________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૧૯
જંબુદ્વીપ પ્રજ્ઞતિનો સારાંશ
' પ્રથમ વક્ષસ્કાર સંપૂર્ણ લોકના ત્રણ વિભાગ છે. ઉર્ધ્વલોક, અધોલોક અને તિરછાલોક. તિરછાલોકમાં રત્નપ્રભા નરક પૃથ્વી પિંડની છતનો ઉપરી ભાગ જ તિરછાલોકનો સમભાગ છે. આની ઉપર અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, જે એકની પછી બીજો એમ ક્રમશઃ ગોળાઈમાં ઘેરાયેલા છે. જેમાં પહેલો મધ્યનો દ્વીપ પૂર્ણ ચંદ્રના આકારે, થાળીના આકાર જેવો ગોળ છે. શેષ સર્વે દ્વીપ સમુદ્ર એકબીજાને ઘેરાયેલા હોવાથી વલયાકારે, ચૂડીના આકારમાં રહેલા છે.
વચમાં થાળીના આકારનો જે ગોળ દ્વીપ છે, તે જંબુદ્વીપ છે. આ સંપૂર્ણ તિરછાલોકનું મધ્ય કેન્દ્ર બિન્દુ છે. ચારે દિશાઓનો પ્રારંભ પણ આ દ્વીપની વચ્ચોવચમાં સ્થિત મેરુ પર્વતથી થાય છે. આ જંબૂઢીપનું વર્ણન આ પ્રમાણે છેજબૂદ્વીપ – તિરછાલોકની વચ્ચોવચ્ચ સમભૂમિ પર સ્થિત આ જંબૂદ્વીપ એક લાખ યોજન લાંબો, એક લાખ યોજન પહોળો, પરિપૂર્ણ ગોળ ચક્રાકાર, થાળીના આકાર અથવા પૂર્ણ ચન્દ્રમાના આકાર જેવો છે. આમાં મુખ્ય લાંબા પર્વત છે, જે આ દ્વીપના પૂર્વ કિનારાથી પશ્ચિમી કિનારા સુધી લાંબા છે. જેનાથી આ દ્વીપના મુખ્ય સાત વિભાગ(ક્ષેત્ર) થાય છે. ૧ ભરતક્ષેત્ર, ર હેમવતક્ષેત્ર, ૩ હરિવર્ધક્ષેત્ર, ૪ મહાવિદેહ ક્ષેત્ર, ૫ રમ્યવાસક્ષેત્ર, ૬ હરણ્યવંત ક્ષેત્ર ૭ ઐરાવત ક્ષેત્ર. એમાં પ્રથમ ભરતક્ષેત્ર દક્ષિણ દિશામાં છે. ત્યાર પછી બીજા ત્રીજા એમ ક્રમશઃ ઉત્તર દિશામાં છે. અંતમાં ઐરાવત ક્ષેત્ર આ દ્વીપના અંતિમ ઉત્તરી ભાગમાં સ્થિત છે. જગતી:- જમ્બુદ્વીપની ચારે તરફ કોટ છે. જેને જગતી' કહેવાય છે. આ જગતી ૩,૧૬,૨૨૭યોજન ૩ કોશ ૧૨૮ ધનુષ ૧૩ અંગુલ ગોળ પરિધિ (પરિક્ષેપ)માં છે. આઠ યોજન એની ઊંચાઈ છે. ઊંચાઈના મધ્યભાગમાં ચારે તરફ ઝરુખા છે. તેને ગવાક્ષ કટક (જાળીમય ગોખલા) કહેવાય છે. આ ઝરુખા સર્વત્ર ૫૦૦ ધનુષ પહોળા, અર્ધા યોજન ઉંચા એવં ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીશ યોજન ત્રણ કોશ એક સો અઠયાવીશ ધનુષ સાડાતેર અંગુલ ગોળાઈ(પરિધિ)વાળા છે. પદ્મવરવેદિકા - જગતી ઉપર મધ્યમાં પદ્મવર વેદિકા છે. આ વેદિકા ૫00 ધનુષ પહોળી અને અર્ધા યોજન ઊંચી છે. એની ગોળાઈ જગતીની પરિધિની સમાન છે. જગતના શિખરતળની વચમાં આ વેદિકા હોવાથી જગતના બેવિભાગ થયા છે. આ બન્ને વિભાગોને પાવર વેદિકાનો એક અંદરનો ભાગ તથા બીજો બાહા ભાગ કહેવાય છે. આ વેદિકા તો ૫૦૦ ધનુષની જાડી નક્કર છે. પોલાણવાળી નથી, તો પણ અંદરનો ભાગ કહેવાનો મતલબ એ છે કે જમ્બુદ્વીપની અંદરની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org