________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧૦૧
અન્યથા- મેથા ૩વરત્તિ વિનિ, મછિયાદિ વની વડું પરાર્થે भत्ते पाणे वा जइ मच्छिया मरइ तं अणेसणिज्जं । संजय हत्थे, उद्धिरिज्जइ; ને દિયા છાજે ડિM I – આવશ્યક હરિભદ્રીય ટીકાઃ પારિઠાવણિયા નિયુક્તિ. સારાર્થ:- (૧) પાણીમાં દેડકાં કે માછલાં આવી જાય તો તેને પાણીમાં રાખી, બીજા પાણીમાં પરઠી આવવા (૨) પશુ પક્ષીના મૃત ક્લેવર ઉપાશ્રયમાં હોય તો વિવેકપૂર્વક યથાસ્થાને પરઠવા (૩) આહાર પાણીમાં, દહીં છાશમાં અને માખણ તથા શેરડીના રસમાં ત્રસ જીવ સંસકત હોય તો તેને વિવેકથી કાઢીને ખાવું અથવા ન નીકળે તો તે ખાધા વિના યથાસ્થાને પરઠી આવવું (૪) ત્રસ જીવ યુક્ત જળમાં જો જીવ પરિણત થઈ જાય અને તે પાણી જીવ રહિત થઈ જાય તો ત્રણ સાધુઓએ નિરીક્ષણ કરીને પછી ગાળીને તે પાણી ઉપયોગમાં લેવું. (૫) પાણીમાં પાણીના જીવ હોય તો તેને થોડા પાણીમાં કાઢીને દાતા પાછું લે તો તે પાણી દઈ દેવું અન્યથા બીજા જળમાં યતનાથી પરઠી દેવું (૬) રસજ જીવોત્પતિ યુક્ત આહાર હોય તો પરઠી દેવું અને એવું પાણી આવી જાય તો પાત્ર સાથે પરઠી દેવું અથવા માટીના વાસણમાં નાખી પરઠી આવવું (૭) પાણીમાં કીડી પડી જાય તો તરત જ વિવેકથી કાઢી નાખવી, માખી પડે તો કાઢી નાખી, પછી ઉપયોગમાં લઈ શકાય. ચીકણો પદાર્થ હોય તો માખીને કાઢી રાખમાં નાખી દેવી (૮) કીડી, માખી આદિ મરી જાય તો તે પાણી ગાળીને ઉપયોગમાં લઈ શકાય (૯) ગૃહસ્થના હાથમાં રહેલ આહાર વહોરાવતી વખતે તેમાં માખી પડી જાય અને મરી જાય તો તે આહાર અનેષનીય છે(અગ્રાહય છે) અને સાધુએ વહોર્યા પછી તે આહારના પાત્રમાં ત્યાં જ માખી પડે તો તુરંત કાઢી નાખવી જોઈએ. ટિપ્પણ:- (૧) અત્રે માખણ સંબંધી લેવા તથા સંશોધન કરવા અને ખાવા કે પરઠવાનું જે વર્ણન છે, તેનાથી સ્પષ્ટ થાય છે, કે માખણને અભક્ષ્ય કહેવાની પ્રથા આ ટીકાના કર્તા હરિભદ્રસૂરિના સમય સુધી ઉત્પન્ન થઈ નહોતી પાછળથી જ કોઈએ પ્રચારિત કરી છે. (૨) રસજ જીવોત્પતિવાળા આહાર અને જીવયુક્ત આહારાદિ પરાઠવાના આ અનેક પ્રકરણોમાં “દ્વિદળ' સંબંધી કિંચિત્ પણ કથન નથી. એટલે દ્વિદળ સંબંધી અયુક્ત તથા અનાવશ્યક કલ્પના પણ પાછળથી કોઈની સ્વચ્છેદ મતિથી ઉત્પન્ન થઈ હશે. રર અભક્ષ્યોની કલ્પના પણ પાછળથી શરૂ થઈ હશે. (૩) જળના જીવોને પરઠવાની વિધિથી એટલું સ્પષ્ટ થાય છે કે તેને ગમે ત્યાં પણ પાણીમાં જ પરઠવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org