________________
૧૧૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત,
તથા તે બધાનો ગણિતયોગ, તીર્થકરનો જન્માભિષેક આદિ વિષયોનું વિસ્તૃત સ્પષ્ટ વર્ણન છે. અંતમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા જ્યોતિષી સંબંધી જ્ઞાન પણ આપેલ છે, કે જે જ્યતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ(સૂર્ય પ્રજ્ઞપ્તિ)નો સંક્ષિપ્ત સાર માત્ર છે. આ રીતે આ સૂત્રમાં જંબૂદ્વીપના ક્ષેત્રીય, પ્રવૃત્તીય તેમજ
જ્યોતિષી મંડલ સંબંધી વિષયોનું સુંદર સંકલન છે. આ એક જ સૂત્ર દ્વારા . આત્મ સાધકને પોતાના ક્ષેત્ર સંબંધી વિવિધ પ્રકારના તત્ત્વોનો પરિબોધ થઈ શકે છે. વિવિધ સંસ્કરણ:- આ સૂત્ર પર પ્રાચીન આચાર્યોએ ચૂર્ણિટીકારૂપ વ્યાખ્યા લખી હતી પરંતુ તે આજ ઉપલબ્ધ નથી. આચાર્ય મલયગિરીની ટીકા પણ આ સુત્ર પર ઉપલબ્ધ નથી. વિક્રમ સંવત ૧૬૦માં શાંતિચંદ્ર ગણિ દ્વારા રચિત સંસ્કૃત ટીકા કલકતા, મુંબઈથી પ્રકાશિત ઉપલબ્ધ છે. તે ઉપરાંત આચાર્યશ્રી વાસીલાલજી મ.સા. શ્રી અમોલક ઋષિજી મ.સા. દ્વારા સંપાદિત આ શાસ્ત્ર પ્રકાશિત ઉપલબ્ધ છે. આગમ પ્રકાશન સમિતિ બાવરથી પણ તેનું હિંદી વિવેચન યુક્ત સંસ્કરણ નીકળેલ છે, જેમાં સંપાદક મહોદયે પ્રાય: સરલાર્થ જ કર્યો છે. વિવેચન કરવાની મહેનત નહીંવત્ કરેલ છે. પ્રસ્તુત સંસ્કરણ :– આધુનિક યુગની સંક્ષિપ્ત રૂચિના અનુસંધાનમાં આગમના સંક્ષિપ્ત હિંદી સારાંશોનું પ્રકાશન આગમ નવનીતનારૂપમાં અને મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ના નામે કરેલ છે. જે જૈન સ્વાધ્યાયી જગતમાં એક વિશિષ્ટ ઉપયોગી ઉપલબ્ધિ છે. તેના જ ક્રમમાં આ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર સારાંશ પાઠકોની સેવામાં પ્રસ્તુત છે. તેના વિષયના પ્રતિપાદન ઉપરાંત વિષયને સમજવા માટે તેમજ શીધ્ર જાણવા-જોવાની સુવિધાને માટે તેને અનુરૂપ ચાર્ટ પણ આપેલ છે. જેનું અધ્યયન કરીને આગમપ્રેમી તત્ત્વજિજ્ઞાસુ પાઠક પૂર્ણ સંતોષનો અનુભવ કરી શકશે. એ જ આશા સાથે..
આગમ મનીષી ત્રિલોકમુનિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org