની મધ્યે છે.
હરિભદ્રનો સત્તાકાળ ૭૫૦ થી ૮ર૭નો મધ્યકાળ છે. અગત્યસિંહ સૂરિ જિનદાસના સમકાલીન કે થોડા પશ્ચાત્વર્તી હતાં. લગભગ આઠમી શતાબ્દીનાં હોવાની સંભાવના છે. (૧૦) ૧૪ પૂર્વી ભદ્રબાહુસ્વામી નિર્યુક્તિકાર હતાં, તે મુજબનું કથન વિશેષાવશ્યક ભાષ્યની ટીકામાં છે, તે સ્વોપજ્ઞ ટીકાંશમાં નથી પણ અન્ય ટીકાકાર શ્રી કોટ્યાચાર્યની ટીકામાં છે, આવું પં. દલસુખ માલવાણિયાજીએ સ્થળ નીકાળ ને બતાવ્યુંને સમજાવ્યું છે. કોટ્યચાર્ય ૮મી ૯મી શતાબ્દીનાં હતાં. જે હરિભદ્ર સૂરિના સમકાલીન અથવા થોડા પૂર્વવર્તી છે. (૧૧) નિશીથ ઉ.૧૯ના પાઠવિશે એવી કલ્પના કરવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org