________________
૪૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
શબ્દ તો અર્થ અથવા વ્યાખ્યાને માટે છે. મૂળ સૂત્ર માટે નહીં.
વર્તમાનકાળમાં સૂત્રના અંશોનું વિષયોમાં વિભાજન કરવામાં આવે છે. તે વિષયવાર વર્ગીકરણને પણ અનુયોગ અથવા અનુયોગ પદ્ધતિ કહેવામાં આવે છે. આવા વિભાજન કાર્યો કરનારા વિદ્વાનોને “અનુયોગ પ્રવર્તક પણ કહેવામાં આવે છે. પરંતુ આ અનુયોગ શબ્દનો પ્રયોગ કેવળ રૂઢપ્રયોગ બની ગયો છે. વાસ્તવમાં આ કાર્યો આગમોના વિષયોનું વર્ગીકરણ છે, અનુયોગ નથી. પરંતુ એક પ્રણાલિકા શરૂ થઈ અને તે પ્રચલિત થઈ ગઈ. પ્રમાણો વડે યુક્ત અનુયોગ શબ્દ સંબંધી જાણકારી માટે જુઓ ચરણાનુયોગ ભાગ–૨ની પ્રસ્તાવના, પૃષ્ટ–૭૪ અથવા આ જ લેખમાં આગળ વાંચો.
- વાસ્તવમાં સૂત્રોના અર્થ પરમાર્થને યથાર્થરૂપમાં ક્રમશઃ પૂર્ણ રીતે ધારણ કરનારને “અનુયોગધર” કહેવાય છે. અને આવા અર્થ પરમાર્થને સ્વગણ તથા અન્ય ગણના સેકડો હજારો શ્રમણ શ્રમણીઓ ને સમજાવનાર, ભણાવનારને
અનુયોગ પ્રવર્તક કહેવાય છે. ક્યારેક આવી જ રીતે કોઈ “અનુયોગ પ્રવર્તક વિશેષ વિખ્યાત બની જાય છે અને લાંબી ઉમરના કારણે અધિકાંશરૂપથી તેમના દ્વારા સમજાવવામાં આવેલ તે પરમાર્થ, બધા ગણોની પરંપરાઓમાં પ્રવર્તમાન થઈ જાય છે. ત્યારે તે પરમાર્થ વાચના અનુયોગ પ્રવર્તકના નામથી પ્રસારિત થયા કરે છે, જે કેટલાય યુગો સુધી પ્રખ્યાત રહે છે. આ જ રીતે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પૂર્વે અનુયોગધર કંધિલાચાર્ય થયા હતા. તેમણે વિશેષ રૂપથી ઉપર જણાવ્યા મુજબ અનુયોગને પ્રવર્તાવ્યું હતું. તેમની પરંપરા ખૂબ જ વિશાળ પણે વિસ્તરી અને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સમય સુધીમાં પૂર્ણપણે વ્યાપક બની હતી. આ કારણે જ નંદી સૂત્રની એક ગાથામાં જણાવ્યું છે કે...
जेसिं इमो अणुओगो, पयरइ अज्जावि अड्ड भरहम्मि ।
बहु नयर-निग्गय जसे, ते वंदे खदिलायरिए ॥३७॥ આ ગાથાથી એ વાત સ્પષ્ટ થાય છે કે સૂત્રોના અનુયોગ વિચ્છેદ નહોતા ગયા પરંતુ સંપૂર્ણ અર્ધ ભારતમાં પ્રચલિત હતા. દેવગિણિ તથા સ્કંદિલાચાર્ય આ બંને શ્રી આર્યરક્ષિત પછી સેંકડો વર્ષ વીત્યા બાદના આચાર્ય હતા અને તેઓ પણ અનુયોગધર તથા અનુયોગ પ્રર્વતક હતા. અતઃ અનુયોગના વિચ્છેદ થવાની કે વિચ્છેદ કરવાની જે વાત ઈતિહાસમાં છે તે ભ્રામક અને કાલ્પનિક છે; આ બાબત સૂત્ર પ્રમાણથી જ સ્પષ્ટ થઈ જાય છે. અનુયોગ શબ્દની ઉપલબ્ધ વ્યાખ્યાઓ:- અભિધાન રાજેન્દ્ર કોષના પ્રથમ ભાગમાં અનુયોગ શબ્દના અનેક અર્થ તથા એના પ્રયોગની વિસ્તૃત વ્યાખ્યા પૃષ્ટ ૩૪૦ થી ૩૬૦ સુધી છે. જે અનેક આગમો તથા ગ્રંથોમાંથી મેળવેલ છે. તેના થોડા અંશ અહીં આપવામાં આવે છે– :
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org