________________
૧પ૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(શાશ્વતા 100 યોજનનું) થઈ જાય છે.
આ ૧૪ રત્નોનું થોડું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૨૦મા પદમાં પણ છે અને શ્રી દેવીની યોની સંબંધી વર્ણન યોનિ પદમાં છે.
G
ચોથો વક્ષસ્કાર બૂદ્વીપના વર્ણન ક્રમમાં ભરતક્ષેત્રનું વર્ણન ઉત્સર્પિણી, અવસર્પિણીના દ-આરાના વર્ણનની સાથે એવં પ્રથમ તીર્થકર, પ્રથમ ચક્રવર્તીના વર્ણનની સાથે પૂર્ણ થાય છે. જેમાં ચક્રવર્તી ભરત દ્વારા ખંડોને સાધવા(જીતવાનું) વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે બધા મળીને ભરત ક્ષેત્રનું સાંગોપાંગ વર્ણન ત્રણ વક્ષસ્કારમાં કરવામાં આવ્યું છે. આ ચોથા વક્ષસ્કારમાં અવશેષ જંબુદ્વીપના વર્ષધર પર્વત અને ક્ષેત્રોનું વર્ણન એના અંતર્ગત આવેલ પર્વતો નદીઓ, ક્ષેત્રો, વિભાગો આદિની સાથે કરવામાં આવે છે. આ વક્ષસ્કારનો વિષય ક્રમ – (૧) ચુલ્લહિમવંત પર્વત પદ્મદ્રહ, નદી, કૂટ યુક્ત (ર) હેમવંત યુગલિક ક્ષેત્ર (૩) મહાહિમવત પર્વત (૪) હરિવર્ષ યુગલિક ક્ષેત્ર (૫) નિષધ પર્વત (૬) મહાવિદેહ ક્ષેત્રના વર્ણનમાં ઉત્તરકુરુ તથા એના વૃક્ષ, પર્વત, દ્રહ, વક્ષસ્કાર ગજદતા આદિ (૭) પહેલી વિજયથી આઠમી વિજય અને તેની વચ્ચેના પર્વત તથા અંતર નદી (૮) બન્ને સીતામુખ વન (૯) નવમી વિજયથી સોળમી વિજય, અંતર નદી અને પર્વત યુક્ત (૧૦) દેવકુરુક્ષેત્ર તથા એના વૃક્ષ, કહ, પર્વત, નદી, ગજદતા આદિ (૧૧) સત્તરમી વિજયથી ચોવીસમી વિજય (૧૨) બન્ને સીતોદામુખવન (૧૩) પચ્ચીસમી વિજયથી બત્રીસમી વિજય (૧૪) મેરુ પર્વત, ભદ્રસાલ આદિ ચાર વન, અભિષેક શિલા આદિ (૧૫) નીલ પર્વત (૧૬) રમ્ય વાસ યુગલિક ક્ષેત્ર (૧૭) રુક્ષ્મી પર્વત (૧૮) હરણ્યવત યુગલિક ક્ષેત્ર (૧૯) શિખરી પર્વત (૨૦) કર્મ ભૂમિજ એરાવત ક્ષેત્ર. આ ક્રમથી આગળ વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ચુલ્લહિમવંત પર્વત :- દક્ષિણ દિશામાં ભરતક્ષેત્રની સીમા કરનારો, ઉત્તરદિશામાં હેમવત ક્ષેત્રની સીમા કરનારો, પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રના સીમાંત પ્રદેશોને સ્પર્શ કરનારો સુવર્ણમય ચુલ્લ હિમવંત નામનો લઘુ પર્વત છે. તે પૂર્વ પશ્ચિમ સમુદ્ર સુધી લાંબો ઉત્તર દક્ષિણ ભારત ક્ષેત્રથી બે ગણો ૧૦૫ર ર યોજના પહોળો અને 100 યોજન ઊંચો છે. સમ ભૂમિ પર બન્ને બાજુ એક-એક પદ્મવર વેદિકા અને વનખંડથી સુશોભિત છે. પદ્મદ્રહ – એ પર્વતનું શિખરતલ મૃદંગતલ સમાન ચીકણું સમતલ અને રમણીય ભૂમિભાગવાળું છે. ઘણા વાણવ્યંતરદેવી-દેવતાઓના આમોદ-પ્રમોદને માટે યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org