________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૮
પરિણામ સાર – આ પ્રકારે આપણું આ ભરતક્ષેત્ર પણ એટલું વિશાળ છે કે એના એક ખંડમાં કે જેમાં આપણે રહીએ છીએ, તેનો પણ પાર આપણે નથી પામી શકતા, તો એક લાખ યોજનનો જંબુદ્વીપ અથવા અન્ય દ્વીપ સમુદ્રોનો પાર પામવાની તો વાત જ થઈ શકતી નથી. આ કારણે જ્ઞાત દુનિયાના ક્ષેત્ર અને અજ્ઞાત ભરતક્ષેત્રમાં પણ કેટલાક ગણું અંતર છે. ત્યારે અન્ય દ્વીપ સમુદ્રોની અપેક્ષામાં તો આ આપણી જ્ઞાત દુનિયા અત્યંત જ નાની લાગશે.
આ પ્રકારે જ્ઞાત દુનિયાની સામે આગમ નિર્દિષ્ટ દુનિયાનું સ્વરુપ રાખીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સવાલઃ- “ચર્મ ચક્ષુનો ભ્રમ” આ કઈ ચીજ છે? જવાબ:– માનવની આંખોની કીકી (શક્તિ સંપન્ન યંત્ર બિંદુ) ગોળ છે. પ્રત્યેક વ્યક્તિનું પોતાનું સ્વતંત્ર દષ્ટિક્ષેત્ર સીમિત હોય છે. એ પોતાના દષ્ટિ ક્ષેત્રથી પણ મોટી વસ્તુ જો એની સામે આવે છે તો એ તેને પોતાના દષ્ટિ ક્ષેત્ર જેટલા ગોળાકાર રૂપમાં જોઈને અવશેષ એ પદાર્થના વિભાગને જોઈ શકતો નથી. એના સ્થાન પર પછી કેવળ શૂન્ય સ્થળ રૂ૫ આકાશ જ દેખાશે. જે પ્રકારે આપણે જો એક ઈચના વ્યાસવાળી અને બે ઇંચ લાંબી એક નાનીસી ગોળ નળી આંખોની પાસે રાખીને જોઈશું તો એ નળીની ગોળાઈથી પ્રાપ્ત હોવા જેટલું જ ક્ષેત્ર અને એટલી જ વસ્તુ દેખાશે એ ક્ષેત્રથી મોટી વસ્તુને એ પોતાની સીમાં જેટલી ગોળ જોઈને અવશેષને છોડી દેશે. પહાડી પર ઉભેલી વ્યક્તિઓનું દાંત – એજ રીતે કેટલીક વ્યક્તિ એક પહાડી પર ઉભી છે. એમનું ચક્ષુ દષ્ટિ ક્ષેત્ર અર્થાત્ ચક્ષજ્ઞાન શક્તિ ક્રમશઃ ૫,૧૦,૧૨,૧૫ માઈલની છે. તો એમાં પહેલી વ્યક્તિ ચારે તરફ પાંચ પાંચ માઈલ ક્ષેત્ર જોઈને આગળ કેવળ આકાશ યા ખાડો ભૂમિ રહિત ક્ષેત્ર હોવાનું જ દેખે છે. એ જ સમયે બીજી વ્યક્તિ ૧૦ માઈલ ચારે તરફ ક્ષેત્ર જોઈ લે છે અને ત્રીજી, ચોથી વ્યક્તિ ૧ર અને ૧૫ માઈલ ગોળાકાર ચોતરફ ક્ષેત્રને જોઈ શકે છે. ત્યાં જ તે સમયે તેને દૂરદર્શક યંત્ર આપવામાં આવે તો તે ૫ માઈલનો ઘેરાવો દેખવા અને કહેવાવાળો ૫૦ માઈલનો ઘેરાવો પણ દેખાવા લાગે છે.
અતઃ વાસ્તવમાં પૃથ્વી ન તો ૫ માઈલના ઘેરાવા જેવડી હતી, ન ૧૦ માઈલના અને ન ૧૨-૧૫ માઈલના ઘેરાવા જેવડી હતી. સાથે જ ૫૦ માઈલના ઘેરાવા જેટલી પણ માની શકાતી નથી કેમ કે ૫ માઈલના દષ્ટિક્ષેત્રવાળાને યંત્રથી ૫૦ માઈલ દેખાઈ શકે છે. તો ૧૫ માઈલના દષ્ટિ ક્ષેત્રવાળાને ૧૫૦ માઈલ ક્ષેત્ર દેખાઈ શકશે અને ત્યાંજ જો એક વૃદ્ધ મંદ દષ્ટિવાળો ઉભો હોય તો તે એક માઈલ પછી જ પૃથ્વીનો અંત જોઈ લેશે.
આ પ્રકારે આ આપણી ચર્મ ચક્ષુઓનો ધ્રુવ સ્વભાવ છે કે તે પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org