________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૩ર×૫ = ૧૬૦ તીર્થંકર હોય છે. ભરત, ઐરવતમાં એક સમયમાં એક તીર્થંકર હોય છે. પાંચ ભરત-પાંચ ઐરવતની અપેક્ષા ૫૫ = ૧૦ હોય છે. અઢીઢીપમાં ૧૫ કર્મભૂમિ ક્ષેત્રમાં કુલ– ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકર હોઈ શકે છે. તેમાં ૧૬૦ તીર્થંકરો મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ અને ૧૦ તીર્થંકરો ભરત-ઐરવત ક્ષેત્રની અપેક્ષાએ હોય છે. આ રીતે ૧૬૦+૧૦ = ૧૭૦ તીર્થંકર થાય છે.
ર
(૪) અતીર્થંકર સિદ્ઘ ઃ- તીર્થંકરના સિવાય જે શ્રમણ-શ્રમણી કેવળી થઈને સિદ્ધ થાય તે. ગણધર આદિ સર્વે અતીર્થંકર સિદ્ઘ છે.
(૫) સ્વયં બુદ્ધ સિદ્ધ : -- જાતિ સ્મરણ જ્ઞાન અથવા અવધિજ્ઞાન દ્વારા સ્વતઃ ધર્મ બોધ પામીને સિદ્ધ થાય તે સ્વયંબુદ્ધ સિદ્ધ છે, જેમ કે તીર્થંકર. (૯) પ્રત્યેક બુદ્ઘ સિદ્ઘ ઃ- કોઈ પદાર્થને, જીવને અથવા એની તે અવસ્થાને જોઈને બોધ પામીને સિદ્ધ થાય તે પ્રત્યેક બુદ્ઘ સિદ્ધ છે, જેમ કે– કરકંડુ. સ્વયં બુદ્ધમાં આત્મ જ્ઞાનનું નિમિત્ત હોય છે, પ્રત્યેક બુદ્ધમાં બાહ્ય પદાર્થનું નિમિત્ત હોય છે; તે બંનેમાં એ જ અંતર છે.
:
(૭) બુદ્ધ બોધિક સિદ્ધ :- કોઈના ઉપદેશ દ્વારા બોધ પામીને જે સિદ્ધ થાય છે તે બુદ્ધ બોધિત સિદ્ધ છે. જેમ કે– મેઘકુમાર.
(૮) સ્ત્રીલિંગ સિદ્ધ :- સ્ત્રીના શરીરથી સિદ્ધ થાય તે સ્ત્રીલિંગ સિદ્ધ છે. જેમ કે- ચંદનબાળા. સ્ત્રીવેશ યા સ્ત્રીવેદના ઉદયની અહીં વિવક્ષા નથી, કારણ કે વેદનો ઉદય તો નવમા ગુણસ્થાન સુધી જ હોય છે. ત્યારપછી અવેદી થયા પછી સર્વે સિદ્ધ થાય છે. તે જ રીતે પુરુષના વેષ માત્રથી સિદ્ધ થવાતું નથી. અહીંયા સ્ત્રીલિંગ સિદ્ધાના કથનમાં સ્ત્રી શરીર માત્રનું પ્રયોજન છે.
(૯) પુરુષ લિંગ સિદ્ઘ ઃ- પુરુષના શરીરીથી સિદ્ધ થાય તે પુરુષ લિંગ સિદ્ધ છે, જેમ કે– ગૌતમાદિ.
:
આ
(૧૦) નપુંસક લિંગ સિદ્ઘ ઃ- નુહંસકના શરીરથી સિદ્ધ થાય તે નપુંસક લિંગ સિદ્ધ છે, જેમ કે— ગાંગેય અણગાર. આ નપુંસક જન્મથી હોય છે અને કૃત્રિમ પણ હોય છે. તે બંને પ્રકારના નપુંસક સિદ્ધ થઈ શકે છે અથવા વાતિક, પંડક, કલીબ એ ત્રણ પ્રકારના નપુંસક કહેવાય છે, તેઓ પણ સિદ્ધ થઈ શકે છે. બધા પ્રકારના નપુંસકોનો આગમ દૃષ્ટિથી મુખ્ય બે ભેદોમાં સમાવેશ હોય છે— (૧) સ્ત્રી નપુંસક, (૨) પુરુષ નપુંસક. તેમાં પુરુષ નપુંસક સિદ્ધ થાય છે. સ્ત્રી નપુંસક સિદ્ધ થતા નથી. કારણ કે તેઓને સ્વભાવથી છઠ્ઠું આદિ ગુણસ્થાન પ્રાપ્ત થતા નથી, તેમ ભગવતી સૂત્ર, શતક–૨૫, ઉદ્દેશક-૬ થી સ્પષ્ટ થાય છે.
સ્ત્રી ચિહ્ન (સ્તન અને યોનિ)ની પ્રધાનતાવાળા નપુંસક ‘સ્ત્રી નપુંસક’ કહેવાય છે અને પુરુષ ચિહ્ન દાઢી, મૂછ જનનેન્દ્રિયની પ્રધાનતાવાળા નપુંસક ‘પુરુષ નપુંસક’ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org