________________
તત્ત્વશાસ્ત્ર ઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
જંબુદ્રીપનું નામ :– મેરુ પર્વતથી ઉત્તર દિશામાં ઉત્તર કુરુક્ષેત્રમાં જંબૂસુદર્શન નામનું વૃક્ષ છે. તે પૃથ્વીમય–વિવિધ રત્ન મણિમય છે. જંબુદ્રીપના અધિપતિ (માલિક) અનાદત નામના દેવ ત્યાં રહે છે. તેની અનાદતા રાજધાની અન્ય જંબુદ્રીપમાં છે. જંબૂસુદર્શન વૃક્ષના કારણે તથા અન્ય અનેક જંબૂવૃક્ષોના કારણે આ દ્વીપનું નામ જંબુદ્રીપ છે. અથવા આ અનાદિ શાશ્વત નામ છે.
૩૯
જંબુદ્રીપમાં બે સૂર્ય, બે ચંદ્ર, પş નક્ષત્ર, ૧૭૬ ગ્રહ, ૧,૩૩,૯૫૦ ક્રોડાક્રોડી તારા ભ્રમણ કરે છે.
લવણ સમુદ્ર
જંબુદ્રીપની ચારેતરફ ઘેરાયેલો વલયાકારે લવણ સમુદ્ર છે. તેનું પાણી ખારું, કડવું અને અમનોજ્ઞ છે. તેમાં ઉત્પન્ન થયેલા જીવોને છોડીને અન્ય જીવો માટે તેનું પાણી અપેય છે. લવણ સમુદ્ર ચારેબાજુથી ક્રમશઃ પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. તેની ચારે દિશામાં લવણ સમુદ્રના વિજય આદિ ચાર દ્વાર છે. તેનું સંપૂર્ણ વર્ણન જંબૂદ્વીપના વિજય આદિ દ્વારો જેવું છે. લવણ સમુદ્રના માલિક દેવનું નામ 'સુસ્થિત' છે. તે લવણ સમુદ્રમાં જ ગૌતમક્રીપમાં રહે છે. લવણાધિપતિ સુસ્થિતદેવની 'સુસ્થિતા' નામની રાજધાની અન્ય બીજા લવણસમુદ્રમાં છે. સુસ્થિત દેવની સ્થિતિ એક પલ્યોપમની છે.
પાતાળ કળશા :- લવણ સમુદ્રમાં ચાર મહા પાતાળકળશા છે. તે એક લાખ યોજન ઊંડા છે. ૭,૮૮૪ નાના પાતાળકળશા છે. તે ૧૦૦૦ યોજન ઊંડા છે. ચાર મોટા કળશાના ચાર માલિક દેવ— કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. નાના કળશાના માલિકદેવોની સ્થિતિ અર્ધ પલ્યોપમની છે. તે કળશાઓ વજ્રમય છે.
તે કળશામાં નીચે ૐ ભાગમાં વાયુ હોય છે, મધ્યના ૐ ભાગમાં વાયુ અને પાણી છે અને ઉપરના ભાગમાં ફક્ત પાણી છે. તેમાં ઊર્ધ્વગમનના સ્વભાવવાળો વાયુ ઉત્પન્ન થઈને ઉપરની તરફ ગતિ કરે છે, ગુંજારવ કરે છે, ત્યારે પાણી ઉછળે છે.
લવણ શિખા :– લવણ સમુદ્રના બંને કિનારેથી ૯૫,૦૦૦–૯૫,૦૦૦ યોજન અંદર જઈએ ત્યારે મધ્યમાં ૧૦,૦૦૦ યોજનનું સમતલ ક્ષેત્ર છે. તેમાં પાતાલ કળશા છે અને ત્યાં સમભૂમિથી ૧૬,૦૦૦ યોજન ઊંચી ૧૦,૦૦૦ યોજન પહોળી જલશિખા છે. તે લવણ સમુદ્રના બે વિભાગ કરે છે. આત્યંતર અને બાહ્ય. પાતાલકળશોનું મુખ સમુદ્રની ઉપરની સપાટી તરફ છે. અર્થાત્ સમુદ્રની સપાટીથી ૧,૦૦૦ યોજન ઊંડા છે. પાતાલકળશોનીઅંદરનો વાયુ ક્ષુભિત અને ઉદીરિત થવાથી ૧૬૦૦૦ યોજનની જશિખા દેશોન અર્ધયોજન ઉપર વધે છે. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org