________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞાતિ સૂત્ર
| ૧૪૯
(૧૨) ગજ રત્ન-ચક્રવર્તીનો પ્રધાન હસ્તિ ગજરત્ન કહેવાય છે. પ્રાયઃ ચક્રવર્તી તે ગજરત્નની જ સવારી કરે છે, તેના પર બેસીને જ ખંડ સાધન વિજય વિહાર યાત્રા કરે છે. (૧૩) અશ્વરત્ન – એ ૮૦ અંગુલ ઊંચો, ૯૯ અંગુલ મધ્ય પરિધિવાળો ૧૦૮ અંગુલ લાંબો, ૩ર અંગુલ મસ્તકવાળો, ચાર અંગુલ કાનવાળો હોય છે. તે સુર-નરેન્દ્રના વાહનને યોગ્ય, વિશુદ્ધ જાતિ કુલવાળો, અનેક ઊચ્ચ લક્ષણોથી યુક્ત, મેધાવી, ભદ્ર, વિનીત હોય છે. તે અગ્નિ, પાષાણ, પર્વત, ખાઈ, વિષમ સ્થાન, નદીઓ, ગુફાઓ ને સહજ જ ઓળંગનારો અને સંકેત અનુસાર ચાલનારો હોય છે. તે કષ્ટોમાં નહીં ડરનારો, મળ મૂત્ર આદિ યોગ્ય સ્થાન જોઈને કરનારો, સહિષ્ણુ હોય છે. તે પોપટની પાંખ જેવા વર્ણવાળો હોય છે, યુદ્ધ ભૂમિ પર નિડરતાથી અને કુશલતાથી ચાલનારો હોય છે. (૧૪) સ્ત્રી રત્ન :- આ ચક્રવર્તીની પ્રમુખ રાણી હોય છે. વૈતાઢય પર્વતની ઉત્તરી વિદ્યાધર શ્રેણીમાં પ્રમુખ રાજા વિનમિને ત્યાં ઉત્પન્ન થાય છે. સ્ત્રી ગુણોના સુલક્ષણોથી યુક્ત હોય છે. ચક્રવર્તીના સદશ રૂપ લાવણ્ય વાન, ઊંચાઈમાં થોડી ઓછી, સદા સુખકર સ્પર્શવાળી, સર્વ રોગોનો નાશ કરવાવાળી હોય છે. એને
શ્રી દેવી” પણ કહેવાય છે. ભરત ચક્રવર્તીની શ્રી દેવી સ્ત્રી રત્નનું નામ સુભદ્રા હતું.
આ સાત પંચેન્દ્રિય રત્ન છે. આ ૧૪ રત્નોના એક-એક હજાર દેવ સેવક હોય છે. અર્થાત્ આ ૧૪ રત્નો દેવાધિષ્ઠિત હોય છે. ચક્રવર્તીના ખંડ સાધનનાં મુખ્ય કેન્દ્ર અને ૧૩ અઠ્ઠમ - ત્રણ તીર્થ, બે નદીની દેવી, બે ગુફાના દેવ, બે પર્વતના દેવ, વિદ્યાધર, નવ નિધિ, વિનીતા પ્રવેશ અને રાજ્યાભિષેક, એ કુલ ૧૩ અઠ્ઠમના સ્થાન ચક્રવર્તીના છે. પૌષધ યુક્ત આ અક્રમ સંસારિકવિધિવિધાનરૂપ છે.કિંતુ તેને ધર્મ આરાધના હેતુ નહીં સમજવા જોઈએ.
બે ગુફાના દ્વાર ખોલવા માટે બે અઠ્ઠમ સેનાપતિ કરે છે. ચુલ્લહિમવંત પર્વતના દેવના અઠ્ઠમની સાથે જ ઋષભકૂટ પર નામાંકન કરવામાં આવે છે.
બે-બે એમ ચાર નદિઓ પર સ્થાઈ પૂલ અને બન્ને ગુફાઓમાં ૪૯-૪૯ માંડલા સ્થાયી પ્રકાશ કરનારા બનાવવામાં આવે છે. ત્રણ તીર્થ અને ચુલ્લહિમવંત પર્વત પર તીર ફેંકવામાં આવે છે, શેષ ક્યાંય પણ ફેંકવામાં આવતું નથી. ફક્ત મનમાં સ્મરણ યુક્ત અટ્ટમથી તે દેવદેવીઓ અને વિદ્યાધર ઉપસ્થિત થઈ જાય છે.
ચુલ્લહિમવંત પર્વત પર ૭ર યોજન દૂર બાણ જાય છે ત્યારે ભવનમાં પડે છે. અહીં ચક્રવર્તીને એક લાખ યોજનનું વૈક્રિયરૂપ બનાવવું પડે છે, ત્યારે બાણ ત્રાંસુ ૭ર યોજના જાય છે અને તેમનું શરીર ચુલ્લહિમવંત પર્વતની ઊંચાઈ સદશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org