________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
(૯) હરિત કાય :– પાંદડાની ભાજી– મેથી, ચંદલોઈ, સુવા, પાલક વગેરે. (૧૦) ધાન્ય :- ઘઉં, જવ, ચણા, મસુર, તલ, મગ, અડદ, નિષ્ઠાવ, કળથી, બાજરો, જુવાર, મકાઈ, તુવેર, ચોળા, વટાણા આદિ.
(૧૧) જળ વૃક્ષ :- કમળ, સેવાળ, કસેરૂક, પુંડરીક વગેરે. (૧૨) કુહણા : સર્પ છત્રા, ભૂફોડા, આય, કાય, કુહણ આદિ વનસ્પતિઓ. યોનિભૂત બીજ ઃ – જેમાં ઉગવાની શક્તિ હોય તેને યોનિ ભૂત બીજ કહેવાય છે. આ સચિત્ત અને અચિત્ત બંને જાતના હોય છે. અર્થાત્ જીવ નીકળી ગયા પછી પણ યોનિ ભૂત બીજમાં ઉગવાની શક્તિ રહે છે. તેને અવિઘ્નસ્ત યોનિના બીજ કહેવાય છે. શક્તિ સંપન્ન અખંડ બીજ જ યોનિ ભૂત બીજ હોય છે. આવા બીજ પ્રાયઃ પૂર્ણાયુ વાળા હોય છે. અયોનિભૂત બીજ પૂર્ણ પરિપક્વ નથી હોતા અથવા અલ્પ શક્તિવાન હોય છે. તેઓ અલ્પ આયુષ્યવાળા હોય છે. જલ્દી અચિત્ત થઈ જાય છે. તે સચિત્ત-અચિત્ત બંને અવસ્થામાં એ ઉગતા નથી. વિશેષ જાણકારી માટે સારાંશખંડ–૪, પૃષ્ટ ૯૮–૯૯ જુઓ.
૯૮
--
બેઇન્દ્રિય – શંખ, કોડી, છીપ, જલોક, કીડા, પોરા, લટ, અળસિયા, કૃમી, ચરમી, કાતર(જળ જંતુ), વારા(વાળા), લાલી(લાર) વગેરે.
તેઇન્દ્રિય ઃ— જ, લીખ, માંકડ, ચાંચડ, ગ્રંથવા, ધનેડા, ઉધઈ, ઈલ્લી, કીડી, મકોડા, જૂ, જીંઘોડા, જુંઆ, ગધૈયા, કાનખજુરા, સવા, મમોલા વિગેરે.
ચૌરેન્દ્રિય ઃ– ભમરો, ભમરી, વીંછી, માખી, મચ્છર, ડાંસ, તીડ, પતંગા, કંસારી, હૂં, કેકડે(કાચીંડો), બગા, રૂપેલી, વગેરે.
જળચર :- મચ્છ, કચ્છ, મગરમચ્છ, કાચબો, મગર, દેડકો, સુસુમાલ, વગેરે. સ્થળચર :– (૧) એક ખરીવાળા–ઘોડા, ગધેડા, ખચ્ચર વગેરે. (૨) બે ખરીવાળા—ગાય, ભેંસ, બળદ, બકરી, હરણ, સસલા ઇત્યાદિ. (૩) ગંડીપદ– ઊંટ, ગેંડો, હાથી આદિ. (૪) નહોરવાળા– વાઘ, સિંહ, ચિત્તા, કૂતરો, બિલાડી, રીંછ, વાંદરો આદિ.
-
ઉરપરિસર્પ :– (૧) અહિ (સર્પ) ફેણ ચડાવવાવાળો અને ફેણ નહીં ચડાવવાવાળો (૨) અજગર—ગળી જવાવાળો (૩) અસાલિયો— ચક્રવર્તીની સેનાનો નાશ કરવા સમર્થ–ઉત્કૃષ્ટ ૧૨ યોજન શરીરવાળો (૪) મહોરગ–ભૂમિ પર ઉત્પન્ન થાય છે. જળ સ્થળ બંનેમાં વિચરણ કરે છે. મહાકાય વાળા હોય છે. ભૂજપરિસર્પ :– નોળિયો, ઘો, ચંદનઘો, ઉંદર, ગરોળી, ખિસકોલી, કાકીડો વગેરે. ખેચર :- (૧) ચર્મ પક્ષી- બગલો, ચામાચીડિયું, ચમગીદડ, કાનકટિયા આદિ (૨) રોમ પક્ષી– કબૂતર, ચકલી, કાગડો, કૂકડો, મેના, પોપટ, ગરૂડ, મોર, કોયલ, કુરજ, બતક, તેતર, બાજ હંસ વગેરે (૩) સમુદ્ર પક્ષી– ડબ્બા જેવી બંધ રાખેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org