________________
અનુભવ અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
પંડિતજી :– હા, મુનિવર ! આ જ વિવેક શીખવાનો છે કે આવા સમયે કોઈ ધર્મ સિદ્ધાંત દ્વારા પ્રભુ સ્મરણ વગેરે તથા ત્યાગ પ્રત્યાખ્યાનનો કે પાપોના ત્યાગનો નિષેધ ન કરી શકાય. કોઈને દીર્ઘકાલીન અશુચિમય રોગ કોઢ વગેરે થઈ જાય તો તે પણ એવી અવસ્થામાં યથાશક્તિ ધર્મ આરાધના કરી શકે છે, તેનો કોઈપણ ૩૨-૪૫ કે ૭૨ આગમોમાં નિષેધ નથી. આગમની અસ્વાધ્યાય પરિસ્થિતિનો આશય એટલો જ છે, કે આવશ્યક સૂત્ર (પ્રતિક્રમણ)ના પાઠોને છોડીને બાકી બધા આગમોના મૂળપાઠનું ઉચ્ચારણ અસ્વાધ્યાય કાળમાં ન કરવું જોઈએ.
૧૦૩
માટે બધા અસ્વાધ્યાયોમાં આગમ પાઠના ઉચ્ચારણ સિવાય સામાયિક, પૌષધ, વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણ, ગુરુદર્શન, જાપ-ધ્યાન વગેરે અન્ય કોઈપણ ધર્મારાધનની પ્રવૃત્તિઓ કરી શકાય છે.
લઘુ સંવાદ : દિગંબર માન્યતા વિચારણા
પ્રશ્ન :– સ્ત્રીનો મોક્ષ થઈ શકે છે ?
ઉત્તર ઃ- શ્વેતાંબર અને દિગંબર બંનેને પંદર ભેદે મોક્ષ હોવાનું માન્ય છે કેમ કે દિગંબરોના પોતાના શાસ્ત્રોમાં પણ સ્ત્રીલિંગ સિદ્ધ હોવાનું કહ્યું છે. પ્રશ્ન :– વસ્ત્ર ધારણ કરનારા સાધુ-સાધ્વી મોક્ષે જઈ શકે છે ? ઉત્તર ઃ- સ્વલિંગ, અન્યલિંગ અને ગૃહસ્થલિંગ; આ ત્રણ પ્રકારના લિંગ વસ્ત્ર વિના સંભવી ન શકે અને ત્રણેય ને અચેલ માનવા તે અનુચિત છે, કેમ કે દિગંબરી માન્યતાનુસાર નિર્વસ્ત્ર બધા સ્વલિંગી હોય તો પણ ત્રણ પ્રકાર કહેવાનું નિરર્થક જ ગણાય. ફક્ત એકને જ સ્વલિંગવાળા કહી શકાય. કેમ કે બધા નગ્નોનો એકમા સમાવેશ થઈ જાય છે. તેમને અલગ-અલગ લિંગવાળા કહેવાની પછી તો જરૂર જ રહેતી નથી. જ્યારે ત્રણે ય પ્રકારના લિંગવાળાને મોક્ષ મળવાનું વિધાન શ્વેતાંબર-દિગંબર બંનેના શાસ્ત્રોમાં છે.
પ્રશ્ન :– શું આપણા આગમો પ્રાચીન નથી ? બધાં જ આગમો આચાર્યોએ બનાવ્યા છે?
ઉત્તર :– દિગંબરોનું આ વિષયમાં જે કથન છે તે ભ્રમપૂર્ણ છે. કેમ કે સંપૂર્ણ જ્ઞાનનો વિચ્છેદ માનવાથી તેના આચાર્યોને શ્રુતહીન, અજ્ઞાની જ માનવા પડે અને આમ અજ્ઞાની દ્વારા રચાયેલા શ્રુતને મિથ્યાશ્રુત જ માનવું પડે.
પ્રશ્ન :– આપણા શાસ્ત્રોની પ્રમાણિકતા પ્રાચીનતાનું કોઈ પ્રમાણ છે ખરૂ ? ઉત્તર :~ જો દિગંબરોથી જૂદા થઈને શ્વેતાંબરોએ પોતાના શાસ્ત્રો રચ્યાં હોત તો શ્વેતાંબર શાસ્ત્રોમાં જુદી-જુદી જગ્યાએ વસ્ત્ર રહિત હોવાનો નિષેધ થયો હોત તે સ્વાભાવિક છે. પરંતુ આ શાસ્ત્રોમાં અચેલ હોવાનું પ્રશસ્ત કહ્યું છે. અચેલતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org