________________
તત્ત્વશાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
જપ
નંદીશ્વર દ્વીપ
અંજનગિરી :- ચારે દિશાઓમાં બરાબર મધ્યમાં ચાર અંજન પર્વત છે. તે ૮૪,000 યોજનના ઊંચા છે. ૧,000 યોજન ભૂમિમાં છે. ૮૫,૦૦૦ યોજના સર્વાગ્ર છે. ૧૦,૦૦૦ યોજનનો વિસ્તાર છે. ક્રમશઃ ઘટતાં ઘટતાં ઉપર 1,000 યોજનનો વિસ્તાર છે. ગોપુચ્છ સંસ્થાનવાળા છે. પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. ઉપર શિખરના મધ્યભાગે સિદ્ધાયતન છે. (વાસ્તવમાં આ માલિક દેવનું ભવન છે.) સિદ્ધાયતન(માલિક દેવનું ભવન) – ૧00 યોજન લાંબુ, પ૦ યોજન પહોળું અને ૭ર યોજન ઊંચું તથા અનેક સ્તંભોથી બનેલું છે. તેના ચાર દ્વાર છે– દેવદ્રાર, અસુરદ્વાર, નાગદ્વાર, સુવર્ણ દ્વાર, તે દ્વાર ૧૬ યોજન ઊંચા, ૮ યોજન પહોળા છે. દ્વારના તોરણ, પ્રેક્ષાઘર, સૂપ, ચૈત્યવૃક્ષઆદિ વિજયા રાજધાનીના દ્વારના વર્ણનની સમાન છે. મહેન્દ્ર ધ્વજ, નંદાપુષ્કરિણી અને ૪૮,૦૦૦ ભદ્રાસન છે. ૧૦૮ જિન પ્રતિમા આદિ સૂર્યાભદેવના વિમાનના વર્ણનની સમાન છે. વાવડીઓ – પૂર્વ દિશાના અંજન પર્વતની ચારે દિશાઓમાં ચાર નંદાપુષ્કરિણી છે. નંદુતરા, નંદા, આનંદા, નંદીવર્ધના. તે પુષ્કરિણી એક લાખ યોજનની લાંબી. પહોળી અને ૧૦ યોજન ઊંડી છે. તે વેદિકા અને વનખંડ સહિત છે. દધિમુખા – આ વાવડીઓની મધ્યમાં એક દધિમુખ પર્વત છે. ૬૪,000 યોજન ઊંચો અને ૧૦,000 યોજન લાંબો-પહોળો છે. ૧,000 યોજન ભૂમિમાં છે. તેના શિખર પર સિદ્ધાયતન છે. વાસ્તવમાં તેના માલિક દેવનું ભવન છે.)
પૂર્વદિશાના અંજન પર્વતની જેમ ચારે દિશાના અંજની પર્વતોની ચાર-ચાર વાવડીઓ અને તેમાં દધિમુખ પર્વત છે. તે વાવડીના નામ આ પ્રમાણે છે– દક્ષિણી અંજન પર્વતની ભદ્ર, વિશાલા, કુમુદા, પુડરિકિણી; પશ્ચિમી અંજની પર્વતની નંદીસેના, અમોઘા, ગોખુભા અને સુદર્શન તથા ઉત્તરી પર્વતની વિજય, વૈજયંતિ, જયંતિ અને અપરાજિતા છે.
અહીં અનેક ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો ચૌમાસી સવંત્સરી આદિ પર્વોના દિવસે, પ્રતિપદાના દિવસે, તીર્થકરોના જન્માદિના સમયે અને અન્ય પણ અનેક કાર્યો માટે અહીં આવે છે, અષ્ટાન્ડિકા મહોત્સવ કરે છે તથા સુખપૂર્વક આમોદ-પ્રમોદ કરે છે. દ્વીપ સમુદ્રોનો પ્રકીર્ણ વિષય :- જંબૂદ્વીપ નામના દ્વીપ અસંખ્ય છે. લવણ સમુદ્ર નામના સમુદ્ર અસંખ્ય છે. એ રીતે ધાતકી, કાલોદધિ યાવત્ સૂર્ય નામના દ્વીપ-સમુદ્ર પણ અસંખ્ય છે. ત્યારપછી દેવદ્વીપ એક છે. ત્યાર પછી ક્રમશઃ નાગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org