________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧૬૯
चेतसि आधाय प्रमादादिना भवितव्यं । तपः संयमोद्यमवतः चैत्यादि कृत्येषु अविराधकत्वात् । तथा चाह-चेइय कुल गणसंघे आयरियाण च पवयण सुए ચ સવ્વસુ વિ તેજ , તવસંગમુમતેf ll૧૧૦૧ આ બધા પ્રતિ ભક્તિ વગેરે કૃત્ય કરનાર તે જ હોય જે તપ સંયમમાં ઉદ્યમવાન છે, તેણે આ બધા પ્રત્યે પોતાની ભક્તિનો વિનય કર્યો તેમ સમજવું. યઃ તપ સંયનેષુ ૩મવાનું વર્તત તેન તેષ સર્વેષ સ્થાનેy (વિનય ભક્તિ) તું ! ભાવાર્થ – (ઉપરોક્ત સર્વ પ્રમાણ ચર્ચાનો ભાવાર્થી છ કાય જીવોની હિંસારૂપ દ્રવ્ય પૂજાથી સંયમનું સમ્યગુ પાલન ન થઈ શકે, અર્થાત્ સમ્યમ્ સંયમના જ્ઞાતા મુનિ ફૂલ-ફળાદિથી પૂજા કરવાની ઇચ્છા પણ ન કરે.
દ્રવ્યપૂજાથી ભાવોની શુદ્ધિ થાય તેવું પણ એકાંતે યોગ્ય જણાતું નથી કારણ કે દ્રવ્યપૂજા વગર પણ ભાવોની શુદ્ધિ થઈ શકે છે. ભાવશુદ્ધિનું પ્રધાન કારણ છે ભાવસ્તુતિ અને ભાવ પૂજા; તેમજ તે જ તીર્થની ઉન્નતિનું કારણ છે.
છ કાયના જીવોની રક્ષા કરવી એ જ મોક્ષનું પ્રથમ સાધન છે. તીર્થકર તથા શ્રમણ છકાયને હિતકારી જ કથન કરે છે. છ કાયની હિંસા પ્રેરક વચન તે ત્યાગી પુરુષો કરતા નથી.
દ્રવ્ય પૂજા દ્રવ્યસ્તવનું મહત્વબતાવનારાના વચન(તક) અનિપુણ બુદ્ધિના વચનો છે. એટલે બોધ પ્રાપ્ત કરીને સંયમતપમાં પુરુષાર્થ કરવો જોઈએ. મૂર્તિપૂજા વગેરે બહાને સંવર તપમાં આળસ ન કરવી જોઈએ. સંયમ તપમાં જે ઉદ્યમવંત થાય તે જ ચેત્યાદિ કૃત્યનો સ્વતઃ આરાધક બની જાય છે. અર્થાત્ તપ સંયમમાં ઉદ્યમ કરેલ હોય તો તેણે ચિત્ય, આચાર્ય, ઉપાધ્યાય, ગુરુકુળ, ગણ, સંઘ, પ્રવચન, શ્રુત આ બધા પ્રત્યે કર્તવ્ય પાલન અથવા વિનય ભક્તિ કરેલ છે, તેમ સમજવું જોઈએ.
આ મૂર્તિપૂજકોના માન્ય નિયુક્તિ ગ્રંથોમાં આપેલ સ્પષ્ટ ઉલ્લેખનો ભાવાર્થ છે. આથી એટલું તો સ્પષ્ટ સમજાય છે, કે મૂર્તિપૂજા સંયમ ધર્મ તપ ગુણોમાં આળસ કે બહાનું કાઢવાની ઉત્પત્તિનું નિમિત્તક પણ છે. તેનાથી અધિકગણું મહત્વ સંવર પ્રવૃત્તિનું છે. એટલે સંવર સામાયિક વગેરે પ્રવૃત્તિઓને છોડીને ફક્ત પૂજા કરીને ધર્મ કર્યો એવો સંતોષ કરનાર વાસ્તવમાં અનિપુણ બુદ્ધિ એટલે મૂઢમતિ જ છે.
' પરઠવા સંબંધી જ્ઞાન: દ્વિદળ, માખણ શ્રમણ સૂત્રના ચોથા પાઠના પાંચમી સમિતિના પ્રસંગે વિવેચનમાં આચાર્ય હરિભદ્ર સૂરિએ અન્યત્રથી સંપૂર્ણ પરિવાવળિયા નિર્યુક્તિ પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org