________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
કરી ગંગા સિંધુ નદીમાં મળી જાય છે. આ દિઓ ૩-૩ યોજનની પહોળી છે અને એમનું પરસ્પરનું અંતર ૨-૨ યોજનનું છે. પૂર્વી ગુફાનું નામ ખંડ પ્રપાત છે અને પશ્ચિમી ગુફાનું નામ તમિશ્ર ગુફા છે. બન્ને ગુફાઓ અંધકાર પૂર્ણ એવં સદા બંધ દરવાજા વાળી છે. ચક્રવર્તીના સેનાપતિ રત્ન એમાં પ્રવેશ હેતુ એક એક તરફથી દરવાજા ખોલે છે અને બહાર નીકળવા માટે બીજી દિશાનો દરવાજો સ્વતઃ ખુલી જાય છે. આ બન્ને ગુફાઓનો એક-એક માલિક દેવ છે. ખંડપ્રપાત ગુફાના કૃતમાલક દેવ અને તમિશ્ર ગુફાના નૃતમાલક દેવ છે.
૧૨૩
વૈતાઢયનામ :- ભરતક્ષેત્રના બે વિભાગ કરવાવાળો હોવાથી તેને વૈતાઢય કહ્યો છે. વૈતાઢયગિરિ કુમાર નામક મહર્દિક દેવ પલ્યોપમની સ્થિતિવાળા એમના માલિક દેવ છે. તેથી આ નામ શાશ્વત છે. આ નામ કોઈના દ્વારા અપાયેલું નથી. ગંગા સિંધુ નદી :– ચુલ્લ હિમવંત પર્વતની લંબાઈ, પહોળાઈની મધ્યમાં એક પદ્મદ્રહ છે. જે પૂર્વ પશ્ચિમ ૧૦૦૦ યોજન લાંબો, ઉત્તરદક્ષિણ ૫૦૦ યોજન પહોળો છે. એના પૂર્વી કિનારાથી ગંગા નદી નીકળે અને પશ્ચિમી કિનારાથી સિંધુ નદી નીકળે છે. આ નદિઓ ૫૦૦-૫૦૦ યોજન પર્વત પર સીધી વહે છે. પછી ગંગાવર્ત ફૂટ અને સિન્ધુઆવર્ત ફૂટ પાસેથી દક્ષિણની તરફ વળાંક લઈ પર્વતના દક્ષિણી કિનારાથી ભરત ક્ષેત્રમાં પર્વતના નિતંબ(તળેટી)માં આવેલા ગંગા કુંડ અને સિંધુ કુંડમાં પડે છે. પડવાના સ્થાન પર આ નદિઓ એક જિહ્વાકાર માર્ગથી નીકળે છે તે યોજનનો પહોળો, યોજન લાંબો, કોશ મોટો હોય છે. અર્થાત્ તે જિલ્હા પર્વતથી યોજન બહાર નીકળેલી હોવાથી પાણી ૧૦૦ યોજન સાધિક નીચે પડે છે.
બન્ને કુંડોના દક્ષિણી તોરણથી બન્ને નદી ≤ યોજનના વિસ્તારથી તથા કોશની જાડાઈથી પ્રવાહિત થાય છે. દક્ષિણની તરફ આગળ વધતાં ઉતરાર્ધ ભરત ક્ષેત્રમાં થઈ વૈતાઢય પર્વતની ખંડપ્રપાત ગુફાની નીચેથી ગંગા નદી અને મિશ્ર ગુફાની નીચેથી સિંધુ નદી નીકળે છે. વૈતાઢય પર્વતને ઉત્તરદિશાથી ભેદી દક્ષિણ દિશાથી બન્ને નદીઓ પર્વતથી બહાર નીકળે છે. દક્ષિણાર્ધ ભારતના ભાગ સુધી સીધી દક્ષિણમાં વહેતી ગંગાનદી પૂર્વની તરફ અને સિંધુ નદી પશ્ચિમની તરફ વળાંક લઈ લે છે. આગળ જઈને બન્ને નદિઓ ક્રમશઃ પૂર્વી લવણ સમુદ્ર અને પશ્ચિમી લવણ સમુદ્રમાં મળી જાય છે. બન્ને નદિઓ ભરત ક્ષેત્રની કુલ ૧૪,૦૦૦ અન્ય નદીઓને પોતાનામાં સમાવિષ્ટ કરી સમુદ્રમાં ૬ર યોજન વિસ્તાર અને સવા યોજનની ઊંડાઈથી મળે છે. નદિઓના બન્ને કિનારા પર વેદિકા અને વનખંડ છે. ભરતક્ષેત્રના છ ખંડ :- આ પ્રકારે આ બન્ને નદીઓના ભરતક્ષેત્રમાં વહેવાથી ઉત્તર ભરતના અને દક્ષિણ ભરતના ત્રણ ત્રણ વિભાગ થઈ જાય છે. અર્થાત્ વૈતાઢય પર્વતના કારણે બે વિભાગ અને નદિઓના કારણથી છ વિભાગ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org