________________
તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
સર્વે અવસ્થાને પ્રધાનતા આપીને તેનો સ્વીકાર કરે છે. વસ્તુના વિશાળરૂપથી પણ તે વસ્તુનો સ્વીકાર કરે છે અને વસ્તુના એક અંશથી પણ તે વસ્તુનો સ્વીકાર કરવામાં આવે છે. આ નયના અપેક્ષા-સ્વરૂપને સમજવા માટે ત્રણ દષ્ટાંત આપ્યા છે. યથા- ૧. નિવાસનું ૨. પ્રસ્થક નામના કાષ્ઠ પાત્રનું ૩. ગામનું.
૮૩
(૧) એક વ્યક્તિએ બીજી વ્યક્તિને પૂછ્યું કે આપ ક્યાં રહો છો ? તો એના પ્રશ્નના ઉત્તરમાં તે કહે કે હું લોકમાં રહું છું અથવા તિરછા લોકમાં રહું છું અથવા જંબુદ્રીપમાં ભરતક્ષેત્રમાં હિન્દુસ્તાનમાં, આ રીતે ગુજરાત, રાજકોટ, કાલાવડ રોડ, ઓમાનવાળા ઉપાશ્રય, બીજા માળે વગેરે કોઈપણ ઉત્તર આપે. નૈગમ નય તે બધી અપેક્ષાઓને સત્ય યા પ્રમુખતાથી સ્વીકાર કરે છે.
(૨) કાષ્ઠપાત્ર બનાવવા માટે લાકડા કાપવા જંગલમાં જતી વખતે કોઈના પૂછવા પર તે વ્યક્તિ કહે કે પ્રસ્થક(કાષ્ઠ પાત્ર) લેવા જઈ રહ્યો છું. વૃક્ષ કાપતી વખતે, પાછા આવતી વખતે, છોલતી વખતે, સુધારતી વખતે અને પાત્ર બનાવતી વખતે, આ પ્રકારે સર્વે અવસ્થાઓમાં એનું પ્રસ્થક બનાવવાનું કહેવું નૈગમ નય સત્ય સ્વીકાર કરે છે.
(૩) જયપુર જનારો વ્યક્તિ જયપુરની સીમામાં પ્રવેશ કરતાં કહે કે જયપુર આવી ગયું, નગર કે બગીચામાં પ્રવેશતાં કહે જયપુર આવી ગયું, શહેરમાં પહોંચતાં, પ્રવેશતાં, મોટા રસ્તા પર પહોંચતાં અને તેમાં પણ લાલ ભવનમાં બેસતાં, પોતાના સાથીઓને કહે કે આપણે જયપુરમાં બેઠા છીએ. આ સર્વે અવસ્થાઓના વાક્ય પ્રયોગોને નૈગમ નય વગર સંકોચે સત્ય સ્વીકાર કરી લે છે. આ નૈગમ નયની અપેક્ષા છે. આ પ્રકારે દ્રવ્ય પર્યાય સામાન્ય અને વિશેષ તથા ત્રણે કાળને સત્ય સ્વીકાર કરનારો નૈગમ નય છે.
સંગ્રહ નય :- નૈગમ નય સામાન્ય અને વિશેષ બન્નેની ઉપયોગિતાનો સ્વીકાર કરે છે. સંગ્રહ નય ફક્ત સામાન્યનો સ્વીકાર કરે છે, વિશેષને ગૌણ કરે છે. સામાન્ય ધર્મથી અનેક વસ્તુઓને એકમાં જ સ્વીકાર કરવાવાળો સંગ્રહ નય છે. યથાભોજન લાવો. આ કથનમાં રોટલી, શાક, મિઠાઈ, દહીં, નમકીન ઇત્યાદિ સર્વે . પદાર્થોને ગ્રહણ કરી એને આદેશ અપાય તેને સંગ્રહ નય કહે છે. એવી જ રીતે અહીં વનસ્પતિઓ છે. તેમ કહેવાથી લીલું ઘાસ, છોડ, વેલ, આંબાનું વૃક્ષ આદિ અનેકોના સમાવેશ યુક્ત કથન સંગ્રહ નયની અપેક્ષાએ છે. એ પ્રકારે દ્રવ્યથી ૬ દ્રવ્યોનું, જીવથી ચાર ગતિના જીવોનું કથન સંગ્રહ નયની અપેક્ષાએ છે. આ પ્રકારે આ નય એક શબ્દમાં અનેક પદાર્થોનો સંગ્રહ કરે છે. વિશેષ વિશેષતર ભેદપ્રભેદોની અપેક્ષા રાખતો નથી.
વ્યવહાર નય :- સામાન્ય ધર્મોને છોડીને વિશેષ ધર્મોને ગ્રહણ કરી વસ્તુનું કથન કરવાવાળો અને ભેદ-પ્રભેદ કરી વસ્તુનું કથન કરનારો વ્યવહાર નય છે. જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org