________________
તત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
અવગાહનાથી અસંખ્યગણી અને નિર્મલ આંખોથી જે નાનામાં નાની વસ્તુ જોઈ શકાય, તેનો અસંખ્યાતમો ભાગ હોય, એવા અસંખ્ય ખંડ વાલાગ્રના સમજવા. ૫. એવું જ અંતર બાદર અહ્વા પલ્યોપમ અને સૂક્ષ્મ અહ્વા પલ્યોપમમાં સમજવું.
GC
૬. બાદર ‘ક્ષેત્રપલ્યોપમ'માં અખંડ વાલાગ્નોના અવગાહન કરેલ આકાશ
પ્રદેશોનો હિસાબ હોય છે અને સૂક્ષ્મમાં અસંખ્ય ખંડ કરેલા વાળાગ્રના અવગાઢ અને અનવગાઢ બન્ને પ્રકારના અર્થાત્ પલ્ય ક્ષેત્રના સમસ્ત આકાશ પ્રદેશ ગણાય છે.
૭. ત્રણ પ્રકારના બાદર(વ્યવહાર) પલ્યોપમ કેવળ સૂક્ષ્મને સમજવા માટે છે અને લોકમાં એનો બીજો કોઈ ઉપયોગ નથી.
૮. સૂક્ષ્મ ઉદ્વાર પલ્યોપમથી દ્વીપ સમુદ્રોનું માપ થાય છે. અર્થાત્ અઢી ઉદ્વાર સાગરોપમના જેટલા સમય છે, તેટલા લોકમાં દ્વીપ સમુદ્ર છે.
૯. સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ સાગરોપમથી ચાર ગતિના જીવોની ઉંમરનું કથન કરાય છે. અહીં ચારે ગતિના જીવોની સ્થિતિ વિસ્તારથી બતાવેલ છે. – તે માટે જુઓ પ્રજ્ઞાપના સૂત્ર પદ–૪ અને સારાંશ ખંડ–૬.
૧૦. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમથી દષ્ટિવાદ અંગસૂત્રમાં વર્ણવેલા દ્રવ્યોનું માપ કરાય છે.
=
પલ્યની ઉપમા :– લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આ ત્રણેમાં સમાન, ધાન્ય વગેરે માપવાના પાત્ર ને પલ્ય કહે છે. અહીંયા સ્વીકાર કરેલા પાત્રને(ખાડાને) પણ ત્રણેની સમાનતાને કારણે પલ્ય કહેવાય છે.
ઉત્સેધાગુલથી એક યોજન લાંબો, પહોળો, ઊંડો ગોળાકાર તે પલ્ય હોય છે. જેની સાધિક ત્રણ યોજનની પરિધિ હોય છે. તેમાં સાત દિવસના નવજાત બાળકોના વાળ ઠાંસી ઠાંસીને ખીચોખીચ સઘન એવી રીતે ભરી દેવામાં આવે કે જરાક પણ ખાલી જગ્યા(સ્થૂળ દષ્ટિની અપેક્ષાએ) ન રહે. તેવા ભરેલા તે વાળોને સમયે સમયે અથવા સો-સો વર્ષે એક-એક કાઢવામાં આવે છે.
ન
એ રીતે વાળો કાઢતાં આખો પલ્ય ખાલી થઈ જવામાં જેટલો સમય લાગે તેને પલ્યોપમ કહેવામાં આવે છે. આગળ ૯ પ્રકારના પલ્યોપમનું વર્ણન આવશે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના વર્ણનથી એ સ્પષ્ટ થાય છે કે આવા ખીચોખીચ ભરેલા સ્થાનમાં પણ સૂક્ષ્મ દૃષ્ટિથી અનેક આકાશ પ્રદેશ ખાલી રહી જાય છે. એને એક દષ્ટાંત દ્વારા સમજવું જોઈએ, જેમ કે–
એક મોટા કોઠીમાં કોળા ફળ ભર્યા, પછી હલાવી હલાવીને બિજોરાના ફળ ભર્યા, પછી હલાવીને બીલીના ફળ, એમ ક્રમશઃ નાના-નાના ફળ, આંબળા, બોર, ચણા, મગ, સરસવ ભર્યાં તે પણ તેમાં સમાઈ ગયા. તો પણ કયાંક થોડી ખાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org