________________
| તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
(૯) ખારોદક (૧૦) ખટ્ટોદક(કંઈક ખાટું) (૧૧) અલોદક (૧૨) લવણસમુદ્રનું જળ (૧૩) વરુણોદક (૧૪) ક્ષીરોદક (૧૫) વૃતોદક (૧૬) લોદોદક (ઇસુ રસના જેવું) (૧૭) રસોદક (પુષ્કર સમુદ્રનું જળ). તેઉકાયઃ- (૧) અંગારા (૨) જાજવલ્યમાન (૩) ભાભર (રાખ યુક્ત) (૪) ટૂટતી ઝાળ (૫) કુંભકારનો અગ્નિ કે બળતા લાકડા (૬) શુદ્ધ અગ્નિ (લોઢાના ગોળાનો અગ્નિ) (૭) ઉલ્કા(ચકમકનો અગ્નિ) (૮) વિધુત (૯) અશનિઆકાશમાંથી પડતા અગ્નિ કણ અથવા અરણી–કાષ્ઠથી ઉત્પન્ન અગ્નિ (૧૦) નિર્ધાત અગ્નિ (૧૧) સંઘર્ષથી ઉત્પન્ન થતો અગ્નિ અર્થા ખુર, શિંગ, કાષ્ઠ આદિના ઘર્ષણથી થતો અગ્નિ (૧૨) સૂર્યકાંત મણિ–આઈ ગ્લાસમાંથી ઉત્પન્ન થતો અગ્નિ (૧૩) દાવાનળનો અગ્નિ (૧૪) વડવાનલ અગ્નિ. વાયુકાય:- (૧) પૂર્વીવાત (૨) પશ્ચિમ વાત (૩) ઉત્તર વાત (૪) દક્ષિણ વાત (૫) ઉáવાત (૬) અધોવાત (૭) ત્રાંસી હવા (૮) વિદિશવાત (૯) અનવસ્થિતવાત (૧૦) તોફાની હવા (૧૧) મંડલિકવાત (નાનો વંટોળીયો) (૧૨) આંધી (૧૩) ચક્રવાત–મોટો વંટોળિયો (૧૪) સનસનાટ અવાજ કરીને ગૂંજવાવાળી હવા (૧૫) વૃષ્ટિની સાથે ચાલવાવાળી હવા, વૃક્ષોને ઉખાડવાવાળી હવા (૧૬) પ્રલયકાળમાં ચાલવાવાળી હવા, સામાન ઉડાડીને લઈ જનાર હવા (૧૭) ઘનવાત (૧૮) તનુવાત (૧૯) શુદ્ધવાત (ધીમેધીમે મંદગતિથી ચાલવવાળી હવા). વનસ્પતિકાય:- વનસ્પતિના બાર વિભાગોથી વર્ણન છે. જેમ કે– (૧) વૃક્ષ – આંબો, લીમડો, જાંબુડો, પીલુ, શેલ, હરડા, બહેડા, આમળા, અરીઠા, મહુઆ, રાયણ, ખજૂર આદિએ એકબીજ ગોટલી વાળા ફળોના વૃક્ષ છે. જામફળ સીતાફળ, અનાર, બિલ્ડ, કોઠા, કેર, લીંબુ, ટીબરુ, વડ, પીપળ, બીજોરા, અનાનસ ઈત્યાદિ બહુ બીજવાળા ફળોના વૃક્ષ છે. (૨) ગુચ્છ – નાના અને ગોળ વૃક્ષને ગુચ્છ–છોડ કહે છે. રીંગણ, તુલસી, જવાસા, માતુલિંગ–બીજોરા આદિ (૩) ગુલ્મઃ- ફૂલોના વૃક્ષને ગુલ્મ કહે છે. યથા– ચંપો, મોગરો, મરૂવો, કેતકી, કેવડો વગેરે. (૪) લતા :- વૃક્ષો પર ચડવાવાળી ચંપકલતા, નાગલતા, અશોકલતા આદિ. (૫) વેલ – જમીન પર ફેલાવાવાળી કાકડી, તૂરિયા, તરબૂચ, તુંબી આદિ. () પર્વઃ- ગાંઠવાળા ઇશુ, વાંસ, નેતર. (૭) તૃણ – કુશ, દર્ભ, ઈત્યાદિ ઘાસ. (૮) વલય – સોપારી, ખારેક, ખજૂર, કેળા, તજ, ઇલાયચી, લવિંગ, તાડ, તમાલ, નારિયેળ વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org