________________
તત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
થયેલ ભાવ.
(૪) ક્ષાયોપશમિક ભાવ :- · જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોના ક્ષય અને ઉપશમને ક્ષાયોપમિક ભાવ કહે છે. ચાર જ્ઞાન, પાંચ ઇન્દ્રિયો, ત્રણ દર્શન, ચાર ચારિત્ર, ગણિ, વાચક, વગેરે પદવી. ઉદય પ્રાપ્ત કર્મનો ક્ષય, અનુદીર્ણના વિપાકોદયની અપેક્ષાએ ઉદયાભાવ(ઉપશમ), આ પ્રકારે ક્ષયથી ઉપલક્ષિત ઉપશમ જ ક્ષયોપશમ કહેવાય છે. ઉપશમમાં પ્રદેશોદય નથી હોતો, પરંતુ ક્ષયોપશમમાં પ્રદેશોદય હોય છે. વિપાકોદય નથી હોતો.
૬૧
(૫) પારિણામિક ભાવ :- સાદિ પારિણામિક- વાદળા, સંધ્યા, પર્વત, ઇન્દ્રધનુષ, વિળી, હવા વર્ષા વગેરે. અનાદિ પારિણામિક– જીવત્વ, ભવીત્વ, અભવીત્વ, લોક, અલોક અને ધર્માસ્તિકાય વગેરે.
(૬) સન્નિપાતિક (સંયોગી-મિશ્ર) ભાવ :– પૂર્વોકત પાંચ ભાવો વડે દ્વિક સંયોગી વગેરે ૨૬ ભંગ બને છે. તેને સન્નિપાતિક ભાવ કહેવાય છે.
ઃ–
છવ્વીસ ભંગ :- દ્વિસંયોગી ભંગ ૧૦ :- ૧. ઉદય-ઉપશમ ર. ઉદય-ક્ષય ૩. ઉદય-ક્ષયોપશમ, ૪. ઉદય-પારિણામિક પ. ઉપશમ-ક્ષય, ૬. ઉપશમ-ક્ષયોપશમ, ૭. ઉપશમ-પારિણામિક ૮. ક્ષય-ક્ષયોપશમ ૯. ક્ષય-પારિણામિક ૧૦. ક્ષયોપશમપારિણામિક.
ત્રિસંયોગી ભંગ ૧૦ :- ૧. ઉદય-ઉપશમ-ક્ષય ર. ઉદય-ઉપશમ-ક્ષયોપશમ ૩. ઉદય-ઉપશમ-પારિણામિક ૪. ઉદય-ક્ષય-ક્ષયોપશમ ૫. ઉદય-ક્ષય-પારિણામિક ૬. ઉદય-ક્ષયોપશમ-પારિામિક ૭. ઉપશમ-ક્ષય-ક્ષયોપશમ ૮. ઉપશમ-ક્ષયપારિણામિક, ૯. ઉપશમ-ક્ષયોપશમ-પારિણામિક ૧૦. ક્ષય-ક્ષયોપશમપારિણામિક,
ચારસંયોગી ભંગ ૫ :- ૧. ઉદય-ઉપશમ-ક્ષય-ક્ષયોપશમ ૨. ઉદય-ઉપશમક્ષય-પારિણામિક ૩. ઉદય-ઉપશમ-ક્ષયોપશમ-પારિણામિક ૪. ઉદય-ક્ષયક્ષયોપશમ-પારિણામિક ૫. ઉપશમ-ક્ષય-ક્ષયોપશમ-પારિણામિક. પાંચ સંયોગી એક ભંગ ઃ- ઉદય-ઉપશમ-ક્ષય-ક્ષયોપશમ-પારિણામિક. આ ૨૬ ભંગોમાંથી જીવમાં ૬ ભંગ પ્રાપ્ત થાય છે. શેષ ૨૦નું ભંગરૂપે અસ્તિત્વ માત્ર સમજવું. તે છ ભંગ આ પ્રમાણે છે—
૧) ક્ષાયિક, પારિણામિક-સિદ્ધોમાં.
૨) ઉદય, ક્ષયોપશમ, પારિણામિક– સામાન્યરૂપથી સંસારી જીવોમાં. ૩) ઉદય, ક્ષાયિક, પારિણામિક ભવસ્થ કેવળીમાં (ગુણસ્થાન ૧૩-૧૪માં) ૪) ઉદય, ક્ષય, ક્ષયોપશમ, પારિણામિક- ક્ષાયિક સમકિતી સામાન્ય જીવમાં ૫) ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, પારિણામિક-ઉપશમ સમકિતી સામાન્ય જીવમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org