________________
તત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૯૯
તિરછાલોકની પાસે એક એક પ્રદેશી બંને પ્રતર મળીને અધોલોક તિરછાલોક' ક્ષેત્ર છે. (૬) ઊર્ધ્વલોક તથા અધોલોકના કેટલાક પ્રતર અને તિરછાલોકના સર્વે પ્રતર મળીને ક્ષેત્રાવગાહ બને છે તે ત્રણ લોક ક્ષેત્ર કહેવાય છે. (૨) ત્રણ લોકમાં અવગાહન કરવાવાળા બે પ્રકારના જીવ હોય છે. (૧) વાટે વહેતા જન્મસ્થાન પર પહોંચ્યા પૂર્વના માર્ગગામી જીવ (૨) મારણાંતિક સમુદ્યાત અવસ્થામાં સમવહત જીવ. તેમાં કેટલાય જીવો ત્રણ લોકની સ્પર્શના અને અવગાહના કરે છે. શેષ પાંચ ક્ષેત્રના પ્રકારોમાં સ્વસ્થાન, ઉત્પાત અને સમુદ્યાત ત્રણે પ્રકારના જીવ હોય છે. (૩) સમભૂમિથી ૯૦૦ યોજના નીચે અને ૯૦૦ યોજન ઉપર કુલ ૧૮૦૦ યોજનનો જાડો અને ચારે તરફ લોકાંત સુધી એટલે એક રજ્જુ પ્રમાણ લાંબો અને પહોળો તિરછોલોક છે. શેષ નીચે લોકાંત સુધી અધોલોક અને ઉપર લોકાંત સુધી ઊર્ધ્વલોક છે.
ઊર્ધ્વલોક ક્ષેત્રથી અધોલોક ક્ષેત્ર કંઈક અધિક છે. કારણ કે ઉપર નીચેની અપેક્ષા લોકમધ્ય સમભૂમિ પર ન હોઈને સમભૂમિથી નીચે અધોલોકમાં છે. ત્યાંથી બંને બાજુ (ઉપર નીચે) ૭-૭ રાજૂપ્રમાણ લોક છે. માટે નીચો લોક સાધિક સાત રાજૂ છે અને ઊર્ધ્વલોક દેશોન સાત રાજૂ છે. (૪) અધોલોકમાં સમુદ્રી જળ ૧૦0 યોજન ઊંડું છે અને તિરછા લોકમાં ૯૦૦ યોજન છે. ઊર્ધ્વ લોકમાં પણ કેટલાય પર્વતીય ક્ષેત્ર છે અને એના પર વાવડીઓ છે. એમાં જળચર, પંચેન્દ્રિય અને વિકસેન્દ્રિય જીવ હોય છે. ત્યાંથી પંચેન્દ્રિય જીવ નરકમાં પણ ઉત્પન્ન થાય છે. (૫) સોમનસ વન આદિ ઊર્ધ્વલોકમાં છે. ત્યાં વિદ્યાધર યુગલ ક્રીડા માટે જાય છે. તેથી ઊર્ધ્વલોકમાં મનુષ્ય મનુષ્યાણીઓ હોઈ શકે છે. (૬) ઊર્ધ્વલોકમાં સમૂર્છાિમ મનુષ્ય પણ મનુષ્ય-મનુષ્યાણીની સાથે હોય છે અને વાટે વહેતા તથા સમવહત મનુષ્ય પણ ઊર્ધ્વલોકમાં હોય છે. આ કારણે ઊર્ધ્વલોકમાં મનુષ્ય પણ અસંખ્યગણા કહેલ છે. (૭) વૈમાનિક દેવોથી વ્યંતરાદિના સમવહત અને વાટે વહેતા દેવ પણ અસંખ્ય ગણા હોય છે. (૬) મહાદંડકઃ ૯૮ બોલોનું અલ્પબદુત્વઃ
૧. સર્વથી થોડા ગર્ભજ મનુષ્ય ૨. મનુષ્યાણી સંખ્યાતગણી ૩. બાદર તેઉકાયના પર્યાપ્ત અસંખ્યાતગણા ૪. પાંચ અનુત્તર વિમાનના દેવ અસંખ્યગણા ૫. ઉપરી રૈવેયક ત્રિકના દેવ સંખ્યાલગણા ૬. મધ્યમ ત્રિકના દેવ સંખ્યાતગણા ૭. નીચેની ત્રિકના દેવ સંખ્યાતગણી ૮. બારમા દેવલોકના દેવ સંખ્યાતગણા ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org