________________
અનુભવ અર્ક ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
પ્રવૃત્તિઓ પસંદ નથી હોતી. આવા વખતે તેના મુદ્દાનો જોર જોરથી વિરોધ કરતા હોય છે, જે આજની તારીખમાં પણ બને છે. એવું જ કથન લગભગ મહાનિશીથ કારે કરેલું છે.
૧૩૦
(૮) વિચિત્ર પ્રાયશ્ચિત્ત- જિન વંદન કે પ્રતિક્રમણ કરનારાઓની સામેથી બિલાડી પસાર થઈ જાય તો તે બધા સાધુઓએ લોચ કરવો જોઈએ અથવા કઠોર તપ કરવું જોઈએ. જો આ ‘પ્રાયશ્ચિત્ત’ ન કરે તો તેને ગચ્છની બહાર મૂકી દેવા જોઈએ.
ન
પગમાં ચંપલ પહેરીને ફરે તો નવી દીક્ષા, ચંપલ ન રાખે તો છ. દેવવંદન વિના પ્રતિક્રમણ કરે તો ઉપવાસ. આવશ્યક પ્રસંગ પર પગરખાં ન પહેરે તો છઠ્ઠ. રાત્રિના પ્રથમ પ્રહરમાં પ્રતિક્રમણ કર્યા પછી સ્વાધ્યાય ન કરે તો પાંચ ઉપવાસ. પહેલો પ્રહર પૂરો થયા પહેલાં સંથારાનો આદેશ લે તો છટ્ટ. આદેશ વગર સૂવે તો ઉપવાસ. સ્થંડિલ પ્રતિલેખન કર્યા વગર સંથારો કરે તો પાંચ ઉપવાસ, અવિધિથી સંથારો(શયનાસન) કરે તો ઉપવાસ. ઉત્તરપટ્ટા વગર સંથારો કરે તો ઉપવાસ. દુપટ્ટ સંથારો કરે તો ઉપવાસ.
સૂતી વખતે આયરિય ઉવજ્ઝાએનો પાઠ ન કરે, કાનમાં રૂ ન ભરાવે, સાગારી સંથારાના પચ્ચકખાણ ન કરે તો પ્રત્યેકમાં નવી દીક્ષા. પછી પરમ મંત્રાક્ષરોથી શરીરની બાર ભાવના ભાવીને સાપ, સિંહ, હાથી, દુષ્ટપ્રાણી, વાણવ્યંતર, પિશાચાદિથી રક્ષા ન કરે તો નવી દીક્ષા. આ બધાં વિચિત્ર પ્રાયશ્ચિત્તો છે. સુખ સાધનોનો ઉપયોગ ન કરવામાં કોઈ પ્રાયશ્ચિત્ત લાગતું નથી તો ઉપસર્ગ દૂર કરવામાં કે પગરખાં વગેરે ન પહેરવામાં પ્રાયશ્ચિત્ત કેવું? આવું વિધાન કરવું તે અનાગમિક છે. ઉત્તરપટ્ટાનો ઉપયોગ પણ પૂર્વકાળમાં નહોતો થતો. મહાવીર નિર્વાણના સેંકડો વર્ષ પછી તેનું અસ્તિત્ત્વ થયું એટલે એનું પણ પ્રાયશ્ચિત્ત કેવું?
‘૧૨ ભાવના ન ભાવે તો ૨૫ આયંબિલનું પ્રાયશ્ચિત્ત અને તે આયંબિલ ન કરે તો પાંચ ઉપવાસ. રાત્રિમાં છીંક, ખાંસી વગેરે આવે તો છટ્ટ. દિવસ-રાત દરમ્યાન હાસ્ય, ક્રીડા, કંદર્પ, નાસ્તિકવાદની વાત કરે તો નવી દીક્ષા. તેઉકાય, અપકાયનો સંઘટ્ટો થઈ જાય તો ૨૫ આયંબિલ, સ્ત્રી સંબંધી મૈથુન સેવનનું પ્રાયશ્ચિત્ત– કદાચિત મહાતપસ્વી હોય તો તેને ૭૦ માસ ખમણ, ૭૦ અર્ધમાસ ખમણ, ૭૦ પંચોલા યાવત્ ઉપવાસ, આયંબિલ, એકટાણાં, નીવી, એકાસણા બધુ ૭૦-૭૦’ આ બધાં વિધાનો અન્ય કોઈ સૂત્રમાં થયા નથી.
(૯) ‘આ પ્રાયશ્ચિત્ત વિધાન ક્યાં સુધી ચાલશે ? આચારાંગ સૂત્ર રહેશે ત્યાં સુધી ઉક્ત પ્રાયશ્ચિત્ત પદ્ધતિ પણ ચાલતી રહેશે. પ્રાયશ્ચિત્ત સૂત્રના વિચ્છેદ થવા પર ૭ દિવસમાં ચંદ્ર-સૂર્યની કાંતિ ઓછી થઈજશે.' આચાર્ય, મહત્તર અને પ્રવર્તિનીને આ બધા પ્રાયશ્ચિત્તો ચાર ગણા વધારે સમજવા. આ વિધાન પણ આગમિક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org