________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
દ્રવ્યને છ ભેદથી, એમાં પણ જીવ દ્રવ્યને ચાર ગતિથી, પછી જાતિથી, કાયાથી, પછી દેશ વિશેષથી કથન કરે છે.
જેમકે સંગ્રહ નય મનુષ્ય જાનવર આદિ અથવા તેના સમૂહને આ જીવ છે, એવા સામાન્ય ધર્મની પ્રમુખતાથી કથન કરે. જ્યારે વ્યવહાર નય આ મનુષ્ય ભારતવર્ષના રાજસ્થાન પ્રાંતના જયપુર નગરનો બ્રાહ્મણ જાતિનો ત્રીસ વર્ષનો જુવાન છે, એવું કહેશે. એ રીતે વિશેષ ધર્મ કથન તથા આશયને વ્યવહાર નય પ્રમુખ કરે છે.
(૧) નૈગમ નય સામાન્ય અને વિશેષ બન્નેને ઉપયોગી સ્વીકારે છે. (૨) સંગ્રહ નય સામાન્યને ઉપયોગી સ્વીકાર કરે છે. (૩) વ્યવહાર નય વિશેષ (વ્યવહારિક) અવસ્થા સ્વીકાર કરીને કથન કરે છે. આ ત્રણ નયને દ્રવ્યાર્થિક નય કહે છે. આ નય ત્રણે કાળને સ્વીકારે છે. ઋજુસૂત્ર નય – ફક્ત વર્તમાનકાળને પ્રમુખતા આપવાવાળોયા સ્વીકાર કરનારો આ નય ઋજુસૂત્ર નય છે. આ વર્તમાનની ઉપયોગિતા સ્વીકાર કરે છે. ભૂત અને ભાવના ધર્મોની, અવસ્થાઓની અપેક્ષા રાખતો નથી. કોઈ વ્યક્તિ પહેલાં દુખી હતો, પછી એનું ભવિષ્ય પણ દુઃખી હશે, પરંતુ અત્યારે વર્તમાનમાં સુખી છે, સુખનો અનુભવ કરી રહ્યો છે. તેને ભૂત અને ભવિષ્યના દુઃખનો અત્યારે શું સંબંધ? આથી તે વ્યક્તિને સુખી કહેવામાં આવશે. કોઈ પહેલાં રાજા હતો, હમણાં ભિખારી બની ગયો છે. પછી ફરી ક્યારેક રાજા બનશે. પરંતુ અત્યારે તે ભીખારીપણાનો અનુભવ કરી રહ્યો છે. અતઃ એને ભૂતકાળ અને રાજાપણાનો અત્યારે કંઈ જ સંબંધ નથી. અત્યારે તો એ ભિખારી જ કહેવાશે. કોઈ વ્યક્તિ મુનિ બન્યો હતો, અત્યારે તે ગૃહસ્થ છે, ફરી મુનિ બની જશે. વર્તમાનમાં તે ગૃહસ્થરૂપમાં છે. પૂર્વ અને ભાવી મુનિપણાનો એને કોઈ આત્માનંદ નથી. અતઃ આ નય વર્તમાન અવસ્થામાં વસ્તુ સ્વરૂપને દેખે છે, જાણે છે અને કથન કરે છે. શબ્દ નય :- શબ્દથી પદાર્થોનું જ્ઞાન થાય છે. એટલા માટે આ નય પદાર્થોને કોઈપણ પ્રકારે બોધ કરાવનાર શબ્દોનો સ્વીકાર કરે છે. તે શબ્દ જે પદાર્થનો બોધ કરાવે છે તેને આ નય પ્રધાનતા આપીને સ્વીકાર કરે છે. આ નય વર્તમાનને સ્વીકાર કરે છે. યથા “જિન” શબ્દ જે વર્તમાનમાં રાગદ્વેષ વિજેતા છે એને એ ગ્રહણ કરે છે. પરંતુ ભવિષ્યમાં કોઈ જિન થશે એ દ્રવ્ય “જિન'નો સ્વીકાર કરતો નથી. તેવી રીતે કોઈનું નામ “જિન” છે, એ નામ જિનનો પણ સ્વીકાર કરતો નથી. પ્રતિમા, યા ચિત્ર પર કોઈ “જિન”ની સ્થાપના કરી તે “સ્થાપના જિન'ને પણ આ નય સ્વીકાર કરતો નથી. આ પ્રકારે આ નય કેવલ ભાવનિક્ષેપનો સ્વીકાર કરે છે. નામ, સ્થાપના એવં દ્રવ્યનિક્ષેપને આ નય સ્વીકાર કરતો નથી.
જે શબ્દ જે વસ્તુનું કથન કરવાની અર્થ યોગ્યતા અથવા બોધકતા ધરાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org