________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૬) ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, પારિણામિક ક્ષાયિક સમ્યક્ દૃષ્ટિ જીવને ઉપશમ શ્રેણીમાં.
કર
અહીં ૧. ગતિઓને ઉદયમાં ૨. ઉપશમ સમકિત, ઉપશમ શ્રેણીને ઉપશમમાં ૩. ઇન્દ્રિયોને ક્ષયોપશમમાં ૪. ક્ષાયિક સમકિત, ક્ષપક શ્રેણી, કેવળ જ્ઞાનને ક્ષયમાં ૫. જીવત્વ ભવીત્વ આદિ પારિણામિકમાં સમજવા. સાત નામ :- સાત સ્વર છે. તે આ પ્રમાણે છે :--
૧) ષડ્જ સ્વર :- કંઠ, વક્ષસ્થળ, તાલુ, જિવ્હા, દાંત, નાસિકા; આ છ સ્થાનોના સંયોગથી આ સ્વર ઉત્પન્ન થાય છે, જિન્હાગ્રંથી ઉચ્ચારિત થાય છે, યથા– મયૂરનો શબ્દ, મૃદંગનો શબ્દ. આ સ્વરવાળો મનુષ્ય આજીવિકા, પુત્ર, મિત્ર આદિથી સંપન્ન સુખી હોય છે.
-
૨) વૃષભ સ્વર :- બળદની ગર્જના જેવો. આ સ્વર વક્ષસ્થલમાંથી ઉચ્ચારિત થાય છે. યથા– કુકડાનો સ્વર, ગૌમુખી વાજિંત્રનો સ્વર. આ સ્વરવાળો મનુષ્ય ઐશ્વર્યશાળી હોય છે. તે સેનાપતિત્વ, અને ધનધાન્ય આદિ ભોગસામગ્રી ને પ્રાપ્ત કરે છે.
૩) ગાંધાર સ્વર :- આ સ્વર કંઠમાંથી ઉચ્ચારિત થાય છે. યથા- હંસનો સ્વર, શંખનો અવાજ. આ સ્વરવાળો મનુષ્ય શ્રેષ્ઠ આજીવિકા પ્રાપ્ત કરે છે, કલાકોવિદ હોય છે, કવિ બુદ્ધિમાન અને અનેક શાસ્ત્રોમાં પારંગત હોય છે.
૪) મધ્યમ સ્વર :- આ સ્વર જિવ્હાના મધ્યભાગથી ઉચ્ચારિત થાય છે. તે ઉચ્ચનાદ રૂપ હોય છે. યથા- ઘંટાનો સ્વર, ઝાલરનો સ્વર. આ સ્વરવાળા સુખૈષી(સુખી) જીવ હોય છે. મનોજ્ઞ ખાતા પીતા હોય છે તેમજ અન્યને ખવડાવે, પીવડાવે છે તથા દાન કરે છે.
૫) પંચમ સ્વર :- નાભિ, વક્ષસ્થળ, હૃદય, કંઠ અને મસ્તક ;આ પાંચ સ્થાનના સંયોગ વડે અને નાસિકામાંથી ઉચ્ચારિત થાય છે. યથા– વસંતૠતુમાં કોયલનો શબ્દ, ગોધિકા વાજિંત્રનો સ્વર. આ સ્વરવાળા રાજા, શૂરવીર, સંગ્રાહક અને અનેક મનુષ્યના નાયક હોય છે.
૬) ધૈવત સ્વર :- પૂર્વોક્ત બધા સ્વરોનું અનુસંધાન કરનારો આ સ્વર દાંત અને હોઠના સંયોગ વડે ઉચ્ચારિત થાય છે. યથા– ક્રૌંચ પક્ષીનો સ્વર, નગારાનો અવાજ. આ સ્વરવાળો મનુષ્ય કલહ પ્રિય તથા હિંસક, નિર્દયી હોય છે.
૭) નિષાદ સ્વર :- આ સ્વર બધા સ્વરોનો પરાભવ કરનારો છે. ભૃકુટી ખેંચીને મસ્તકમાંથી એનું ઉચ્ચારણ થાય છે. યથા¬ હાથીનો અવાજ, મહાભેરીનો અવાજ. આ સ્વરવાળા મનુષ્ય ચાંડાલ, ગોઘાતક, મુક્કેબાજ, ચોર અને આવા જ મોટા પાપ કરનારા હોય છે. આ સાત સ્વરો પૂર્ણ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org