________________
| તત્ત્વશાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
૪૩
.
.
+ + +
દસંખ્યા હોય છે. એવી નક્ષત્રની પદ અને ગ્રહની ૧૭૬ પંક્તિ હોય છે. મનુષ્ય ક્ષેત્રમાં ચંદ્ર સૂર્યના ગ્રહ-નક્ષત્ર સાથેના યોગ બદલાતા રહે છે. માટે અહીં અનવસ્થિત યોગ હોય છે. નક્ષત્ર અને તારાઓના અવસ્થિત મંડલ હોય છે. સૂર્ય-ચંદ્રના મંડલ પરિવર્તનશીલ છે. પરંતુ તે ઉપર નીચે થતા નથી. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રની ગતિ વિશેષથી અને યોગ-સંયોગથી મનુષ્યના સુખ-દુઃખનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
સૂર્ય બાહ્યમંડળથી આત્યંતર મંડલની તરફ ક્રમશઃ આવે છે ત્યારે તાપક્ષેત્ર ક્રમશઃ વધે છે. જ્યારે આત્યંતર મંડલથી બહારના માંડલા તરફ ગતિ કરે છે ત્યારે તાપક્ષેત્ર ક્રમશઃ ઘટે છે. ચંદ્રની સાથે ચાર અંગુલ નીચે કૃષ્ણ રાહુ સદા ગતિ કરે છે. જેનાથી ચંદ્રની કલાની હાનિ વૃદ્ધિ થાય છે. ચંદ્રસૂર્ય સંખ્યા પરિજ્ઞાન :– જંબૂદ્વીપમાં બે-બે ચંદ્ર-સૂર્ય, લવણસમુદ્રમાં ચાર-ચાર અને ઘાતકીખંડમાં બાર-બાર છે. આગળ કાલોદધિ આદિ કોઈ પણ દ્વિીપ સમુદ્રના ચંદ્ર-સૂર્યની સંખ્યા જાણવી હોય તો તેના પૂર્વના અનંતર દ્વીપ સમુદ્રના ચંદ્રની સંખ્યાને ત્રણ ગુણી કરીને તેની આગળના સર્વ દ્વીપ સમુદ્રના સર્વ ચંદ્રની સંખ્યા ઉમેરવાથી જે સંખ્યા આવે, તે તે દ્વીપ કે સમુદ્રના ચંદ્રની કે સૂર્યની સંખ્યા નિશ્ચિત થાય છે. દા. ત. ઘાતકીખંડના ૧ર ચંદ્ર છે તો ૧૨ x ૩ = ૩૬+૪+૨ = ૪૨ કાલોદધિના સુર્ય-ચંદ્રની સંખ્યા છે. પુનઃ ૪૨૪૩ = ૧૨૬+૧૨ +૪+૨ = ૧૪૪ પુષ્કર દ્વીપના સૂર્ય-ચંદ્રની સંખ્યા છે. મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્ર-સૂર્યનું પરિજ્ઞાન :– મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્રસૂર્યની દિશા-વિદિશામાં આઠ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં એક સૂર્ય એક ચંદ્ર એમ ક્રમશઃ છે. પ્રત્યેક પંક્તિમાં ચંદ્ર-સૂર્યનું અંતર ૫૦,૦૦૦ યોજન છે. પરંતુ ચંદ્રચંદ્ર અને સૂર્ય-સૂર્ય વચ્ચેનું અંતર એક લાખ યોજન છે. ચંદ્રની સાથે અભિજીત નક્ષત્રનો સ્થિર યોગ છે અને સૂર્યની સાથે પુષ્ય નક્ષત્રનો સ્થિર યોગ છે; કારણ કે ત્યાં ચંદ્ર-સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે બધા જ સ્થિર છે.
મનુષ્યક્ષેત્રની બહાર રવાભાવિક રીતે જ વરસાદ થતો નથી. ઘર ગામ આદિ હોતા નથી. મનુષ્યોનું ગમનાગમન થતું નથી. ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, સાધુ-સાધ્વી આદિ નથી, પરંતુ વૈક્રિયથી કે વિદ્યા પ્રયોગથી અથવા પરપ્રયોગથી કોઈ મનષ્ય જઈ શકે છે. દિવસ-રાત્રિ આદિનું કાળ જ્ઞાન નથી, અગ્નિ નથી, ગ્રહણ, પ્રતિચંદ્ર, ઇન્દ્રધનુષ આદિ હોતા નથી. •
મનુષ્યક્ષેત્રમાં સૂર્ય-ચંદ્રના તાપક્ષેત્ર ઊર્ધ્વમુખી કદમ્બપુષ્પના સંસ્થાનવાળા છે. મનુષ્યક્ષેત્રની બહાર પાકી ઈટના સંસ્થાનવાળું તાપક્ષેત્ર છે. ત્યાં સદાય ચંદ્ર-સૂર્યનો મિશ્ર પ્રકાશ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org