________________
અનુભવ અર્ક ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
વગરના પાઠને પ્રધાનતા આપી છે. આમ સાતમી-આઠમી શતાબ્દિમાં લખેલ જૂની પ્રતો સાથે સરખામણી કરતાં તેની પ્રક્ષિપ્તતા સમજાઈ જાય છે. એટલા માટે પુરાણી પ્રતો સાથે તે પ્રતોને સરખાવી લેવી જોઈએ. રાયમ્પસેણીય તથા જીવાભિગમ સૂત્રના ટીકાકાર શ્રી મલયગિરિજી, નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરિના પશ્ચાત્વર્તી હતા. જેમને પ્રક્ષિપ્ત થયેલ પાઠવાળી પ્રતો જ ઉપલબ્ધ થઈ હશે. જેના કારણે તેમણે પોતાની ટીકામાં ણમોત્કૃણું વગેરે પાઠની પણ ટીકા કરી છે. પરંતુ તેની સંગતિના વિષયમાં તેઓ મૌન છે. આમ મૂર્તિપૂજક આચાર્ય સ્વયં અનેક ગ્રંથોમાં મૂર્તિપૂજાને જિનાગમ વિરુદ્ધ સિદ્ધ કરે છે. ણમોત્થણ પાઠની પ્રક્ષિપ્તતાનો ઉહાપોહ પણ તેમની ટીકાઓમાં મળે છે.
૧૫૧
સાર ઃ- શાતાસૂત્ર રાયપ્પસેણીય સૂત્ર અને જીવાભિગમ સૂત્ર આ ત્રણેય સૂત્રોમાં ણમોત્થણનો પાઠ પ્રક્ષિપ્ત છે, આવુ જૂની પ્રતો જોવાથી તથા તેના વ્યાખ્યા ગ્રંથોને જોવાથી સ્પષ્ટ થઇ જાય છે.
આ પણ એક સ્વપક્ષ સિદ્ધ કરવાની પ્રકૃતિનું પરિણામ છે. જે વિક્રમ સંવતની આઠમી સદી પછી લગભગ ૧૨ મી, તેરમી શતાબ્દીની વચ્ચેના કાળ ના વખતની વાત છે. એ વખતનો ૪૦૦-૫૦૦ વર્ષનો મધ્યકાળ ઉત્કૃષ્ટ શિથિલાચારના સમયનો હતો. સાથે સાથે વિરોધ કરનારા ધુરંધર વિદ્વાન મૂર્તિપૂજકોના સાથી શ્રમણોનો પણ તે કાળ હતો. તેઓ પણ કોઈને કોઈ રીતે પોતાની શુદ્ધાચાર મૂલક પ્રરૂપણા જુદી જુદી જગ્યાએ કરી જ લેતા હતા. તેઓ સ્વતંત્ર ઉપદેશી ગ્રંથ રચીને તેમાં પણ પોતાની શ્રદ્ધા રુચિ પ્રમાણે પ્રરૂપણા તથા મૂર્તિ પૂજા આડંબર વગેરેનું ખંડન પણ કરી લેતા હતા. આવા અનેક પ્રમાણો આજે ઉપલબ્ધ છે. આવા વિરોધના પ્રતિસ્પર્ધાવાળા, પ્રતિવાદવાળા તે મધ્યકાલીન જમાનામાં કલ્પિત પ્રક્ષેપો, કલ્પિત રચનાઓ, આગમ સંબંધી ચોરીઓ, ખોટા શિલાલેખો વગેરે અનેક કારનામાઓ એ વખતે થયાં હતાં. એટલે આગમો પ્રત્યે અંધશ્રદ્ધા બુદ્ધિ રાખવાના બદલે વિવેક બુદ્ધિ રાખવી ઉપયુક્ત છે.
મધ્યકાળનું ચિત્રણ: ઐતિહાસિક નોંધ-સાર
(૧) દેવર્દ્રિગણિના પછીના કાળને અર્થાત્ વીર નિર્વાણ ૧૦૦૦ વર્ષ પછીના કાળને અત્રે મધ્યકાળ ગણ્યો છે.
“દિગંબરો દ્વારા મથુરાના સ્તૂપમાં નગ્ન મૂર્તિઓ બનાવીને રાખવામાં આવી તથા બીજે પણ આ પ્રકારે કરવામાં આવ્યું. ખોટાં સાચાં શાસ્ત્રો ઘડી નાખવામાં આવ્યાં. ખરતર ગચ્છ વગેરે ગચ્છની પટ્ટાવલીઓમાં જે વર્ણન છે તે તો સાવ કલ્પિત અને કિંવદંતી સમાન કે એથી પણ હીન દશાથી પરિપૂર્ણ છે. લોકમતની પટ્ટાવલીઓ પણ ખોટી તથા ભ્રમિત છે. દેવર્લિંગણની પછી અનેક
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International