________________
૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
તે ભરતક્ષેત્રના છ ખંડ કહેવાય છે.
- દક્ષિણ ભારતની મધ્યમાં વચ્ચોવચ વિનીતા નગરી છે. એજ પહેલો ખંડ છે. જે સૌથી મોટો ખંડ છે. સિંધુ નદીના નિષ્કટવાળો વિભાગ બીજો ખંડ છે. ત્રીજો ખંડ ઉત્તર ભારતમાં સિંધુ નિષ્ફટ છે. ચોથો ખંડ ઉત્તર ભારતનો મધ્યમ વિભાગ છે. પાંચમો ખંડ ગંગાનિષ્ફટ ઉત્તર ભારતનો છે અને છઠ્ઠો ખંડ દક્ષિણ ભારતનો ગંગાનિકુંટ(ખુણો) છે. આ છએય ખંડોમાં મનુષ્ય પશુ આદિ નિવાસ કરે છે. એમાંથી દક્ષિણ ભારતમાં આવેલા પહેલા, બીજા, છઠ્ઠા ખંડ પર વાસુદેવ, બલદેવનું રાજ્ય હોય છે અને છએય ખંડો પર ચક્રવર્તીનું એક છત્ર રાજ્ય હોય છે. આ છે ખંડોમાં અને વિદ્યાધરોની બન્ને શ્રેણીઓમાં ઉત્સર્પિણી અવસર્પિણી ના આરાનું પ્રવર્તન હોય છે. ત્રીજો અને પાંચમો ખંડ સમાન છે. તે બીજા, ચોથા અને છઠ્ઠા ખંડથી મોટા છે. 28ષભકૂટ પર્વત :– ઉત્તર ભરતના વચલા ખંડમાં વચ્ચોવચ ચુલ્લ હિમવંત પર્વતની પાસે 28ષભ કૂટ નામક પર્વત છે. આઠ યોજન ઊંચો એવં મૂલમાં આઠ (૧૨) યોજનાના વિસ્તારવાળો છે. ઉપર ક્રમશઃ પહોળાઈ ઓછી હોય છે. શિખર તલ ચાર યોજનના પહોળા છે. સર્વત્ર ગોળ છે. અતઃ ત્રિગુણી સાધિક પરિધિ છે. સમ ભૂમિ પર એવં શિખર તલ પર પાવર વેદિકા અને વનખંડ છે. શિખર તલની વચમાં એક ભવન છે. જે એક કોશ લાંબુ કોશ પહોળુ અને દેશોન એક કોશ ઊંચું છે. એમાં મહદ્ધિક દેવ સપરિવાર રહેતા હોય છે, જે આ ઋષભકૂટ પર્વતના માલિક દેવ છે. ગોપુચ્છાકાર કૂટના સમાન આકારવાળા હોવાથી એના નામ સાથે કૂટ શબ્દ જોડવામાં આવેલ છે. અહીં કૂટને સમભૂમિ પર વિષ્ક્રમના માટે ૧ર યોજન પણ પાઠાંતરથી લખ્યા છે જે લિપિ દોષ માત્ર છે. સમસ્ત કુટ જેટલા ઊંચા હોય છે, તેટલા જ મૂળમાં પહોળા હોય છે. નોંધઃ- ગંગા સિંધુ નદીઓનું વર્ણન ચોથા વક્ષસ્કારમાં આપવામાં આવ્યું છે.
બીજો વક્ષસ્કાર ઉત્સર્પિણી અવસર્પિણી:– સમય આવલિકાથી લઈને પલ્યોપમ સાગરોપમનું કાળમાન અનુયોગદ્વાર સૂત્ર પુષ્પ ૨૩માં આપવામાં આવેલ છે. ૧૦ કોડા ક્રોડ સાગરોપમનો એક ઉત્સર્પિણી કાળ હોય છે અને એટલો જ અવસર્પિણી કાળ હોય છે, ઉત્સર્પિણી કાળમાં જીવોની અવગાહના, આયુ, શારીરિક સંયોગ આદિ ક્રમિક વધતા જાય અને પુગલ સ્વભાવ પણ વર્ધમાન અવસ્થાને પ્રાપ્ત થતા હોય છે. આ કારણે આ ૧૦ ક્રોડા ક્રોડ સાગર કાળમાનને ઉત્સર્પિણી (વિકાસ માન) કાળ કહેવાય છે. આનાથી વિપરીત અવસર્પિણી કાળમાં ઉક્ત જીવ અને પુગલના ગુણો–
www.jainēlibrary.org
Jain Education International
For Private & Personal Use Only