________________
તત્ત્વ શાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર પરિશિષ્ટ-૩
કo
સ્પષ્ટ છે કે મરણ વિના પણ મિથ્યાત્વ કે સમકિતની પ્રાપ્તિથી પણ એક સમયના પરિણામ હોઈ શકે છે. તે જ્ઞાન એક સમય રહી શકે છે. (૯) જીવાભિગમ ટીકા પૃષ્ઠ–૪પર, અવધિ દર્શનની એક સમયની સ્થિતિ, મરણથી કે અધ્યવસાય પરિવર્તનથી તેમ બંને રીતથી સમજાવી છે. (૧૦) અવધિદર્શનનું અંતર એક સમય અનંતર સમયે પુનસ્તતામ: અર્થાત્ વચ્ચેના પરિણામ સ્વાભાવિક રીતે એક સમય રહે છે, તે સ્પષ્ટ છે. સાર:- (૧) કાળ કર્યા વિના સંયમાવસ્થામાં કેટલીય પ્રકૃતિઓનો સ્વાભાવિક એક સમયનો ઉદય હોઈ શકે છે. (ર) કેટલાય પરિણામો એક સમયની સ્થિતિ પછી પરિવર્તિત થઈ શકે છે. (૩) પ્રકૃતિઓનો ક્ષયોપશમ કાલ એક સમયનો થઈ શકે છે. (૪) કેટલીક અવસ્થાઓ મૃત્યુની અપેક્ષાએ એક સમયની હોઈ શકે છે. (૫) કેટલાય ભાવો સ્વાભાવિક મૃત્યુની અપેક્ષાએ અંતર્મુહૂર્તના હોય છે. તે મૃત્યુની અપેક્ષાથી પણ એક સમયના હોતા નથી. જેમ કે પુરુષવેદ, કાયયોગ, બંને ઉપયોગ, ત્રણ કષાય (૬) લેશ્યા આદિ અસંયતાવસ્થામાં એક સમયના પરિણામો હોતા નથી. (૭) અસંયતાવસ્થામાં મૃત્યુની અપેક્ષાથી જ એક સમયની સ્થિતિ બને છે. (૮) ધર્માચરણી ત્રણેની એક સમયની કાયસ્થિતિ, અંતર આદિ પરિણામોના પરિવર્તનથી થાય છે. (૯) સંયમ અવસ્થાના ભાવોની કોઈ પણ એક સમયની સ્થિતિ માટે મરણ કાલનો જ એકાંત આગ્રહ ન રાખવો જોઈએ.
[
પરિશિષ્ટ-૩
ll
ll
Tદત્ત શબદ વિચારણા
જીવાભિગમ સૂત્ર, પ્રજ્ઞપન્ના સૂત્ર અને ભગવતી સૂત્રમાં જુદા શબ્દનો પ્રયોગ મળે છે. જ્યારે ક્યાંય પણ અનેક સંખ્યાનું અથવા અનેક સંખ્યાનો વિકલ્પનું એક શબ્દમાં કથન કરવું હોય ત્યારે આગમકાર જુદત્ત શબ્દનો પ્રયોગ કરે છે. પુદત્ત શબ્દનું સંસ્કૃત રૂપાંતર પૃથકત્વ બને છે. જેનો શબ્દાર્થ થાય છે– અલગઅલગ, ભિન્ન ભિન્ન, વિભાગરૂપ અથવા એકત્વનો પ્રતિપક્ષ અનેકત્વ = અનેક.
થોકડાની પ્રચલિત પરંપરા અનુસાર પૃથકૃત્વ શબ્દના સ્થાને પ્રત્યેક શબ્દનો પ્રયોગ થાય છે અને પ્રત્યેક શબ્દ બે થી નવ સંખ્યાનો વાચક છે. યથા–પૃથકત્વ ધનુષ = પ્રત્યેક ધનુષ અર્થાત્ બે થી નવ ધનુષ; આ રીતે પ્રત્યેક માસ, પ્રત્યેક ગાઉ વગેરે શબ્દોમાં પણ બે થી નવ અર્થને સ્વીકારવાની એક પરંપરા ચાલુ છે.
પરંતુ આગમિક દષ્ટિકોણથી વિચારતા આ પરંપરા યોગ્ય અને સંગત લાગતી નથી. કારણ કે- ટીકાકારે અને કોષકારોએ ‘Tદર નો અર્થ “અનેક કર્યો છે...
Jain Education interna
* Personal use
jainelibrary.org